શુક્રવાર, 18 જાન્યુઆરી, 2019

સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું


-     750 કરોડના ખર્ચે બનેલી સુપર મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા ધરાવતી આ સરકારી હોસ્પિટલ પ્રજાની આરોગ્યની સુખાકારીમાં વધારો કરશે.
-     રાજ્યના ગરીબ તેમજ મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ કરતાં પણ ઉચ્ચકક્ષાની અત્યાધુનિક સારવાર મળશે.
વીએસ હોસ્પિટલનું નવું સ્વરૂપ એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું હતું.
750 કરોડના ખર્ચે બનેલી સુપર મલ્ટીસ્પેશિયાલિટી સુવિધા ધરાવતી આ સરકારી હોસ્પિટલ પ્રજાની આરોગ્યની સુખાકારીમાં વધારો કરશે. રાજ્યના ગરીબ તેમજ મધ્યમવર્ગના દર્દીઓને ખાનગી હોસ્પિટલ કરતાં પણ ઉચ્ચકક્ષાની અત્યાધુનિક સારવાર મળશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય મેડીકલ સુવિધા ધરાવતી સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અમદાવાદ શહેરના મેયર તેમજ શહેર કમિશનર વિજય નહેરા પણ હાજર રહ્યા હતા.
રાજ્યની સૌ પ્રથમ પેપર લેસ સરકારી હોસ્પિટલનું લોકાર્પણ કર્યા બાદ પીએમ મોદીએ સમગ્ર હોસ્પિટલની મુલાકાત લીધી હતી...અમદાવાદ શહેરના કમિશનર વિજય નહેરાએ સમગ્ર હોસ્પિટલ અંગેની માહિતી પીએમ મોદીને આપી હતી.
સાબરમતી નદી કિનારે આવેલી સરદાર વલ્લભભાઈ પટેલ મલ્ટી હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્તરની ગુણવત્તાયુક્ત સ્વાસ્થ્ય સેવાઓ મળશે. લગભગ એક લાખ 10 હજાર ચોરસ મીટર વિસ્તારમાં આકાર પામેલી આ હોસ્પિટલ એકમાત્ર એર એમ્બુલન્સની સુવિધા ધરાવતી સરકારી હોસ્પિટલ છે.
હોસ્પિટલની ખાસિયત પર એક નજર કરીએ તો : રાજ્ય સરકાર અને એએમસીના સંયુક્ત સાહસથી રૂપિયા 750 કરોડના ખર્ચે 17 માળની ગગનચુંબી હોસ્પિટલનું નિર્માણ થયું છે. 1500 બેડ ધરાવતી આ હોસ્પિટલમાં આધુનિક ઓપીડી વિભાગ સાથે 1300 જેટલા બેડ જનરલ વોર્ડની સુવિધા અપાઈ છે. હોસ્પિટલમાં 32 જેટલા ઓપરેશન થિયેટર કાર્યરત હશે. તો અહીં સારવાર માટે આવતા દર્દીઓને તેમનો મેડિકલ રેકોર્ડ નંબર પણ મળશે. વર્લ્ડ ક્લાસ સ્વાસ્થ્ય સેવાઓ સાથે આ હોસ્પિટલ સંપૂર્ણ ડીજીટલ હશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ સહિત રાજ્યના નાગરિકોને આરોગ્ય ક્ષેત્રે મોટી ભેટ આપી છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો