ભારતના મહાન નેત્ર ચિકિત્સક ડોક્ટર ગોવિંદપ્પા વેન્કટસ્વામીનો
આજે 100મો જન્મદિન
ડોક્ટર
ગોવિંદપ્પા વેન્કટસ્વામી ભારતના એક મહાન નેત્ર ચિકિત્સક હતા. તેમનો જન્મ 1 ઓક્ટોબર 1918એ થયો હતો અને
87 વર્ષની ઉંમરમાં 7 જુલાઈ 2006એ તેમનું નિધન થયુ હતુ.
ઘણા ગરીબ પરિવારમાંથી આવતા ગોવિંદપ્પા
વેન્કટસ્વામીએ એક એવા નેત્ર હોસ્પિટલનું સપનુ જોયુ, જેમાં ગરીબોને ઘણી ઓછી કિંમત પર
દાક્તરી સુવિધાઓ ઉપલબ્ધ થાય. તેમણે પોતાના આ સપનાને પૂરુ પણ કર્યુ.
- ડોક્ટર
ગોવિંદપ્પા વેન્કટસ્વામી ગરીબ પરિવારમાંથી આવતા હતા પરંતુ તેમણે હાર્વર્ડ
યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો કેમ કે તેમના એક અમીર અંકલે તેમના ભણવાનો ખર્ચ
આપ્યો હતો.
- ભણતર બાદ
તેમણે ઈન્ડિયન આર્મીનો મેડીકલ કોર્સ જોઈન કર્યો જ્યાં તેમણે યુદ્ધમાં ઈજાગ્રસ્ત
સૈનિકોનો ઈલાજ કર્યો.
- તેમણે ગરીબો
માટે એવી આંખોનું હોસ્પિટલ ખોલવાનું સપનુ જોયુ હતુ જેમાં ઘણા ઓછા પૈસામાં ગરીબોની
સારવાર થાય. જે બાદ તેમણે અરવિંદ આઈ કેર સેન્ટરની સ્થાપના કરી.
- હોસ્પિટલ માટે
તેમને બેન્કે લોન આપવાની મનાઈ કરી દીધી હતી. ત્યારે તેમણે પૈસાની સગવડ કરવા માટે
પોતાનું ઘર ગીરવી મૂક્યુ હતુ.
- ડોક્ટર
ગોવિંદપ્પાને પોતાનું આઈ કેર સેન્ટર ખોલવાની પ્રેરણા મેકડોનાલ્ડની એસેમ્બલી લાઈન
ઓપરેશનમાં મળી હતી.
- ડોક્ટર
ગોવિંદપ્પા વેન્કટસ્વામીએ 56 વર્ષની ઉંમરમાં 1976માં મદુરાઈમાં
અરવિંદ આઈ હોસ્પિટલ ખોલ્યુ હતુ. તેઓ આજીવન લગ્ન ન કર્યા અને પોતાના ભાઈની સાથે
રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો