બુધવાર, 30 જાન્યુઆરી, 2019

ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહથી બ્રિટિશ સલ્તનતના પાયા હચમચી ગયા હતા
 
- દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો
- સત્યાગ્રહીઓ પર ધડાધડ લાઠીઓ વિંઝાતી રહી અને લોહી નીગળતા શરીરો કાંટામાં અને મીઠાના અગરોમાં ઝબોળાતા રહયા
નવસારીના દાંડીમાં નમક સત્યાગ્રહ સ્મારકનું બુધવારે વડાપ્રધાનના હસ્તે લોકાર્પણ થવાનું છે. ત્યારે વલસાડના ધરાસણા મીઠા સત્યાગ્રહના સ્થળના પુનરોધ્ધાર માટે ગ્રામ સેવા સમાજ, ચોર્યાસી દ્વારા વડાપ્રધાનને પત્ર લખાયો છે. જેમાં ધરાસણાના અહિંસક લોહિયાળ સત્યાગ્રહની વિગતો પણ વર્ણવવામાં આવી છે.
ગ્રામ સેવા સમાજના પ્રમુખ બી.એમ.પટેલે કહયું કે, ગાંધીજીની આગેવાનીમાં ૬ એપ્રિલ,૧૯૩૦ના રોજ દાંડીનો ઐતિહાસિક મીઠા સત્યાગ્રહ એક પ્રતીકરૂપે જ હતો. દાંડીમાં કોઇ મીઠાના અગરો નહોતા. દાંડીમાં મીઠું પાકતું જ નહોતું. ઉગ્ર અહિંસક આંદોલન તો ધરાસણામાં થયું હતું. ગાંધીજીએ વાઇસરાયને પત્ર લખી નોટિસરૂપે ધરાસણાના મીઠાના અગરો પર દરોડા પાડવાનો ઇરાદો જાહેર  કર્યો હતો. 

ધરાસણાની ધાડનો દિવસ જાહેર થતાં જ અંગ્રેજ સરકાર સફાળી જાગી હતી અને તા.૫ મે, ૧૯૩૦ની રાતે ૧ વાગ્યે દાંડી નજીક આવેલા કરાડી ગામથી સુરતના ગોરા ન્યાયમૂર્તિ, પોલીસ અધિકારીઓ તેમજ સિપાઇઓએ ગાંધીજીની ધરપકડ કરી હતી. પરિણામે એક સપ્તાહ બાદ તા.૧૨ મે, ૧૯૩૦ને સોમવારે સવારે ૬ કલાકે અબ્બાસ તૈયબજી સાહેબની આગેવાની હેઠળ ધરાસણા સત્યાગ્રહની શરૂઆત થઇ. પ્રતિદિન ચલાવાતા આ સત્યાગ્રહની ચોમાસાના આગમનને કારણે તા.૬ જુન,૧૯૩૦ના રોડ પુર્ણાહુતિ થઇ હતી.

ધરાસણાનો અહિંસક સત્યાગ્રહ એ અહિંસક ક્રાંતિનું એક રિહર્સલ જ હતું. આ અહિંસક સત્યાગ્રહે જેનો સૂર્ય કદી આથમવાનો નથી એવું માનતી બ્રિટિશ સલ્તનતની ઇમારતને પાયામાંથી હચમચાવી દીધી હતી. ધડાધડ લાઠીઓ વિંઝાતી રહી અને માથા વધેરાતા રહયા. લોહી નીગળતા શરીરો કાંટામાં અને મીઠાના પાણીમાં ઝબોળાતા રહયા. 

પડતી લાઠીને રોકવા સત્યાગ્રહીઓના હાથ ઉંચા થતા નહોતા. ભારત માતાને ખોળે રક્ત ટપકતી ઝોળીઓ સમરાંગણથી બે કિલોમીટર દુર ઊંટડી ગામે નાની સરખી જમીન પર ઉભી કરેલી સત્યાગ્રહીઓની છાવણી ગંભીર ઇજા પામેલા સત્યાગ્રહીઓથી ઉભરાતી રહી હતી. 

ધરાસણાના સત્યાગ્રહીઓની તસ્વીરો, બ્રિટીશ સરકારના જુલ્મોના આંખે દેખ્યા અહેવાલ દુનિયાભરના પત્રકારોએ આપ્યા. અંગ્રેજ રાજ્યના અમલદારોના અત્યાચારોના નગ્ન નાચનું તાદ્શ દ્રશ્ય એટલે ધરાસણાની ધીખતી ધરા. તે ભારતીય સ્વાતંત્ર્ય આંદોલનના એક અતિ ઉજ્જવળ અંકરૂપે પુરવાર થયેલુ છે. પ્રજાએ ગાધીજીને મહાત્માને બદલે મીઠા ચોરનો ઇલ્કાબ આપ્યો હતો.


સુરત: નવા એરપોર્ટ ટર્મિનલ ભવનનું PM મોદીએ ખાતમુહૂર્ત કર્યુ

 Related image
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું. એરપોર્ટના એક્સપાન્શન બાદ ટર્નિલના બિલ્ડિંગની મુસાફર ક્ષમતા પ્રતિ કલાક 1800ની થઈ જશે. આ ટર્મિનલ 2020 સુધી તૈયાર થઈ જશે. જે બાદ તેને ખુલ્લું મૂકવામાં આવશે.
હાલ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 850 ચોરસ મીટર છે. વિસ્તરણ બાદ આ વિસ્તાર વધીને 25500 ચોરસ મીટર થઈ જશે. સાથે જ એરપોર્ટ ખાતે વિમાનની પાર્કિંગ ક્ષમતા પણ વધી જશે. 
વિસ્તરણ બાદ અહીં એક સાથે 15 વિમાનો પાર્ક કરી શકાશે.સુરત ખાતે PM મોદીએ સભાને સંબોધી તે દરમિયાન જણાવ્યું હતું કે, આવનારો સમય સુરત શહેરનો છે. સુરત શહેરનો સમાવેશ વિશ્વના ટોપ શહેરમાં થશે. આગામી સમય સુરત તેમજ ભારતના શહેરોનો હશે. અત્યાર સુધી દેશના 17 એરપોર્ટ્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 'ઉડાન' યોજના અંતર્ગત 40 એરપોર્ટ જોડાયા છે. હવાઈ ચંપલ પહેરનારા લોકો પણ હવાઈ યાત્રા કરી શકશે. 
ભાજપ સરકારમાં 1 કરોડ 30 લાખ ઘર બનાવ્યા. 37 લાખ ઘરનું કામ થઈ રહ્યુ છે. જરૂરિયાતને મળેવા ઘર ગરીબોને સમૃદ્ધ કરશે. ભાજપ સરકાર સાથે સરખામણી કરતા UPAને 25 વર્ષ લાગશે. મધ્યમવર્ગને 6 લાખની બચત અમારી સરકારે આપી છે. પાણી, રસ્તા અને શિક્ષણ પર સરકાર કામ કરી રહી છે.
વડાપ્રધાને બાપુને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. બાપુએ સ્વચ્છતા, સ્વાવલંબન પર હંમેશા ભાર મૂક્યો. સરકારની ઈચ્છાશક્તિ હોય તો પરિવર્તન આવે. મધ્યમવર્ગને નસીબ પર છોડી દેવામાં આવતા હતા. અમારી સરકારે વ્યાજમાં રાહત આપી છે.
PM મોદી દાંડી પહોંચ્યા, 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ કર્યું
-    Image result for national-salt-satyagraha-memorial-opening-by-pm-modi-in-dandi

 -         -    ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા મૂકવામાં આવી

અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની રહી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલના રોજ ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા ઉપરના કરના કાયદાનો ભંગ કર્યો હતો. 

દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને આઝાદી મળી હતી.  દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ ઉપાડ્યું હતું.  આ ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ નમક સત્યાગ્રહ સ્મારકરૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે. દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14 વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે. 

નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે 41 સોલાર ટ્રી મૂકવામાં આવી છે. જેમાં દરરોજ 144 કિલોવોટ વીજળી ઉત્પન્ન થશે. જે આ સ્મારકમાં જરૂરી વીજપુરવઠો પૂરો પાડશે.

સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ મેકિંગ પેન મુકવામાં આવી છે. ત્યાં ખારું પાણી પણ ઉપલબ્ધ છે. ખારું પાણી જ્યારે પર્યટકો પેનમાં મુકશે ત્યારે તે પાણીનું પેનની અંદર લગાવાયેલ મશીન પાણીનું બાષ્પીભવન કરશે અને પેનમાં મીઠું રહી જશે.