શુક્રવાર, 14 જુલાઈ, 2017

CCEA એ મંજુર કર્યો "SASEC રોડ જોડાણ અને રોકાણ" માટેનો કાર્યક્ર્મ...

GIVE ONLINE TEST FOR PRACTISE.......         DOWNLOAD ANDROID APP......



આર્થિક બાબતો અંગેના કેબિનેટ કમિટીએ મણિપુરમાં NH-396 ના 65 કિ.મી. ઈમ્ફાલ-મોરહ વિભાગના સુધારા અને વિસ્તરણ માટેની મંજૂરી આપી છે. ઈમ્ફાલ-મોરહ વિભાગ થાઇલેન્ડ અને મલેશિયા સુધીના માર્ગને જોડવાનું માટેની એક મહત્વપૂર્ણ કડી છે. આ પ્રદેશમાં વેપાર, વાણિજ્ય અને પ્રવાસનને પ્રોત્સાહન આપશે.

દક્ષિણ એશિયન સબ-પ્રાદેશિક આર્થિક સહકાર (SASEC) રોડ કનેક્ટીવીટી ઇન્વેસ્ટમેંટ પ્રોગ્રામ હેઠળ એશિયન ડેવલપમેન્ટ બેન્ક (ADB) લોન સહાય સાથે આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યો છે.આ કાર્યક્ર્મ નો હેતુ બાંગ્લાદેશ, ભૂટાન, નેપાળ અને ભારતના પ્રાદેશિક રસ્તાઓને જોડવાનો અને સુધારવનો છે. આ યોજના Asian Highway No. 01  નો પણ ભાગ છે. તે ભારતની "લૂક ઈસ્ટ" નીતિને પરિપૂર્ણ કરશે અને પૂર્વના ભારતના ગેટવે તરીકે કાર્ય કરશે.

આમ, તે દક્ષિણ પૂર્વ એશિયા સાથે વેપાર સંબંધને પ્રોત્સાહન આપશે અને વધારશે. આ પ્રોજેક્ટ મણિપુરના પૂર્વીય ભાગ સાથે ઇમ્ફાલ વચ્ચેની કનેક્ટીવીટીને વધુ સારી બનાવશે, જે એક ભૂમિગત રાજ્ય છે.

South Asian Sub-Regional Economic Cooperation  - SASEC

Asian Development Bank’s - ADB

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો