Wednesday, 8 August 2018ભારતીય ક્રિકેટર દિલીપ સરદેસાઈનો જન્મ 1940 માં થયો હતો


દિલીપ નારાયણ સરદેસાઈ (8 ઓગસ્ટ, 1940, મડગાઓ, ગોવા - 2 જુલાઈ 2007, મુંબઈ) એ ભારતીય ટેસ્ટ ક્રિકેટર હતા. તે ભારત માટે રમનાર એકમાત્ર ગોવામાં જન્મેલ ક્રિકેટર હતા, અને સ્પિન બૉલિંગ સામે ભારતનો શ્રેષ્ઠ બેટ્સમેન બન્યો હતો.
સરદેસાઈ એ ઇન્ટર-યુનિવર્સિટી રોહિન્ન્ટન બારિયા ટ્રોફી 1959-60 મેળવીને  ક્રિકેટમાં પોતાનું પહેલી સિદ્ધિ મેળવી તી. તેમણે 87 ની સરેરાશથી 435 રન કર્યા હતા. તેમણે પૂણેમાં પાકિસ્તાનની ટીમની સામે ભારતીય યુનિવર્સિટીઓ માટે પ્રથમ કક્ષાનો પ્રવેશ કર્યો હતો.


સુરતમાં તૈયાર થઇ k-9 વજ્ર ટેન્ક, ટેસ્ટીંગ માટે આર્મીને રવાના કરાઇ


-એક ટેન્ક ટેસ્ટીંગ-મોડીફીકેશન ગાઇડન્સ માટે આર્મીને રવાના કરાઇ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અતિ મહત્વાકાંક્ષી યોજના 'મેક ઇન ઇન્ડિયા'ને પ્રોત્સાહન આપતી આર્મી માટેની ટેન્ક સુરત એલ. એન્ડ ટી. પ્લાન્ટમાં તૈયાર થશે.
હાલ આ કે-૯ વજ્ર ટેન્ક ટેસ્ટિંગ માટે આર્મીમે મોકલવામાં આવી છે. સોશિયલ મીડિયા પર આ ટેન્કની તસવીરો ખૂબ જ વાયરલ પણ થઇ રહી છે. સુરત શહેર માટે ગર્વની વાત છે ડિફેન્સની સૌથી મોટી ડીલ તે પણ મેક ઇન ઇન્ડિયા હેઠળ સુરતના હજીરા ખાતે આવેલા એલ. એન્ડ ટી. પ્લાન્ટમાં તૈયાર થશે. કંપની આવી ૧૦૦ ટેન્ક બનાવીને આર્મીને સુપ્રત કરશે.તમિલ રાજકારણના સુપર સ્ટાર કરૃણાનિધિનું ૯૪ વર્ષે અવસાન- દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ તરીકે 50 વર્ષ સેવા આપનારા કરુણાનિધિએ સાંજે 6:10 વાગ્યે અંતિમ શ્વાસ લીધો હતો.

- દિલ્હી અને તમામ રાજ્યોની રાજધાનીમાં આજે રાષ્ટ્રધ્વજ અડધી કાંઠીએ ફરકાવવા આદેશ

તમિલનાડુના પાંચ વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મુથુવેલ કરુણાનિધિનું ૯૪ વર્ષની વયે ચેન્નાઈની કાવેરી હોસ્પિટલમાં સાંજે ૬:૧૦ વાગ્યે અવસાન થયું હતું. કરુણાનિધિ ૧૯૫૭થી જુદા જુદા મત વિસ્તારમાં ૧૩ વાર વિધાનસભામાં ચૂંટાયા હતા. આ એક પણ ચૂંટણીમાં તેઓ હાર્યા ન હતા, જે તેમની જબરદસ્ત લોકપ્રિયતાની સાબિતી છે.


કરુણાનિધિ ૫૦ વર્ષ સુધી દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ રહ્યા હતા.


કાવેરી હોસ્પિટલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ. અરવિંદન સેલવારાજે કરુણાનિધિના મૃત્યુની જાહેરાત કરી હતી.