બુધવાર, 30 જાન્યુઆરી, 2019


સુરત: નવા એરપોર્ટ ટર્મિનલ ભવનનું PM મોદીએ ખાતમુહૂર્ત કર્યુ

 Related image
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ખાતે એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કર્યું. એરપોર્ટના એક્સપાન્શન બાદ ટર્નિલના બિલ્ડિંગની મુસાફર ક્ષમતા પ્રતિ કલાક 1800ની થઈ જશે. આ ટર્મિનલ 2020 સુધી તૈયાર થઈ જશે. જે બાદ તેને ખુલ્લું મૂકવામાં આવશે.
હાલ ટર્મિનલ બિલ્ડિંગનો વિસ્તાર 850 ચોરસ મીટર છે. વિસ્તરણ બાદ આ વિસ્તાર વધીને 25500 ચોરસ મીટર થઈ જશે. સાથે જ એરપોર્ટ ખાતે વિમાનની પાર્કિંગ ક્ષમતા પણ વધી જશે. 
વિસ્તરણ બાદ અહીં એક સાથે 15 વિમાનો પાર્ક કરી શકાશે.સુરત ખાતે PM મોદીએ સભાને સંબોધી તે દરમિયાન જણાવ્યું હતું કે, આવનારો સમય સુરત શહેરનો છે. સુરત શહેરનો સમાવેશ વિશ્વના ટોપ શહેરમાં થશે. આગામી સમય સુરત તેમજ ભારતના શહેરોનો હશે. અત્યાર સુધી દેશના 17 એરપોર્ટ્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે. 'ઉડાન' યોજના અંતર્ગત 40 એરપોર્ટ જોડાયા છે. હવાઈ ચંપલ પહેરનારા લોકો પણ હવાઈ યાત્રા કરી શકશે. 
ભાજપ સરકારમાં 1 કરોડ 30 લાખ ઘર બનાવ્યા. 37 લાખ ઘરનું કામ થઈ રહ્યુ છે. જરૂરિયાતને મળેવા ઘર ગરીબોને સમૃદ્ધ કરશે. ભાજપ સરકાર સાથે સરખામણી કરતા UPAને 25 વર્ષ લાગશે. મધ્યમવર્ગને 6 લાખની બચત અમારી સરકારે આપી છે. પાણી, રસ્તા અને શિક્ષણ પર સરકાર કામ કરી રહી છે.
વડાપ્રધાને બાપુને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી. બાપુએ સ્વચ્છતા, સ્વાવલંબન પર હંમેશા ભાર મૂક્યો. સરકારની ઈચ્છાશક્તિ હોય તો પરિવર્તન આવે. મધ્યમવર્ગને નસીબ પર છોડી દેવામાં આવતા હતા. અમારી સરકારે વ્યાજમાં રાહત આપી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો