સોમવાર, 8 જુલાઈ, 2019


બ્રહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું થયું સફળતાપૂર્વક પરીક્ષણ


500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે બ્રહ્મોસ સુપરસોનિક.

ભારતે બ્રહ્મોસ સુપરસોનિકની વર્ટિકલ સ્ટીપ ડાયવર્ઝનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે, જે દુનિયાની પરંપરાગત યુદ્ધ શૈલીને સંપૂર્ણપણે બદલી નાખશે. ડીડી ન્યુઝના પત્રકાર રૂદ્રનાથ સન્યાલ સાથે ખાસ વાતચીતમાં બ્રહ્મોસ એરોસ્પેસના સીઇઓ ડો સુધીર મિશ્રાએ જણાવ્યું હતું કે ભારતમાં અને ભારત દ્વારા બનેલી આ બ્રહ્મોસ મિસાઈલ લાંબા અંતર લક્ષ્યને ભેદવામાં નિપુર્ણ છે. 500 કિલોમીટર સુધીના વિસ્તારમાં કોઈપણ લક્ષ્યને ભેદી શકવાની ક્ષમતા ધરાવે છે. આ મિસાઈલને સુખોઈ -30 ફાઇટર જેટની મદદથી છોડી શકાય છે.
 


પોખરણમાં એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું સફળ પરીક્ષણ થયું

- પોખરણમાં ત્રણ વાર સફળ પ્રયોગ કરાયો

- નાગ ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક મિસાઇલ છે

સંપૂર્ણપણે સ્વદેશી એવા એન્ટી ટેન્ક મિસાઇલ નાગનું રવિવારે સફળ પરીક્ષણ કરાયું હતું. આ મિસાઇલ ત્રીજી પેઢીના એન્ટી ટેન્ક મિસાઇલ છે.
રવિવારે પોખરણની ફાયરિંગ રેંજમા આ મિસાઇલનું દિવસે તેમજ રાત્રે સફળતાથી પરીક્ષણ થયું હતું. 
આ મિસાઇલથી આપણા સંરક્ષણ ખાતાને સુદ્રઢ થવા મળ્યું છે. આ મિસાઇલ પૂર્ણપણે સ્વદેશી ટેક્નોલોજી દ્વારા બનાવવામાં આવ્યાં છે એેવું સંરક્ષણ ખાતાના પ્રવક્તાએ કહ્યું હતું.


ચંદ્રયાન-2 ને અંતરીક્ષમાં મોકલવા ઇસરો તૈયાર
- ઇસરોના સાતમા કોન્વોકેશનમાં ડૉક્ટર કે સિવને જાહેર કર્યું
- રવિવારે લોંચિંગ પેડ પર લઇ ગયા
ચંદ્રયાન ટુને અંતરીક્ષમાં મોકલવા ઇસરો તૈયાર હોવાની ઔપચારિક જાહેરાત ડૉક્ટર કે સિવને કરી હતી. ઇસરોના સાતમા પદવીદાન સમારોહમાં ડૉક્ટર સિવન બોલી રહ્યા હતા.
તેમણે શનિવારે કરેલી જાહેરાત મુજબ આ ચંદ્રયાન ટુને રવિવારે લોંચિંગ પેડમાં લઇ જવાયું હતું. જિયો-સિંક્રોનસ લોંચ વેહિકલ (જીએસએલવી) દ્વારા એેને અંતરીક્ષમાં મોકલવાની તૈયારી થઇ ચૂકી છે એમ ડૉક્ટર સિવને કહ્યું હતું. તેમણે કહ્યું કે 15મી જુલાઇએ લોંચ કરાશે. એની સફળતાની અપેક્ષા ઉપરાંત કદાચ જરૂર પડે તો વૈકલ્પિકવ્યવસ્થા પણ કરી લેવામાં આવી છે. આ ઓપ્શનલ તૈયારીનું પરીક્ષણ 13મી જુલાઇએ કરવાની અમારી યોજના છે. આ ચંદ્રયાન ટુ દ્વારા આપણે ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પર જવાની યોજના બનાવી છે. અત્યાર અગાઉ ચંદ્ર પરના દક્ષિણ ધ્રુવ પર દુનિયાનો કોઇ દેશ પહોંચ્યો નથી.
ડૉક્ટર સિવને કહ્યું કે ચંદ્રયાન ટુનું રોવર ચંદ્ર પર ક્યારે ક્યાં જશે એની તમામ ટેક્નિક કાનપુરના આઇઆઇટી વિભાગે તૈયાર કરી હતી. તદનુસાર એનો પ્રોગ્રામ તૈયાર કરવામાં આવ્યો હતો. કાનપુરના ઇલેક્ટ્રીક એંજિનિયરીંગ વિભાગના સિનિયર પ્રોફેસર કે એ વેંક્ટેશ અને મિકેનિકલ એંજિનિયરીંગ વિભાગના સિનિયર પ્રોફેસર આશિષ દત્તાએ આખી ય વિગતો તૈયાર કરી છે અને એની પૂરેપૂરી ચકાસણી પર કરવામાં આવી હતી.