મંગળવાર, 23 જાન્યુઆરી, 2018

ગુજરાતના માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે એમપીના રાજ્યપાલ તરીકે શપથ લીધા



- આજથી સંભાળ્યો મધ્યપ્રદેશના રાજ્યપાલનો કારભાર

- મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ રહ્યા હાજર

ગુજરાત માજી મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે આજે મધ્યપ્રદેશના રાજ્યપાલ તરીકેના શપથ લીધા હતા.
આનંદીબેન પટેલે મંગળવારે રાજભવનમાં મધ્યપ્રદેશના 27મા રાજ્યપાલ તરીકે શપથ લીધા. હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હેમંત ગુપ્તાએ તેમને શપથ લેવડાવવ્યા હતા.  


WEFમાં પ્રથમવાર સંમેલનની અધ્યક્ષ સ્થાને મહિલાઓઃભારતીય ચેતના સિન્હા પણ સામેલ



- જાણો કોણ છે ચેતના સિન્હા? અનો કઈ સાત મહિલાઓને સોંપાઈ છે જવાબદારી


હાલમાં સ્વિત્ઝરલેન્ડનું દાવોસ વર્લ્ડ ઈકોનોમી ફોરમ WEFને કારણે ટોક ઓફ ધી વર્લ્ડ છે. ત્યારે આ ઈવેન્ટમાં 47 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષતાની જવાબદારી 7 મહિલાઓને સોંપવામાં આવી છે. જેમાં ભારતીય ચેતના સિન્હા પણ સામેલ છે.

સાત મહિલાઓ પૈકી એક યુનિયન બોસ, એક ન્યુક્લિયર ફિઝિસિસ્ટ, બે કંપની હેડ, એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશનની લીડર, એક ઇકોનોમિસ્ટ અને એક વડાંપ્રધાન (નોર્વે)નો સમાવેશ થાય છે. ભારતની ચેતના ગાલા સિંહાને પણ આ જવાબદારી મળી છે. તે માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે. ઉલ્લેખનીય છે કે દાવોસ ફોરમની શરૂઆત 1971માં થઇ હતી.

ચેતના સિંહા દેશમાં મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ગ્રામિણ સહકારી મહિલા બેન્કની ફાઉન્ડર છે. તેમણે 1997માં તેની શરૂઆત કરી હતી. માણદેસી મહિલા સહકારી બેન્ક મહિલાઓને સિલાઇનું કામ કરવા કે શાળાએ જતી છોકરીઓને સાયકલ ખરીદવા માટે લોન આપે છે. એટલું જ નહિ, તેમાં નાના રોકાણકાર 10 કે 20 રૂપિયા જેટલી મામૂલી રકમ પણ જમા કરી શકે છે. વળી, નાના વેપારીઓને 100 કે 200 રૂપિયાની લોન પણ લઇ શકે છે.

સાત મહિલાઓને મળી છે જવાબદારી

1.
ચેતના ગાલા સિન્હા -ચેરપર્સન, માણદેસી મહિલા સહકારી બેન્ક
2.
ક્રિસ્ટિન લેગાર્ડ - મેનેજિંગ ડાયરેક્ટર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)
3.
ગિની રોમેટી - સીઇઓ, આઇબીએમ
4.
એન્રા સોલબર્ગ - નોર્વેની વડાંપ્રધાન
5.
શૈરન બરો - જનરલ સેક્રેટરી, આઇટીયુસી
6.
ફેબિલા જિઓનોટી - મેનેજિંગ ડાયરેક્ટર, સીઇઆરએન
7.
ઇજાબેલ કોચર - સીઇઓ, એન્જી.


આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી - 23 January


- રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે પણ ટ્વીટર ઉપર કરી પોસ્ટ
- મમતા બેનર્જીએ સુભાષ ચંદ્ર બોઝના જન્મદિવસને રાષ્ટ્રીય રજા જાહેર કરવા કરી અપીલ
આજે નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે તેમને ટ્વીટ્ટર દ્વારા શ્રધ્ધાંજલી આર્પી હતી.

રાષ્ટ્રપતી રામનાથ કોવિંદે ટ્વીટ કરી હતી કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ ભારતના સ્વાતંત્ર સંઘર્ષના હીરો છે. તેમના જન્મદિવસ નિમિત્તે તેમને ભાવભીની શ્રધ્ધાંજલી.

જ્યારે વડાપ્રધાને પણ ટ્વીટર ઉપર પોસ્ટ કરી હતી કે, નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દરેક ભારતીયનું ગૌરવ છે. આ અદ્દભૂત વ્યક્તિત્વને તેમના જન્મદિવસ નિમિત્તે ભાવભીની શ્રધ્ધાંજલી અર્પણ.