મંગળવાર, 20 માર્ચ, 2018
દિનેશ કાર્તિક છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનારો પ્રથમ ભારતીય
- ટ્વેન્ટી૨૦ ત્રિકોણીય શ્રેણીની ફાઇનલમાં
દિનેશ કાર્તિકની કમાલ પર ભારતીય ક્રિકેટપ્રેમીઓ આફરીન
ટ્વેન્ટી૨૦ ત્રિકોણીય શ્રેણીની દિલધડક બનેલી ફાઇનલમાં ભારતને જીતવા માટે ૧ બોલમાં ૫ રન કરવાના હતા ત્યારે દિનેશ કાર્તિકે બાંગલાદેશના સૌમ્યા સરકારની બોલિંગમાં સિક્સર ફટકારીને ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. દિનેશ કાર્તિકે આ રીતે છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવ્યો ત્યારે અનેક ક્રિકેટપ્રેમીઓએ પાકિસ્તાનના જાવેદ મિયાંદાદને યાદ કર્યો હશે. જાવેદ મિયાંદાદે ૧૯૮૬માં શારજાહ ખાતે ઓસ્ટ્રેલેશિયા કપની ફાઇનલમાં ચેતન શર્માની બોલિંગમાં સિક્સર ફટકારી પાકિસ્તાનને ચેમ્પિયન બનાવ્યું હતું.
જાવેદ મિયાંદાદની આ સિક્સ એક માઇલસ્ટોન સમાન બની ગઇ છે. અલબત્ત, વન-ડે ક્રિકેટમાં જાવેદ મિયાંદાદ ઉપરાંત અન્ય પાંચ એવા બેટ્સમેન છે જેમણે છેલ્લા બોલે સિક્સ ફટકારી પોતાની ટીમને વિજય અપાવ્યો હોય. આવું કારનામું કરનારા બેટ્સમેનમાં દક્ષિણ આફ્રિકાના લાન્સ ક્લુઝનર, ઝિમ્બાબ્વેના બ્રેન્ડન ટેલર, વેસ્ટ ઇન્ડીઝના શિવનારાયણ ચંદ્રપોલ, ઝિમ્બાબ્વેના એડ રેઇન્સફોર્ડ અને દક્ષિણ આફ્રિકાના રિયાન મેકલારેનનો સમાવેશ થાય છે.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં છેલ્લા બોલે મેચનું પરિણામ આવ્યું હોય તેવી કુલ ૨૦ ઘટના નોંધાઇ છે. આ ૨૦માંથી પાંચ મેચમાં છેલ્લા બોલે સિક્સ અને ૭ મેચમાં છેલ્લા બોલે બાઉન્ડ્રી ફટકારી બેટ્સમેને તેની ટીમને વિજય અપાવ્યો છે. શ્રીલંકાના ચમારા કાપુગેદેરાએ પોતાની ટીમને એકવાર બાઉન્ડ્રી અને એકવાર સિક્સ ફટકારીને પોતાની ટીમને જીતાડયું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકે (ટ્વેન્ટી૨૦, વન-ડે)માં છેલ્લા બોલે સિક્સ ફટકારી વિજય અપાવનારો દિનેશ કાર્તિક સૌપ્રથમ ભારતીય છે. પ્રથમ કક્ષાની ટ્વેન્ટી૨૦માં ભારત માટે એમએસ ધોની (રોયલ પૂણે ચેલેન્જર્સ), અરૃણ કાર્તિક (રોયલ ચેલેન્જર્સ બેંગલોર) અગાઉ છેલ્લા બોલે સિક્સ ફટકારી પોતાની ટીમને વિજય અપાવી ચૂક્યા છે.
કાર્તિકની કમાલ : સૌથી ઓછા બોલમાં મેન ઓફ ધ મેચ!
કાર્તિકને મેચવિનિંગ ઇનિંગ્સ બદલ મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ આંતરરાષ્ટ્રીય ટ્વેન્ટી૨૦માં સૌથી ઓછા બોલ રમવા છતાં મેન ઓફ ધ મેચ બનનારા બેટ્સમેનમાં દિનેશ કાર્તિક સામેલ થઇ ગયો છે. અગાઉ ૨૦૧૪માં દક્ષિણ આફ્રિકા સામે ૮ બોલમાં અણનમ ૨૧ રન કરવા બદલ ઓસ્ટ્રેલિયાના બ્રેડ હોજને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. ઓછા બોલ રમવા છતાં મેન ઓફ ધ મેચ બન્યા હોય તેવી અન્ય કેટલીક ઘટના આ મુજબ છે.
આજે દિવસ અને રાત સરખા બનશે કાલથી ઉત્તરોત્તર દિવસ
લંબાશે
- ધીમે ધીમે ગરમીનું પ્રમાણ વધતું રહેશે
સૂર્યનો ક્રાંતિવૃત્ત અને આકાશી વિષુવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે
છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. તા. ૨૦ તથા તા. ૨૧મી માર્ચે દિવસ
અન રાત સરખા જોવા મળશે. તા. ૨૨મી ગુરૃવારથી દિવસ ક્રમશ: લંબાતો જાય છે. હવે પછી
તા. ૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે.
તા. ૨૦-૨૧મી માર્ચ મંગળ-બુધવારે દિવસ અને રાત સરખા હોવાનો અનુભવ સામાન્ય
તફાવતથી લોકો અનુભવ કરી ખગોળીય ઘટનાનો અહેસાસ કરી શકશે. સામાન્ય મિનિટના તફાવત
સાથે દિવસ અન રાત સરખા હોવાનો અનુભવ લોકો કરસે. તા. ૨૨મી માર્ચ પછી ઉત્તરોત્તર
દિવસ લંબાતો થતો જોવા મળશે. આ દિવસ પછી સૂર્ય ઉત્તર તરફ ખસતો જતા ઉત્તર ગોળાર્ધની
દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. હવે પછી લોકો ૨૧મી જુને
લાંબામાં લાંબો દિવસનો અનુભવ કરશે.
૨૧મી માર્ચને વસંત સંપાત દિવસ તરીકે
ઓળખવામાં આવે છે. જ્યારે તા. ૨૧મી સપ્ટેમ્બરના દિવસને શરદ સંપાત તરીકે ઓળખવામાં આવે
છે. તા. ૨૧મી માર્ચે સૂર્યની આકાશી વિષુવવૃત્તને છેદવાની પ્રક્રિયા શરૃ
થતાં તે દિવસે દિવસ-રાત સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતુ જાય છે.
વિષવવૃત્ત એકબીજાને વર્ષમાં બે વખત છેદે છે. સૂર્ય ખસતો ખસતો આકાશી વિષુવવૃત્તને
છેદે છે તેને વસંત સંપાત કહેવામાં આવે છે. વસંત સંપાત દિવસ પછી ગરમી શરૃ થાય છે
કારણ કે પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે.
હવે પૃથ્વીનું ઉત્તર તરફનું માથું સૂર્ય તરફ તૂટેલા ખૂણે નમેલું જોવા મળશે.
આપણે ઉત્તર ગોળાર્ધમાં વસવાટ કરતાં હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં
આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જ્યારે તા. ૨૧મી જૂન પછી સૂર્ય પુન:
દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણયાન કહે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની
દિશા, સૂર્ય તરફ
પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વગેરે પરિબળો પર આધારિત હોય છે જે સતત
બદલાતા રહે છે. આથી દિવસ-રાતની લંબાઈમાં સામાન્ય મિનિટના તફાવત સ્વભાવિક માન્ય
ગણાય છે. અંતમાં મંગળ-બુધવાર તા. ૨૦ અને તા. ૨૧મી એ દિવસ-રાત સરખા ખગોળીય ઘટના
બનશે.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલો કાર્યક્રમ : ઇલીયારાજા, ગુલામ મુસ્તુફા ખાન સહિત ૪૩ને પદ્મ એવોર્ડ અપાયા
- બેને પદ્મ વિભૂષણ, ચારને પદ્મ ભૂષણ અને ૩૭ને પદ્મશ્રી
એવોર્ડ
નામાંકિત સંગીતકાર ઇલિયારાજા, શાસ્ત્રીય ગાયક ગુલામ મુસ્તુફા ખાન, હિંદુત્ત્વ વિચારક પી પરમેશ્વરન, કેરળના બિશપ ફિલિપોસ માર ક્રિસોસટોમ સહિત ૪૩ જાણીતી વ્યકિતઓને ૨૦૧૮ના પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં.
રાષ્ટ્રપતિ ભવનમાં યોજોયેલા કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના સહયોગીઓ હાજર રહ્યાં હતાં.
નામાંકિત સંગીતકાર ઇલીયારાજા, શાસ્ત્રીય ગાયક ગુલામ મુસ્તુફા ખાન ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.
કેરળના બિશપ ફિલિપોસ માર ક્રિસોસટોમ, સિતાર વાદક પંડિત અરવિંદ સહિત ચાર લોકોને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આઇઆઇટી, કાનપુરના પૂર્વ વિદ્યાર્થી અરવિંદ ગુપ્તા, આાસમના અરુપ ગુપ્તા સહિત ૩૭ લોકોને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આજે બે લોકોને પદ્મ વિભૂષણ, ચાર લોકોને પદ્મ ભૂષણ અને ૩૭ લોકોને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતાં. આ એવોર્ડની જાહેરાત દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ કરવામાં આવે છે.
એકસમયે માનવ વસ્તી સાથે રહેતી અને આજે અસ્તિત્વ સામે ઝઝુમતી ચકલીની સંખ્યા
હવે 10 ટકા પણ રહી નથી!
આજે વિશ્વ ચકલી દિવસ: વાતાવરણને જીવંત રાખનાર ચકલી આજે તેની ઘટતી
સંખ્યાને કારણે વધુ યાદ કરવામાં આવે છે
- માળો બાંધવાની અણઆવડત અને દુશ્મનોની હેરાનગતિને કારણે ચકલીઓની સંખ્યા
ઘટી રહી છે
માનવ વસ્તીની સાથે વસનારૃ આ નાનકડું પક્ષી તે ચકલી. ઘર આંગણે, બખોલમાં, ગોખલામાં કે માટીના કુંડા જેવા માળામાં
રહેનારૃ અને આખો દિવસ ચીં..ચીં..ચીં... એ ઉડા.. ઉડ... કરનારૃ અને વાતાવરણને જીવંત
રાખનાર આ ચકલી આજે 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે તેની ઘટતી સંખ્યાને કારણે વધુ
યાદ કરવામાં આવે છે.
20મી માર્ચ એટલે પર્યાવરણની સમતુલા જળવાઇ રહે અને તેનું જતન થાય અને પ્રકૃતિ
સાથે પોતાના અસ્તિત્વને જાળવવા સતત ઝઝૂમતાં આ નાનકડા પક્ષીને બચાવવા ૨૦ માર્ચનો
દિવસ 'ચકલી બચાવો' અભિયાન તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.
આ દિવસે વ્યક્તિગત રીતે તેમજ સંસ્થાઓ દ્વારા સામુહિક રીતે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. આ અબોલ પક્ષીને માનવ વસ્તીની આસપાસ અને સલામત જગ્યામાં માળો બાંધીને રહે તે હેતુસર પાટનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા માટીના કે પુંઠાના ઘરનું વિતરણ કરવામાં આવે છે. સાથે પક્ષીઓને નજીકમાં પીવાનું પાણી મળી રહે તે માટે પરબનું પણ વિતરણ કરવામાં આવે છે. ચકલીના ઘરને ગમે ત્યાં અથવા વૃક્ષો ઉપર મુકી દેવાથી કે આ માળાઓ લટકાવી દેવાથી ચકલી ક્યારેય સફળતાપૂર્વક માળો બાંધીને રહી શકતી નથી.
કારણ કે, તેના દુશ્મનો ખાસ કરીને નાની-મોટી કાબરો, પુંછડીવાળો મોટો કાબર (ટ્રાઇપોટ), નાના બાજ પક્ષીઓ તેમજ રાત્રિના સમયે બિલાડી ચકલીના ઇંડા, બચ્ચા તેમજ માળાને રફેદફે કરીને બધી મહેનત નકામી કરી દે છે. એક સમયે આ ચકલીઓના ઝુંડ ચીં...ચીં... કરતાં જોવા મળતાં હતાં. આજે આ ચકલી પોતાના અસ્તિત્વ ઉપરના ખતરા સાથે જંગ ખેલી રહી છે.
થોડા વર્ષો પહેલા મકાનોની એવી વ્યવસ્થા હતી કે, ચકલી ઘરમાં સરળતાથી આવ-જા કરી શકતી હતી. પરંતુ ઘરમાં છબીઓ ટીંગાળવાની તેમજ પાટીયા ઉપર ઉંધા વાસણો મુકવાની પ્રથા કાળક્રમે બદલાઇ જતાં અને નવા મકાનોમાં ચુસ્ત બારી-બારણાંની ડીઝાઇનના કારણે ચકલીઓને ફરજીયાત ઘરની બહાર નીકળી જવું પડયું અને બહાર ગમે ત્યાં માળો બાંધવાની નોબત આવતાં પોતાની અણઆવડતના કારણે અને દુશ્મનોની સતત હેરાનગતિને કારણે બહુ ઓછી સંખ્યા ચકલીઓની વસ્તી રહેલા પામી છે.
આ અંગે સેક્ટર-૩ એમાં રહેતા પંકજ પરમારે જણાવ્યું હતું કે ચકલી બચાવો અભિયાનના વ્યક્તિગત કે સંસ્થાઓના પ્રયાસો પ્રશંસાને પાત્ર છે, ચકલીના માળાઓ થોડો યોગ્ય માર્ગદર્શન હેઠળ સુરક્ષીત જગ્યાએ એટલે કે પોતાના ઘરની ઓસરી જ્યાં કાટખૂણો પડતો હોય તેવી થોડી ઊંચી જગ્યામાં આ કુંડાના કે પુંઠાના માળા મુકવામાં આવે તો ત્યાં ચકલી અવશ્ય ત્યાં માળો બાંધશે.
ઘરના લોકોની સતત અવર જવરના કારણે દુશ્મન પક્ષીઓ તેમજ બિલાડી દૂર રહેશે જેથી સલામત અને સુરક્ષીત ઘર મળતાં ચોક્કસ ચકલીઓની સંખ્યા વધશે અને ચકલી બચાવ અભિયાનનો ધ્યેય પણ સિધ્ધ થતાં 'વિશ્વ ચકલી દિવસ' ની ઉજવણી પણ સાર્થક નિવડશે.
આજના યુવાનો પરિવાર, મિત્રો સાથે કલાકો સુધી સ્માર્ટફોન ઉપર વ્યસ્ત રહે છે પણ પ્રકૃતિ માટે વોટસઅપ કે ફેસબુકમાં થોડો સમય આપી તેને બચાવવા અને તેની માવજત થાય તેવા નાના મોટા ઘણા કિમિયાઓ જેવા કે માટીના કુંડા, પુંઠાના ઘર કયાં કેવી રીતે સલામત અને સુરક્ષીત મુકવા તેનો પ્રચાર કરે તો પણ ઘણી જાગૃતિ આવી શકે અને પોતાના અસ્તિત્વના જંગ માટે લડતા નાનકડા પક્ષી માટે પણ આપણે ઘણાં ઉપયોગી થઇ શકીશું.

આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)