વડોદરામાં કેરળના કૃષ્ણમણિએ ૧૨૦૦૮ નારિયેળ ફોડીને રેકોર્ડ બનાવ્યો
- કેરળના પરંપરાગત વાદ્યો સાથે ભગવાનનો વરઘોડો કાઢવામાં આવ્યો
કેરળની બહાર અને ગુજરાતમાં પ્રથમવાર વડોદરામાં કૃષ્ણમણિએ પરંપરાગત વાદ્યોની લયની સાથે પંરપરાગત પોષાક પહેરીને બંને હાથેથી અઢી કલાકમાં ૧૨૦૦૮ નારીયેળ ભગવાન સમક્ષ ફોડયા હતા.
શહેરમાં સમા ખાતે આવેલા અયપ્પાના મંદિરમાં પ્રથમવાર વેટ્ટેક્કરુમકન ભગવાનની પૂજાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પૂજા ફક્ત ઉત્તર કેરળના વેટ્ટેક્કરુમકન મંદિરમાં કરવામાં આવે છે. ત્યાંના ૧૪ પૂજારીઓ વડોદરા આવ્યા હતા. જેમણે પાંચ કલાકમાં વેટ્ટેક્કરુમકન ભગવાનની ૧૦X૭ ની હળદર તેમજ અન્ય રંગોથી રંગોળી બનાવી હતી. કેરળના પરંપરાગત વાદ્યો સાથે ભગવાનનો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો.
કૃષ્ણમણિએ કહ્યું કે, ૧૦૦ વર્ષથી પણ વધારે અમારા પરિવારે
ભગવાન સમક્ષ હાથથી નારિયેળ ફોડવાની પરંપરા જાળવી રાખી છે.ચાર-પાંચ મહિના પહેલા જ
મારા મોટા ભાઈએ કેરળમાં પાંચ કલાકમાં ૨૪૦૧૨ નારિયેળ ફોડયા હતા.જેને ગિનિસ બુક ઓફ
વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. નારિયેળની પૂજા કર્યા બાદ પરંપરાગત વાદ્યોની
લય સાથે અમે બંને હાથે ભગવાન સમક્ષ ત્રણથી ચાર ફૂટ દૂર ઊભા રહીને નારિયેળ ફોડીએ
છીએ.
અયપ્પા મંદિરના પ્રમુખે જણાવ્યું કે, વેટ્ટેક્કરુમકન શિવ-પાર્વતીના
પુત્ર છે.જેમને સૌથી વધારે ઉત્તર કેરળના લોકો માને છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો