સોમવાર, 22 ઑક્ટોબર, 2018

ઘેરનૃત્યના માધ્યમથી દેવ-દેવી સમક્ષ પાક કાપણીનો આનંદ, આરાધના વ્યક્ત કરાય છે


 



- આદિવાસીઓની લુપ્ત થતી પરંપરાને જીવંત રાખવા પ્રયાસ


- સભ્યો માટે બ્રહ્મચર્ય પાલન, માંસ-મદીરા ત્યાર ફરજિયાત


- ઘેરૈયા મંડળીમાં મહિલાઓ હોતી નથી પુરુષો અર્ધનારેશ્વર જેનો વેશ ધારણ કરે છે

- ઘેરૈયા ઘરઆંગણે આવી ગરબા રમે તો આખુ વર્ષ સુખમય નીવડે તેવી માન્યતાઃ ઘેર નૃત્ય મૃત્યુ સમયે, બાળજન્મ અને બાળક ઘોડીએ ચડે ત્યારે પણ થાય છે

 
દક્ષિણ ગુજરાત સહિત આદિવાસી વિસ્તરોમાં આદિવાસીઓનું પરંપરાગત 'ઘેર નૃત્ય' એટલે ઘેરૈયા નૃત્ય. જોકે ઘેરૈયા ગરબા હવે લુપ્ત થઇ રહયા છે. આદિવાસી સમાજોમાં પણ મર્યાદિત થઇ ગયું છે. જોકે, ઘેરૈયાની પરંપરા જીવંત રાખવા કેટલાક આદિવાસી લોકો મંડળી બનાવીને પ્રયાસ કરી રહયા છે. ગામડા અને શહેરી વિસ્તારોમાં આ ઘેરૈયા મંડળીને ખાસ નવરાત્રી દરમિયાન આમંત્રણ આપીને બોલાવાય છે.

ઘેરૈયા મંડળીમાં માત્ર પુરુષો જ હોય છે. જેઓ ઘરના આંગણે આવીને ગરબા રમે છે. જેનાથી આખુ વર્ષ સુખમય નીવડે છે તેવી માન્યતા છે. ઘેરૈયા સંતોષભાઇ કહે છે કે, અમે અમારી સંસ્કૃતિને લુપ્ત થતી બચાવવા આ પ્રયાસ કરી રહયા છીએ. આરાધના પર્વ નવરાત્રીથી દેવદિવાળી સુધીનો સમય અમારા આદિવાસી સમાજ માટે માતાજીને રિઝવવાનો શ્રેષ્ઠ અવસર મનાય છે. 

આસો મહિનામાં લોકો ધીમે-ધીમે ખેતીના પાકની કાપણીનું કામ પુર્ણ કરે છે. એટલે પાક ઉતારવાનો આનંદ પણ આદિવાસી ખેડૂતોમાં બેવડાય છે. આ આનંદ અને આરાધનાના સંયોગને આદિવાસી સમાજ દેવ-દેવીઓ સમક્ષ ઘેરનૃત્યના માધ્યમથી વ્યક્ત કરે છે.  ઘેરૈયા ટુકડીમાં મહિલાઓ નથી હોતી. પુરુષો જ સ્ત્રીનો વેશ ધારણ કરે છે. ઘેરૈયાનો વેશ અર્ધનારેશ્વર જેવો હોય છે. તેમણે વધુમાં કહયું કે, ઘેરૈયા નૃત્ય માત્ર શક્તિની આરાધના જ નહી કોઇના મૃત્યુ સમયે, બાળક જન્મ સમયે અથવા નાના બાળકને ઘોડીએ ચડાવીને ઘેર ગવડાવવામાં આવે છે.

મંડળીના દરેક સભ્યોએ નિયમોનું પાલન કરવું ફરજિયાત છે. જેમાં બ્રહ્મચર્ય પાલન, માસાંહાર ત્યાગ, મંદિરાનું સેવન નહી કરવું. ટુકડીના નાના આદેશોનું પાલન કરવાનું હોય છે. જે બક્ષિસ મળે તે લઇએ છીએ સામેથી ક્યારેય માંગતા નથી. ઘેર છોડવામાં આવે અને જે બક્ષિસ એકત્ર થાય તે ગામમાં દેવસ્થાન માટે અથવા તો ગામના સાર્વજનિક કામ માટે વાપરવામાં આવે છે. 

શરદ પૂનમમાં દૂધપૌવા-ગરબા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ


 


- શરદ તુમાં રોગોને અટકાવવા માટેનું શાસ્ત્રોમાં આયોજન


- યંગસ્ટર્સ સાદા દૂધ-પૌવા ખાતા ન હોવાથી હવે બજારમાં વિવિધ ફ્લેવરના પૌંવાનુ વેચાણ


 Related image

સુરતીઓ ચંદની પડવો ઉજવશે તેના એક દિવસ પહેલાં શરદ પૂનમની ઉજવણી થશે. શરદ પૂનમના દિવસે અનેક જગ્યાએ ગરબાના આયોજન સાથે દૂધ પૌવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવે છે. શરદ પૂનમના દિવસે ગરબા સાથે દૂધ પૌવાની પ્રથા એટલે ધર્મ અને વિજ્ઞાનનો અનોખો સંગમ. 

શરદ ઋતુમાં થતા રોગને અટકાવવા માટે સાકર વાળું દૂધ અને પૌવા ખાવા તથા પરસેવો થાય ત્યાં સુધી કસરત કરવી એ વૈજ્ઞાનિક કારણ છે પણ દૂધપૌવા અને ગરબા રાખવામાં આવે છે કે તેની ભાગ્યે જ કોઈને ખબર હશે.

ઋતુ બદલાય એટલે હવામાન બદલાય અને તેની સાથે જીવનશૈલી પણ બદલવાની જરૂર પડે. આ વાત લોકો સરળતાથી માનતા ન હોવાથી આર્યુવેદ આચાર્યએ આરોગ્ય સાથે જોડી દીધો હોવાનું આર્યુવેદ હોસ્પિટલના ડૉ. છગન વાઘાણી કહે છે. હાલ દિવસમાં આકરો તાપ અને રાત્રે ઠંડી પડે છે જેને કારણે પીતનો પ્રકોપ વધે એટલે બીમારી થાય. 

આ પિત પ્રકોપને શાંત કરવા શરદ પૂનમનું મહત્વ આર્યુવેદમાં વધારવામાં આવ્યું છે. આ દિવસોમાં ઠંડા પહોરે પરસેવો થાય તેવી કસરત કરવાની હોય છે તેથી ગરબાનું મહત્વ કરાયું જ્યારે સાકર નાખેલા દૂધમાં પૌઆનું સેવન કરવાથી પિતનું સમન થાય છે અને અને શરીર સ્વસ્થ રહે છે.

વડોદરામાં કેરળના કૃષ્ણમણિએ ૧૨૦૦૮ નારિયેળ ફોડીને રેકોર્ડ બનાવ્યો




- કેરળના પરંપરાગત વાદ્યો સાથે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો




કેરળની બહાર અને ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં કૃષ્ણમણિએ પરંપરાગત વાદ્યોની લયની સાથે પંરપરાગત પોષાક પહેરીને બંને હાથેથી અઢી કલાકમાં ૧૨૦૦૮ નારીયેળ ભગવાન સમક્ષ ફોડયા હતા.



શહેરમાં સમા ખાતે આવેલા અયપ્પાના મંદિરમાં પ્રથમવાર વેટ્ટેક્કરુમકન ભગવાનની પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પૂજા ફક્ત ઉત્તર કેરળના વેટ્ટેક્કરુમકન મંદિરમાં કરવામાં આવે છે. ત્યાંના ૧૪ પૂજારીઓ વડોદરા આવ્યા હતા. જેમણે પાંચ કલાકમાં વેટ્ટેક્કરુમકન ભગવાનની ૧૦X૭ ની હળદર તેમજ અન્ય રંગોથી રંગોળી બનાવી હતી. કેરળના પરંપરાગત વાદ્યો સાથે ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.

કૃષ્ણમણિએ કહ્યું કે, ૧૦૦ વર્ષથી પણ વધારે અમારા પરિવારે ભગવાન સમક્ષ હાથથી નારિયેળ ફોડવાની પરંપરા જાળવી રાખી છે.ચાર-પાંચ મહિના પહેલા જ મારા મોટા ભાઈએ કેરળમાં પાંચ કલાકમાં ૨૪૦૧૨ નારિયેળ ફોડયા હતા.જેને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. નારિયેળની પૂજા કર્યા બાદ પરંપરાગત વાદ્યોની લય સાથે અમે બંને હાથે ભગવાન સમક્ષ ત્રણથી ચાર ફૂટ દૂર ઊભા રહીને નારિયેળ ફોડીએ છીએ.

અયપ્પા મંદિરના પ્રમુખે જણાવ્યું કે, વેટ્ટેક્કરુમકન શિવ-પાર્વતીના પુત્ર છે.જેમને સૌથી વધારે ઉત્તર કેરળના લોકો માને છે.