WEFમાં પ્રથમવાર સંમેલનની અધ્યક્ષ સ્થાને મહિલાઓઃભારતીય ચેતના
સિન્હા પણ સામેલ
- જાણો કોણ છે ચેતના સિન્હા? અનો કઈ સાત મહિલાઓને સોંપાઈ છે જવાબદારી
હાલમાં
સ્વિત્ઝરલેન્ડનું દાવોસ વર્લ્ડ ઈકોનોમી ફોરમ WEFને કારણે ટોક ઓફ ધી વર્લ્ડ છે. ત્યારે આ ઈવેન્ટમાં 47 વર્ષના ઇતિહાસમાં
પ્રથમવાર અધ્યક્ષતાની જવાબદારી 7 મહિલાઓને સોંપવામાં
આવી છે. જેમાં ભારતીય ચેતના સિન્હા પણ સામેલ છે.
સાત મહિલાઓ પૈકી એક યુનિયન બોસ, એક ન્યુક્લિયર ફિઝિસિસ્ટ, બે કંપની હેડ, એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશનની લીડર, એક ઇકોનોમિસ્ટ અને એક વડાંપ્રધાન (નોર્વે)નો સમાવેશ થાય છે. ભારતની ચેતના ગાલા સિંહાને પણ આ જવાબદારી મળી છે. તે માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે. ઉલ્લેખનીય છે કે દાવોસ ફોરમની શરૂઆત 1971માં થઇ હતી.
ચેતના સિંહા દેશમાં મહિલાઓ દ્વારા મહિલાઓ માટે ચલાવવામાં આવતી ગ્રામિણ સહકારી મહિલા બેન્કની ફાઉન્ડર છે. તેમણે 1997માં તેની શરૂઆત કરી હતી. માણદેસી મહિલા સહકારી બેન્ક મહિલાઓને સિલાઇનું કામ કરવા કે શાળાએ જતી છોકરીઓને સાયકલ ખરીદવા માટે લોન આપે છે. એટલું જ નહિ, તેમાં નાના રોકાણકાર 10 કે 20 રૂપિયા જેટલી મામૂલી રકમ પણ જમા કરી શકે છે. વળી, નાના વેપારીઓને 100 કે 200 રૂપિયાની લોન પણ લઇ શકે છે.
સાત મહિલાઓને મળી છે જવાબદારી
1. ચેતના ગાલા સિન્હા -ચેરપર્સન, માણદેસી મહિલા સહકારી બેન્ક
2. ક્રિસ્ટિન લેગાર્ડ - મેનેજિંગ ડાયરેક્ટર, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઇએમએફ)
3.ગિની રોમેટી - સીઇઓ, આઇબીએમ
4. એન્રા સોલબર્ગ - નોર્વેની વડાંપ્રધાન
5. શૈરન બરો - જનરલ સેક્રેટરી, આઇટીયુસી
6. ફેબિલા જિઓનોટી - મેનેજિંગ ડાયરેક્ટર, સીઇઆરએન
7. ઇજાબેલ કોચર - સીઇઓ, એન્જી.

ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો