PM મોદી દાંડી પહોંચ્યા, 110 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ‘નમક સત્યાગ્રહ સ્મારક’નું લોકાર્પણ કર્યું
-
- - ગાંધીજી સાથેના 89 સત્યાગ્રહીઓની
પ્રતિમા મૂકવામાં આવી
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવામાં દાંડીકૂચ મહત્ત્વનું પરિબળ બની
રહી હતી. અમદાવાદ સાબરમતી આશ્રમથી 12મી
માર્ચે ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. 5મી એપ્રિલ 1930ના રોજ ગાંધીજી દાંડી પહોંચી 6ઠ્ઠી એપ્રિલના રોજ
ચપટી મીઠુ ઉપાડી અંગ્રેજોએ લાદેલા મીઠા ઉપરના કરના કાયદાનો ભંગ કર્યો હતો.
દાંડીકૂચ બાદ સત્યાગ્રહ આંદોલન શરૂ થતા આખરે 1947મા દેશને
આઝાદી મળી હતી. દાંડીમાં કુદરતી રીતે દરિયાના પાણીથી બનેલુ મીઠુ ગાંધીજીએ
ઉપાડ્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને વિશ્વફલક ઉપર વધુ સારી રીતે ઉજાગર કરવા જ ‘નમક સત્યાગ્રહ સ્મારક’ રૂ. 110 કરોડના ખર્ચે દાંડી ખાતે તૈયાર કરાયું છે. દાંડીયાત્રા 75 વર્ષની ઉજવણી વખતે 6 એપ્રિલ 2005માં તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે આ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. 14
વર્ષે પૂરા થયેલા આ પ્રોજેક્ટમાં દાંડીના દરિયા કિનારે ગાંધીજી
સાથેના 89 સત્યાગ્રહીઓની પ્રતિમા અહીં મૂકવામાં આવી છે.
નમક સત્યાગ્રહ સ્મારક સ્થળે 41 સોલાર
ટ્રી મૂકવામાં આવી છે. જેમાં દરરોજ 144 કિલોવોટ વીજળી
ઉત્પન્ન થશે. જે આ સ્મારકમાં જરૂરી વીજપુરવઠો પૂરો પાડશે.
સોલાર મેકિંગ બિલ્ડિંગમાં 14 સોલ્ટ
મેકિંગ પેન મુકવામાં આવી છે. ત્યાં ખારું પાણી પણ ઉપલબ્ધ છે. ખારું પાણી જ્યારે
પર્યટકો પેનમાં મુકશે ત્યારે તે પાણીનું પેનની અંદર લગાવાયેલ મશીન પાણીનું
બાષ્પીભવન કરશે અને પેનમાં મીઠું રહી જશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો