વડોદરા પોલીસનો નિર્ભય સવારી પ્રોજેક્ટ
શહેરમાં
ફરતી અંદાજે ૧૫ હજાર ઓટો રીક્ષાઓ માટે નિર્ભય સવારી નામનો પ્રોજેકટ પોલીસ
ડિપાર્ટમેન્ટ દ્વારા શરૃ કરવામાં આવ્યો છે. જેમાં તમામ રીક્ષાઓ પર ઇલેકટ્રોનિક ચીપ
લગાડવામાં આવશે તે રીક્ષાનું લોકેશન જાણી શકાય. જેની કામગીરી શરૃ કરી દેવામાં આવી
છે.
આ અંગેની વિગત એવી છે કે શહેરમાં મુસાફરોની અવરજવર કરતી ઓટો રીક્ષામાં કેટલાક
ચોરી, લૂંટ અને અપહરણ જેવાગુનાઓ બને છે. મુસાફર આ અંગે તુરત પોલીસ ફરિયાદ કરે તો
પણ તે રીક્ષા સોધવામં તકલીફ પડે છે. આથી શહેરમાં ફરતી તમામ રીક્ષાઓના ડેપા આરટીઓ
કચેરીમાંથી પોલીસ દ્વારા મેળવવામાં આવી રહ્યાં છે.
''નિર્ભય
સવારી '' નામના પ્રોજેકટ હેઠળ શહેરની તમામ રીક્ષાઓમાં
ઈલેકટ્રોનીક ચીપ ફીટ કરવામાં આવશે. જેમાં રીક્ષાની તમામ વિગતો હશે. શહેરમાં વડોદરા
આર.ટી.ઓ. કચેરીમાં રજીસ્ટર્ડ થયેલી ૧૫ હજાર રીક્ષાઓ છે. તેના માલિકના નામ સરનામા
સહિતની વિગતોનો ડેટા મેળવવામાં આવી રહ્યાં છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો