સ્વાતંત્રતા દિવસની ઉજવણી પર
ત્રિરંગા સાથેની તમારી સેલ્ફી રિ-ટ્વિટ કરશે સરકાર...
આ સ્વતંત્રતાના દિવસે જો
તમે ત્રિરંગા સાથે પોતાની સેલ્ફી પોસ્ટ કરી રહ્યા છો તો તે પોસ્ટને સરકારના ટ્વિટર
હેન્ડલ દ્વારા રી-ટ્વિટ કરવામાં આવશે.
નરેન્દ્ર મોદી સરકાર દેશના 70માં
સ્વાતંત્રતા દિવસને યાદગાર બનાવવાની તૈયારી કરી રહી છે. ઇન્ફર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ મિનિસ્ટર એમ વેંકૈયા નાયડૂના સૂચન પર તમામ
મિનિસ્ટ્રીને પત્ર લખીને સ્વાતંત્રતા દિવસના અવસરને ખાસ બનાવવા માટે કહ્યુ છે.
અધિકારીએ જણાવ્યુ કે આ વર્ષની થીમ કંઇક અલગ હશે.
અધિકારીએ કહ્યુ કે વડાપ્રધાને ન્યૂ
ઇન્ડિયાના કૉન્સેપ્ટ પર ભાર મૂક્યો છે. સરકારના અભિયાન પણ આધારિત હશે.
લોકોને સોશિયલ મીડિયા પર ત્રિરંગા
સાથે પોતાની સેલ્ફી પોસ્ટ કરવા માટે આમંત્રિત કરવામાં આવશે. ત્યારબાદ સરકારના
હેન્ડલર આ સેલ્ફીને રી-ટ્વિટ કરવાની સાથે જ તેને લાઇક પણ કરશે.
સરકાર સ્વાતંત્રતાના વિવિધ પાસાઓને
લઇને સોશિયલ મીડિયા પર ટ્વિટર પોલ અને ક્વિઝનું આયોજન કરશે.
લાલ કિલ્લા પર 15 ઑગષ્ટે
યોજાનારા મુખ્ય કાર્યક્રમની સાથે જ રાજધાનીમાં માનસિંહ રોડથી જનપથ વચ્ચે રાજપથ
લૉનમાં 12 થી 8 ઑગષ્ટ સુધી
કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. આ
કાર્યક્રમને કોઓર્ડિનેટ કરી રહેલા ટૂરિઝ્મ મિનિસ્ટ્રીએ જણાવ્યું કે રાજપથે
યોજાનારા કાર્યક્રમ પ્રત્યેક દિવસ નવ કલાક સુધી યોજાશે. જેના દ્વારા દેશભક્તિ અને
દેશની સાંસ્કૃતિક વિવિધતાઓનો પણ પ્રચાર કરવામાં આવશે.
રાજપથ લૉનમાં પાંચ મુખ્ય એરિયા
બનાવવામાં આવશે. આ એરિયા સાંસ્કૃતિક અને સંગીત, રાજ્યોના થીમ પેવેલિયન, ફૂડ કોર્ટ, હેન્ડી ક્રાફ્ટ અને ઇન્ટરએક્ટિવિટી
માટેની સુવિધાઓ સાથે તૈયાર કરવામાં આવશે. રાજપથ પર સાઉથ લૉનમાં એક સેન્ટ્રલ એરિયા
સાંસ્કૃતિક કાર્યક્રમ માટે તૈયાર કરવામાં આવશે. એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે આ કાર્યક્રમનો હેતુ લોકોને દેશ માટે ગર્વનો
અનુભવ કરાવવા અને એ વાત યાદ કરાવવા માટે કે આઝાદી બાદ કેટલાય નકારાત્મક પાસાઓ છતા
દેશે કેવી રીતે વિકાસ કર્યો છે.