ISRO
સફળતાની શતક: ISROએ લોન્ચ કર્યો 100મો ઉપગ્રહ
આજે ભારત અંતરિક્ષમાં પોતાની શતક પૂરુ કરવા જઈ રહ્યું છે.
આજે ઈસરો PSLVમાં 31 ઉપગ્રહોનું લોન્ચિંગ કરશે. આ લોન્ચિંગ સવારે 9.28 મિનીટે થશે. પરંતુ ભારતની આ ઉપલબ્ધિ
પહેલા પાડોશી દેશ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે.
સિંગલ મિશનમાં ઇસરોના ૧૦૦મા
ઉપગ્રહને લોન્ચ કરવાનું ૨૮ કલાકનું કાઉન્ટ ડાઉન ગુરુવારે જ શરૂ થયું હતું. ઇસરોનું
આ ૪૨મું મિશન છે. જેમાં ઇસરોના સૌથી ભરોંસાપાત્ર રોકેટ પીએસએલવી-સી૪૦ પર સવાર થઇ
ઇસરોનો ૧૦૦મો ઉપગ્રહ કાર્ટોસેટ-ટુ અને અન્ય ૩૦ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સ્થાપિત થવા
રવાના થશે. રોકેટનું લોન્ચિંગ આજે સવારે 9.28 કલાકે કરાશે.