શુક્રવાર, 18 જાન્યુઆરી, 2019
પહેલવાન વિનેશ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ માટે નોમિનેટ થનાર
પહેલી ભારતીય મહિલા
ભારતીય મહિલા પહેલવાન વિનેશેએ 2018માં એશિયાઈ ખેલ અને ગોલ્ડ કોસ્ટ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ તેના નામે કર્યો હતો. હરિયાણાના ભિવાનીમાં રહેતી 24 વર્ષની વિનેશ 2016માં રિયો ઓલિંપિકના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં ઘાયલ થઈ હતી. ત્યારપછી તેણે ગયા વર્ષે તે શાનદાર રીતે પરત ફરી અને તેણે દેશને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.
અદાણી મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો હાઈબ્રીડ સોલાર પ્લાન્ટ
સ્થાપશે, 55 હજાર કરોડનું રોકાણ કરશે
ગ્લોબલ સમિટમાં અદાણીએ 55 હજાર
કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. જેમાં મુન્દ્રામાં વિશ્વનો સૌથી મોટો 1
ગીગાવોટનો હાઈબ્રીડ સોલાર પ્લાન્ટ સ્થાપવાનું જાહેર કર્યું હતું. આ
પહેલા ટોરેન્ટે 30 હજાર કરોડ, આદિત્ય
બિરલા ગ્રૂપે 15 હજાર કરોડ અને ટાટા ગ્રૂપે સોડા એશ
પ્લાન્ટમાં રોકાણ કરવાની જાહેરાત કરી હતી. નરેન્દ્ર
મોદી ગ્લોબલ સમિટનું 5 રાષ્ટ્રના
પ્રમુખ સહિત 125 મહાનુભાવોની હાજરીમાં ટૂંક સમયમાં ઉદ્ધાટન
કરશે. તેમાં અબજો રૂપિયાના રોકાણ અને લાખો બેરોજગારોને રોજગારી આપતા દાવા સાથે
એમઓયુ કરાશે.
ઈન્વેસ્ટ જાહેર
* આદિત્ય બિરલા
ગ્રૂપ ગુજરાતમાં આગામી 3 વર્ષમાં કેમિકલ, ખાણ અને ખનિજ, સિમેન્ટ અને
સોલર ઉર્જામાં 15 હજાર કરોડનું રોકાણ કરશે
* એક મેટ્રિક ટન
સોડા એસ પ્લાન્ટમાં રોકાણ કરશે તેમજ Li-ion બેટરીના પ્લાન્ટમાં ઈન્વેસ્ટમેન્ટ
કરશે
* ટોરેન્ટ ગ્રૂપ
રિન્યૂએબલ એનર્જી અને ગેસ વિતરણમાં 30 હજાર કરોડ રોકશે
* અદાણી મુન્દ્રામાં 1 ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ અને લખપતમાં સિમેન્ટ પ્લાન્ટમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે, ફોટોવોલ્ટેક અને લીથેઅમ બેટેરી પ્લાન્ટનું વિસ્તરણ કરશે
* અદાણી મુન્દ્રામાં 1 ગીગાવોટનો વિશ્વનો સૌથી મોટો હાઈબ્રિડ સોલાર પ્લાન્ટ અને લખપતમાં સિમેન્ટ પ્લાન્ટમાં 55 હજાર કરોડનું રોકાણ કરશે, ફોટોવોલ્ટેક અને લીથેઅમ બેટેરી પ્લાન્ટનું વિસ્તરણ કરશે
મેક ઈન ઈન્ડિયા, ફાર્મ ટુ ફેબ્રિક અને ખાદી સહિતના વિષયો ગ્લોબલ ટ્રેડ શોમાં મહત્વનું
આકર્ષણ
-ગાંધીનગરમાં આજથી ગ્લોબલ ટ્રેડ શોનો પ્રારંભ
થયો છે.
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્લોબલ ટ્રેડ
શોને ખુલ્લો મૂકી નાના તેમજ મધ્યમ કદના વેપારીઓ માટે વેપારનો પ્લેટફોર્મ પૂરો
પાડ્યો છે. આ સાથે મેક ઈન ઈન્ડિયા, ફાર્મ ટુ ફેબ્રિક અને ખાદી સહિતના
વિષયો ગ્લોબલ ટ્રેડ શોમાં મહત્વનું આકર્ષણ બની રહેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર
મોદી આજથી ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર વાયુસેનાના વિશેષ
વિમાનમાં પહોંચ્યા હતા. ત્યાંથી તેઓ ગાંધીનગર જવા માટે રવાના થયા હતા.જ્યાં તેમણે
ગુજરાત વાયબ્રન્ટ સમિટ-2019 અંતર્ગત યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોને
ખુલ્લો મૂક્યો હતો.
આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ
મુખ્યમંત્રી નિતીન પટેલ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા. ગ્લોબલ ટ્રેડ શોનું
ઉદ્ધઘાટન કર્યા બાદ પીએમએ જુદા-જુદા પેવેલિયનની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે
ગાંધીજીના ચરખા સહિત જુદી-જુદી થીમ નિહાળી હતી.
મેક ઈન ઈન્ડિયાના થીમ
યોજાયેલા ગ્લોબલ ટ્રેડ શોમાં 16 જેટલા દેશો પાર્ટનર કંટ્રી છે. આ સાથે
ટ્રેડ શોમાં કેનેડા, ફ્રાન્સ, પોલેન્ડ, નેધરલેન્ડ
સહિતના દેશોના પેવેલિયન પણ ઉભા કરવામાં આવ્યા છે. 2 લાખ ચોરસમીટર વિસ્તારમાં ફેલાયેલો
દેશના સૌથી મોટા ટ્રેડ શોમાં શોમાં 1200 સ્ટોલ્સ ઉભા કરાયા છે. પ્રથમવાર
યોજાનાર બાયર-સેલર્સ મીટમાં દેશ-વિદેશના 1500 બાયર- સેલર ભાગ લઇ રહ્યા છે. જેમની
વચ્ચે 10,000 જેટલી બેઠકો યોજાશે. જેમાં 2,000
કરોડથી વધુનો વ્યાપાર
થવાની શક્યતા છે.
1.5 મિલિયનથી વધુ
લોકો આ ગ્લોબલ ટ્રેડ શોની મુલાકાત લે તેવી શક્યતા સેવાઈ રહી છે. મહત્વનું છે કે, 20 જાન્યુઆરી બાદ
સામાન્ય નાગરિકો માટે ગ્લોબલ ટ્રેડ શો ખુલ્લો મૂકવામાં આવશે...મહત્વનું છે કે, ગ્લોબલ ટ્રેડ
શોમાં મેક ઈન ઈન્ડ઼િયા થીમને કેન્દ્ર સ્થાનમાં રાખવામાં આવ્યું છે. જેના લીધે નાના
અને મધ્યમ કદના ઉધોગકારોને ઘણો જ ફાયદો થશે.
પ્રધાનમંત્રીએ
વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પ્રતિમાનું અનાવરણ કર્યું
અમદાવાદને અદ્યતન હોસ્પિટલની ભેટ
આપ્યા બાદ પ્રધાનમંત્રી મોદીએ વૈજ્ઞાનિક વિક્રમ સારાભાઈની પ્રતિમાનું પણ અનાવરણ
કર્યું હતું.
ભારતના સ્પેસ કાર્યક્રમના પિતામહ ગણાતા વિક્રમ
સારાભાઈની પ્રતિમા રિવરફ્ર્ન્ટ ખાતે સ્થાપિત કરવામાં આવી છે. આ અનાવરણ પ્રસંગે
વિક્રમ સારાભાઈના દીકરી મલ્લિકા સારાભાઈ સહિત પરીવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.
સરદાર વલ્લભભાઈ
પટેલ હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું
- 750 કરોડના ખર્ચે બનેલી સુપર મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા ધરાવતી આ
સરકારી હોસ્પિટલ પ્રજાની આરોગ્યની સુખાકારીમાં વધારો કરશે.
-
રાજ્યના ગરીબ તેમજ મધ્યમવર્ગના
દર્દીઓને ખાનગી હોસ્પિટલ કરતાં પણ ઉચ્ચકક્ષાની અત્યાધુનિક સારવાર મળશે.
વીએસ હોસ્પિટલનું નવું
સ્વરૂપ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
લોકાર્પણ કર્યું હતું.
750 કરોડના ખર્ચે બનેલી સુપર
મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા ધરાવતી આ સરકારી હોસ્પિટલ પ્રજાની આરોગ્યની સુખાકારીમાં
વધારો કરશે. રાજ્યના ગરીબ તેમજ મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ કરતાં પણ
ઉચ્ચકક્ષાની અત્યાધુનિક સારવાર મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં
આંતરરાષ્ટ્રીય મેડીકલ સુવિધા ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ
કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અમદાવાદ શહેરના મેયર તેમજ
શહેર કમિશનર વિજય નહેરા પણ હાજર રહ્યા હતા.
રાજ્યની સૌ પ્રથમ પેપર લેસ સરકારી
હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ સમગ્ર હોસ્પિટલની મુલાકાત લીધી
હતી...અમદાવાદ શહેરના કમિશનર વિજય નહેરાએ સમગ્ર હોસ્પિટલ અંગેની માહિતી પીએમ
મોદીને આપી હતી.
સાબરમતી નદી કિનારે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી હોસ્પિટલમાં
આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ મળશે. લગભગ એક લાખ 10 હજાર ચોરસ
મીટર વિસ્તારમાં આકાર પામેલી આ હોસ્પિટલ એકમાત્ર એર એમ્બુલન્સની સુવિધા ધરાવતી
સરકારી હોસ્પિટલ છે.
હોસ્પિટલની ખાસિયત પર એક નજર કરીએ તો : રાજ્ય સરકાર અને
એએમસીના સંયુક્ત સાહસથી રૂપિયા 750 કરોડના ખર્ચે 17 માળની
ગગનચુંબી હોસ્પિટલનું નિર્માણ થયું છે. 1500 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં આધુનિક
ઓપીડી વિભાગ સાથે 1300 જેટલા બેડ જનરલ વોર્ડની સુવિધા અપાઈ
છે. હોસ્પિટલમાં 32 જેટલા ઓપરેશન થિયેટર કાર્યરત હશે. તો
અહીં સારવાર માટે આવતા દર્દીઓને તેમનો મેડિકલ રેકોર્ડ નંબર પણ મળશે. વર્લ્ડ ક્લાસ
સ્વાસ્થ્ય સેવાઓ સાથે આ હોસ્પિટલ સંપૂર્ણ ડીજીટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ
અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ આપી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)