Tuesday, 22 May 2018

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું- બ્રહ્મોસની મદદથી ધરતી, આકાશ, સમૃદ્રમાં હુમલો કરવા સૈન્ય સક્ષમ

ભારતે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હોવાની જાહેરાત સંરક્ષણ મંત્રીએ કરી હતી. રશિયાની મદદથી બનેલી આ સ્વદેશી સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ૮૦૦ કિલોમીટર સુધી પ્રહાર કરવા સક્ષમ બની ગઈ છે.

ઓડિશા પરીક્ષણ રેન્જથી ડીફેન્સ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) અને બ્રહ્મોસની ટીમે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. અત્યાર સુધી ભારત પાસે બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલ ઉપલબ્ધ હતી, તેની આવરદા ૧૦ વર્ષ હતી અને તેની રેન્જ ૪૦૦ કિલોમીટર હતી. નવું સંશોધન કરીને સ્વદેશી ટેકનિકથી બનેલી આ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની પ્રહાર ક્ષમતા ૮૦૦ કિલોમીટર સુધીની થઈ ગઈ છે અને તેનું આયુષ્ય પણ વધીને ૧૫ વર્ષ થયું છે. એટલે કે હવે આ મિસાઈલ ૧૫ વર્ષ સુધી કાર્યરત રહેશે.

સંરક્ષણ મંત્રી નિર્મળા સિતારમણે ટ્વીટ કરીને ડીઆરડીઓ અને બ્રહ્મોસની ટીમને અભિનંદન આપવાની સાથે સાથે આ સફળ પરીક્ષણની જાહેરાત કરી હતી. રશિયાની મદદથી ચાલતા બ્રહ્મોસ પ્રોજેક્ટમાં ભારતના વિજ્ઞાનિકોએ ૭૫ ટકા સ્વદેશી ટેકનિકનો ઉપયોગ કર્યો છે અને એ સ્વદેશી ટેકનિકના કારણે જ બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલની ક્ષમતા બમણી કરવામાં સફળતા મળી છે. બ્રહ્મોસ મિસાઈલની કાર્યક્ષમતા વધી હોવાથી બજેટની બચત પણ થશે એવું એક ટ્વીટમાં સંરક્ષણ મંત્રીએ કહ્યું હતું.


બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલથી ધરતી, આકાશ અને સમૃદ્રમાં હુમલો કરી શકવા સૈન્ય સક્ષમ બન્યું છે. ભારતીય સૈન્ય આમ તો પ્રથમ શ્રેણીની બ્રહ્મોસ મિસાઈલનો ઉપયોગ છેક ૨૦૦૭થી કરે છે. એમાં નવા નવા સુધારા કરીને હવે ૮૦૦ કિલોમીટર સુધીની ક્ષમતા વિકસાવવામાં ડીઆરડીઓને સફળતા મળી છે.

વિશ્વ મધમાખી દિવસ- 21st May

Image result for world honey bee day india

- નવસારી કૃષિ યુનિવર્સિટીમાં
- વિશ્વ મધમાખી દિવસની ઉજવણી અંતર્ગત ૧૨૦ ખેડૂતોએ ભાગ લીધો : પ્રત્યક્ષ નિદર્શન કરાયું

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મધમાખીને બચાવવાની જાણકારી તથા તેની વ્યવસાયિક તાલીમ માટે ૧૨૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયાની અધ્યક્ષતામાં અને આંધ્રપ્રદેશના પૂર્વ ગવર્નર કૌમુદીનીબેનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો મધમાખીના વ્યવસાયમાં રસ લેતા થાય તે માટે મધપુડાની પેટીને કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી અને મધમાખીનો વ્યવસાયિક ઉછેર કઇ રીતે કરી શકાય તે માટે ટેકનીકલ જાણકારી અપાઇ હતી.


જેવી કે નર, રાણી તથા શ્રમિક મધમાખી ઓળખ, તેમનું જીવનચક્ર તેમાંથી મળતી વિવિધ આડપેદાશો માટે પ્રત્યક્ષ નિદર્શન તથા માહિતી અસ્મિતાબેન અશોકભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી. મધમાખીની વર્ષોથી સફલ રીતે વ્યાપારિક ધોરણે ઉછેર કરનારા ખેડૂતોનું સન્માન કરાયું હતું.

સતી પ્રથાને નાબૂદ કરનારા રાજા રામમોહન રાયનો આજે 246મો જન્મદિન
Image result for raja ram mohan roy

- ગુગલે ડૂડલ બનાવી રાજા રામમોહન રાયને યાદ કર્યા
- તેઓ વ્યવસાયે પત્રકાર હતા

ભારતીય ઈતિહાસમાં સામાજિક બદીઓનો ઈતિહાસ ઘણો પ્રાચીન છે.
Google Doodle Remembers Raja Ram Mohan Roy, The 'Maker Of Modern India'

બાળવિવાહ, વિધવા સ્ત્રી સાથે થનાર કુપ્રથાથી લઈને સતી પ્રથાની કુરીતિઓ ભારતીય સમાજનો અભિન્ન અંગ રહ્યા છે.

જે સમયે સમાજ આ તમામ રિતી-રિવાજ નિભાવવામાં આવી રહ્યા હતા. તે સમયે તેના વિરુદ્ધ બોલવુ તો શું કોઈની પાસે સલાહ લેવી પણ પાપ સમાન માનવામાં આવતુ હતુ.

એવા સમયે લોકોના વિચારને સુધારવા અને આ પ્રથાઓને ખતમ કરવા માટે સમાજ સુધારક રાજા રામમોહન રાયે વિરોધ કર્યો.

આજે રાજા રામ મોહન રાયનો 246મો જન્મદિન છે. તેમના જન્મદિવસ પર ગુગલે ડૂડલ બનાવ્યુ છે.

રાજા રામમોહન રાય આધુનિક ભારતના નિર્માતા, આધુનિક ભારતના જનક, બંગાળ પુર્નજાગરણના પ્રણેતા અને ભારતીય પત્રકારત્વના પાયોનિયર તરીકે પણ જાણીતા છે. તેઓ વ્યવસાયે પત્રકાર હતા.


તેમનો જન્મ 22 મે, 1772માં થયો હતો. ભારતીય ઈતિહાસના પાનાને ઉલટાવીને જોશો તો રાજા રામમોહન રાય બાળપણથી જ ઘણા હુનહાર હતા. માત્ર 15 વર્ષની ઉંમરમાં તેમણે બંગાળી, સંસ્કૃત, અરબી અને ફારસી ભાષાનું જ્ઞાન થઈ ગયુ હતુ. કિશોરાવસ્થામાં તેમણે ઘણો પ્રવાસ કર્યો. તેમણે 1803-1814 સુધી ઈસ્ટ ઈન્ડિયા કંપની માટે પણ કામ કર્યુ.

૧૧મી સદીમાં થઈ ગયેલા ગુજરાતનાં રાજમાતા મીનળદેવી કર્ણાટકના પુત્રી હતાં!

- ગુજરાત-કર્ણાટકનો શહસ્ત્રાબ્દી જુનો સાંસ્કૃતિક સબંધ
- મીનળદેવીનું કર્ણાટકી નામ મયણલ્લા હતું : કર્ણદેવ વાઘેલા સાથે તેમનાં લગ્ન થયાં હતાં : વિરમગામનું મુનસર તળાવ.

ગુજરાત અને કર્ણાટક વચ્ચે તો સહસ્ત્રાબ્દીથી સાંસ્કૃત્તિક આદાન-પ્રદાનનો સબંધ રહ્યો છે. ૧૧મી સદીમાં થઈ ગયેલા સોલંકીકુળના પ્રખર રાજમાતા મીનળદેવી મૂળ કર્ણાટકના હતા. કર્ણદેવ (પહેલા) સાથે લગ્ન પહેલાનું તેમનું નામ મયણલ્લા હતું. 

તેમના પુત્રને ગુજરાતના ઈતિહાસમાં સિદ્ધરાજ જયસિંહ નામે ઓળખવામાં આવે છે.

ઈસવીસન ૯૬૦થી ૧૩૦૦ આસપાસ સુધી ચાલેલો સોલંકી-વાઘેલા યુગ ગુજરાતના ઈતિહાસનો સુવર્ણકાળ હોવાનું ઈતિહાસના અનેક ગ્રંથોમાં નોંધાયુ છે. આ ગાળા દરમિયાન જ રાજા ભીમદેવ, રાણી ઉદયમતિના પુત્ર કર્ણદેવ (પહેલા)ના લગ્ન ચંદ્રપુરના કુંવરી મયણલ્લા સાથે થયા હતા. એ કુંવરી મયણલ્લાએ પછી ગુજરાતમાં આવીને મીનળ નામ અપનાવ્યું હતું અને સમય જતાં તેમની પ્રજાવત્સલતાને કારણે તેઓ મીનળદેવી તરીકે પ્રખ્યાત થયા હતા. આજે પણ ગુજરાતના ઈતિહાસના ઓજસ્વી નારીપાત્રોમાં રાજમાતા મીનળદેવીનું નામ બહુ આગળ આવે છે.

સોલંકી-વાઘેલા કાળમાં પાટણપતિની ખ્યાતિ છેક દક્ષિણ સુધી વિસ્તરી હતી અને ઘણા રજવાડાંઓ સાથે ગુજરાતને સારા સબંધો હતા. એ સમયે કર્ણટકમાં આવલા ચંદ્રપુરના રાજા જયકેશીએ તેમની પુત્રી મયણલ્લાદેવીના લગ્ન અણહિલપુર પાટણના પાટવી કુંવર જયદેવસિંહ સાથે કર્યાં હતા. જોકે ગુજરાતના રાજકીય અને સાંસ્કૃત્તિક ઈતિહાસમાં લખ્યા પ્રમાણે જયકેશી પોતે રાજા નહીં, પરંતુ સામંત હતો. અલબત્ત, તો પણ તેમની સત્તા ઘણી વિશાળ હતી. સિદ્ધહેમના રચયિતા મહાકવિ હેમચંદ્રાચાર્ય બરાબર એ સમયગાળામાં જ થઈ ગયા હોવાથી તેમણે જયસિંહ-મીળનદેવીના પ્રણયનું વિસ્તૃત વર્ણન કર્યું છે.

ઉદયમતિએ પાટણની વાવ બંધાવી હતી, તો તેમના પગલે તેમના પુત્રવધુ મીનળદેવીએ વિરમગામમાં આવેલું મુનસર તળાવ બંધાવ્યુ હતુ. મુનસર તળાવ ફરતે બાંધકામ વખતે ૫૨૦ નાના-મોટાં મંદિર હતા. આજે બધા જોકે સચવાયા નથી. ઉપરથી જોતાં આ તળાવનો આકાર શંખાકૃત્તિ હોવાનું જણાય છે. 

Image result for munsar lake viramgam image
મુનસર તળાવ - વિરમગામ

ધોળકાનું મલાવ તળાવ જાણીતું છે, જે પણ મીનળદેવીએ જ બંધાવ્યુ હતું. નડિયાદમાં આવેલી ચાર માળની ડુમરાળ વાવ પણ ૧૧૫૨માં મીનળદેવીએ બંધાવી હોવાનું મનાય છે.


મીનળદેવીએ સોમનાથની યાત્રા કરી ત્યારે યાત્રા વેરો લેવાતો હતો. એ વેરો તેમણે કઢાવી નાખ્યો હતો. માન્યતા પ્રમાણે તો યાત્રા વખતે જૂનાગઢના રા'ના કર્મચારી સાથે મીનળદેવીના સંઘને સંઘર્ષ થયો હતો. એમાંથી જ જૂનાગઢ અને અણહિલપૂર પાટણ વચ્ચે દુશ્મનીના બિજ રોપાયા હતાં. છેવટે મીનળદેવીના પુત્ર સિદ્ધરાજ જયસિંહે જૂનાગઢ પર આક્રમણ કરી જૂનાગઢ જીતી લીધું હતું.