મંગળવાર, 20 માર્ચ, 2018


રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલો કાર્યક્રમ : ઇલીયારાજા, ગુલામ મુસ્તુફા ખાન સહિત ૪૩ને પદ્મ એવોર્ડ અપાયા

Image result for Ilaiyaraaja,,Ghulam,Mustafa,Khan,,43,including,Padma,awards,

- બેને પદ્મ વિભૂષણ, ચારને પદ્મ ભૂષણ અને ૩૭ને પદ્મશ્રી એવોર્ડ

નામાંકિત સંગીતકાર ઇલિયારાજા, શાસ્ત્રીય ગાયક ગુલામ મુસ્તુફા ખાન, હિંદુત્ત્વ વિચારક પી પરમેશ્વરન, કેરળના બિશપ ફિલિપોસ માર ક્રિસોસટોમ સહિત ૪૩ જાણીતી વ્યકિતઓને  ૨૦૧૮ના પદ્મ એવોર્ડ આપવામાં આવ્યા હતાં. રાષ્ટ્રપતિ રામનાથ ગોવિંદના હસ્તે આ એવોર્ડ આપવામાં આવ્યા હતાં.

રાષ્ટ્રપતિ ભવનમાં યોજોયેલા કાર્યક્રમમાં ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના મંત્રીમંડળના સહયોગીઓ હાજર રહ્યાં હતાં.

નામાંકિત સંગીતકાર ઇલીયારાજા, શાસ્ત્રીય ગાયક ગુલામ મુસ્તુફા ખાન ને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કેરળના બિશપ ફિલિપોસ માર ક્રિસોસટોમ, સિતાર વાદક પંડિત અરવિંદ સહિત ચાર લોકોને  પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.  આઇઆઇટી, કાનપુરના પૂર્વ વિદ્યાર્થી અરવિંદ ગુપ્તા, આાસમના અરુપ ગુપ્તા સહિત ૩૭ લોકોને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આજે બે લોકોને પદ્મ વિભૂષણ, ચાર લોકોને પદ્મ ભૂષણ અને ૩૭ લોકોને પદ્મ શ્રી એવોર્ડ આપવામાં આવ્યા હતાં. આ એવોર્ડની જાહેરાત દર વર્ષે ૨૬ જાન્યુઆરીએ કરવામાં આવે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો