Monday, 23 April 2018


આજે વિશ્વ પુસ્તક દિવસ
Image result for books day 23rd april

- ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક બ્રિટનના ડો. રોબર્ટ ડ્રમન્ડ દ્વારા તૈયાર કરાયું હતું
- ઈ.સ. ૧૮૦૫માં તૈયાર કરવામાં આવેલા આ ૧૨૫ પાનાના પુસ્તકની હાલ માત્ર ૫-૭ નકલ ઉપલબ્ધ છે
શરીર જેમ મનને પણ પૌષ્ટિક  ખોરાકની જરૃર હોય છે. મનને આ ખોરાક પુસ્તક દ્વારા જ મળે છે. પુસ્તકના માધ્યમથી જ  એક જીવનમાં અનેક જીવન જીવવાનો અનુભવ થાય છે. દિગ્ગજ કવિ-નાટયકાર વિલિયમ શેક્સપીયરનું ૨૩ એપ્રિલના અવસાન થયું હતું અને આ દિવસની ઉજવણી 'વિશ્વ પુસ્તક દિવસ' તરીકે કરવામાં આવે છે. મોટાભાગના લોકોએ વાતથી વાકેફ નહીં હોય કે ગુજરાતી ભાષાનું સૌપ્રથમ પુસ્તક કોઇ ગુજરાતી દ્વારા નહીં પણ અંગ્રેજ ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ દ્વારા લખવામાં આવ્યું હતું.

ઈ.સ. ૧૮૦૫માં બ્રિટનના ડોક્ટર રોબર્ટ ડ્રમન્ડ દ્વારા તૈયાર કરવામાં આવેલા પુસ્તકનું નામ  'ઇલેસ્ટ્રેશન્સ ઓફ ધ ગ્રામોટિકલ પાર્ટ્સ ઓફ ગુજરાતી એન્ડ મરહટ્ટ એન્ડ ઇંગ્લિશ લેન્ગવેજીસ' હતું. આ પુસ્તક અંદાજે ૧૨૫ પાનાનું , ૧૨ ઈંચ લાંબુ, ૮ પહોળું હતું. 

આ પુસ્તક મુખ્યત્વે શબ્દકોશ, કહેવતકોશ, જ્ઞાાન કોશ છે. જેમાં ગુજરાતી, મરાઠી અને અંગ્રેજી ભાષામાં લખાણો છે. પુસ્તકના નામમાં ઉલ્લેખ એ પ્રમાણે તેમાં ગુજરાતી વ્યાકરણની સમજૂતી આપવામાં આવી છે. સામાન્ય વાતચીતના વ્યવહારમાં ઉપયોગમાં લેવાતા કેટલાક શબ્દો ગુજરાતી-મરાઠી ભાષામાં આપવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક પાના કહેવતોને ફાળવાયા છે. છેલ્લે શબ્દસંગ્રહ એટલે કે ગ્લોસરી પણ આપવામાં આવી છે.

જોકે, આ પુસ્તકની હવે માત્ર ૫-૭ નકલ ઉપલબ્ધ છે. ગુજરાતી ભાષાની સૌપ્રથમ કૃત્તિ ઈ.સ. ૧૧૬૯માં જૈન કવિ વર્જસેનસૂરી દ્વારા લખવામાં આવેલી રચના 'ભરતેશ્વર બાહુબલી ઘોરગુજરાતી ભાષાની સૌપ્રથમ રચના ગણાવામાં આવે છે. આ પહેલા અપભ્રંશ ભાષા પ્રચલિત હતી. ગુજરાતી ભાષાના સ્વતંત્ર લક્ષણો ધરાવતી આ પ્રથમ રચના હતી. આ કૃતિમાં ૪૮ કડીનો સમાવેશ કરાયો હતો. આમ, ગુજરાતી સાહિત્યની સૌપ્રથમ રચના કવિતાથી થઇ તેમ પણ કહી શકાય. કહેવામાં આવે છે કે પુસ્તક શબ્દ હકીકતમાં 'પોસ્તક' શબ્દ પરથી આવ્યો છે. પોસ્તકનો અર્થ થાય છે ચામડું. સદીઓ અગાઉ ચામડા પર પર લખવામાં આવતું હોવાથી આ લખાણસંગ્રહ પોસ્તક કહેવાતું અને તેમાંથી અપભ્રંશ થઇને આજનો પુસ્તક શબ્દ જન્મ્યો છે.

ગુજરાતી ભાષામાં સૌપ્રથમ...
અર્વાચીન કવિતા : ઈ.સ. ૧૮૫૪માં દલપરામ રચિત કવિતા 'બાપાની પીંપર'
આત્મકથા : કવિ નર્મદ દ્વારા ઈ.સ. ૧૮૬૬માં લખાયેલી 'મારી હકીકત'
નવલકથા : ઈ.સ. ૧૮૬૬માં નંદશંકર મહેતાની 'કરણઘેલો'
શબ્દકોશ : ઈ.સ. ૧૮૩૭માં નર્મદ દ્વારા 'નર્મ કોશ'
ગુજરાતમાં સૌપ્રથમ પુસ્તકાલય :સુરતમાં ઈ.સ. ૧૮૨૪માં  

વિશ્વમાં સૌથી વધુ વેચાણ ધરાવતા પુસ્તકો

પુસ્તક

લેખક

પ્રથમવાર પ્રકાશિત 

અંદાજીત વેચાણ

ડોન ક્યુક્સિઓટ

મિગ્યુઅલ ડી સેર્વેન્ટેસ

૧૬૦૫

૫૦૦ મિલિયનથી વધુ

એ ટેલ ઓફ ટુ સિટીઝ

ચાર્લ્સ ડિકિન્સ

૧૮૫૯

૨૦૦ મિલિયનથી વધુ

ધ લોર્ડ ઓફ ધ રિંગ્સ

જે.આર.આર. ટોકિન

૧૯૫૪

૧૫૦ મિલિયનથી વધુ

ધ લિટલ પ્રિન્સ

એન્ટોની ડી સેન્ટ

૧૯૪૩

૧૪૦ મિલિયનથી વધુ

હેરી પોટર એન્ડ ફિલોસોફર'સસ્ટોન

જે.કે.રોલિંગ

૧૯૯૭

૧૨૦ મિલિયનથી વધુ


આજે વિશ્વ પૃથ્વી દિન- 22 એપ્રિલ

ત્યાં પાણી છે ?' અન્ય ગ્રહ પર જીવનની શક્યતા ચકાસતી વખતે વિજ્ઞાનીઓ સૌપ્રથમ ત્યાં પાણી છે કે નહીં તેનું સંશોધન કરતા હોય છે. સંશોધન  રમિયાન જો ત્યાં પાણી હોવાના પૂરાવા મળી આવે તો વૈજ્ઞાનિકો એ નિષ્કર્ષ પર આવે છે કે, ત્યાં જીવન હોવાની સંભાવના છે. પૃથ્વીનો લગભગ ૭૧ જેટલો ભાગ પાણી નીચે ઢંકાયેલો છે. ફક્ત ૨૯ ટકા ભાગ પર જમીન છે.

જે પાણી છે તેનો સૌથી વધુ જથ્થો તો મહાસાગરો અને સમુદ્રોમાં છે. સમુદ્રો અને મહાસાગરોમાં રહેલું આ પાણી એટલું બધુ ખારું છે કે તેનો પીવા માટે ઉપયોગ થઈ શકતો નથી. પૃથ્વી પર આટલી વિપુલ માત્રામાં પાણી હોવાના કારણે જ વિજ્ઞાને ક્યારે પાણીનું સર્જન કરવાની જરૂર નથી પડી. પરંતુ પીવાનું પાણી ઓછું છે અને ભૂગર્ભ જળ સતત ઉલેચાય રહ્યા છે તેમજ ઔદ્યોગિકરણના કારણે સતત પ્રદૂષિત થઈ રહ્યા છે. પૃથ્વીના પર્યાવરણના પ્રહરી સમા વૃક્ષોનું નિકંદન નિકળી રહ્યું છે.