મંગળવાર, 19 નવેમ્બર, 2019


દસકા બાદ સુપ્રીમની કોલેજિયમમાં મહિલા જજ સભ્ય બન્યા


- ગોગોઇ નિવૃત થતા સભ્ય પદ ખાલી પડયું હતું

- તામિલનાડુના ન્યાયાધીશ ભાનુમતી જુલાઇ 2020 સુધી કોલેજિયમના સભ્ય રહેશે

Image result for become-a-female-judge-member-in-supremes-collegium
સુપ્રીમ કોર્ટની પાંચ જજોની કોલેજિયમમાં હવે ન્યાયાધીશ આર. ભાનુમતીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મુખ્ય ન્યાયાધીશ પદેથી રંજન ગોગોઇ નિવૃત થયા છે જેને પગલે તેઓએ કોલેજિયમના સભ્ય પદને પણ છોડી દીધુ છે. જેને પગલે પાંચ સભ્યોમાંથી એક જગ્યા ખાલી પડી હોવાથી આર. ભાનુમતીને પસંદ કરવામાં આવ્યા છે. 
નોંધનીય છે કે 13 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટની કોલેજિયમમાં પહેલી વખત મહિલા જજનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ પહેલા 2006માં ન્યાયાધીશ રૂમા પાલ ત્રણ વર્ષ સુધી કોલેજિયમના સભ્ય રહ્યા હતા, જેમના નિવૃત થયા બાદ કોઇ મહિલા જજ આ પદ પર નથી રહ્યું. 
તામિલનાડુના રહેવાસી ભાનુમતિ હાલ સુપ્રીમ કોર્ટમાં જે સૌથી વરીષ્ઠ પાંચ જજો છે તેમાં સામેલ થતા હોવાથી તેમને આ કોલેજિયમના સભ્ય બનાવવામાં આવ્યા છે. એટલે કે મુખ્ય ન્યાયાધીશ બોબડે સહીત અન્ય ચાર સૌથી વરીષ્ઠ જજો પણ કોલેજિયમમાં સભ્ય પદે છે.
બોબડે અને ભાનુમતી બાદ અન્ય ત્રણ જજોમાં ન્યાયાધીશ એનવી રમન્ના, ન્યાયાધીશ અરૂણ મિશ્રા અને આરએફ નરીમનનો સમાવેશ થાય છે. ભાનુમતી 2020માં જુલાઇ મહિનામાં નિવૃત થશે, જોકે ત્યાં સુધી તેઓ કોલેજિયમના સભ્ય રહેશે. કોલેજિયમ સામાન્ય રીતે જજોની પસંદગીથી લઇને કોર્ટના અન્ય મહત્વપૂર્ણ નિર્ણયો લેવા માટેની એક સ્વતંત્ર બંધારણીય બોડી છે.

ભારત અંતરીક્ષમાંથી સરહદો પર ચાંપતી નજર રાખશે, ISRO કાર્ટોસેટ થ્રીની તૈયારી કરી રહ્યું છે

- અર્થ એાબ્ઝર્વેશન સેટેલાઇટ લોન્ચ થશે

Image result for isro-will-launch-cartosat-3-will-keep-a-watch-at-the-border

અંતરીક્ષમાં રહેલો ઉપગ્રહ આપણી સરહદો પર ચાંપતી નજર રાખી શકે એવો એક ઉપગ્રહ કાર્ટોસેટ થ્રી લોંચ કરવાની તૈયારી ઇસરો કરી રહ્યું હોવાની માહિતી મળી હતી.

ટેક્નીકલ ભાષામાં એને અર્થ ઓબ્ઝર્વેશન અથવા સર્વેલન્સ સેટેલાઇટ કહી શકાય. આમાંનો પહેલો ઉપગ્રહ 25 નવેંબરે લોંચ કરાશે. બાકીના બે ડિસેંબરમાં લોંચ કરવાની યોજના છે. આ ઉપગ્રહો સતત ભારતીય સરહદ પર ચાંપતી નજર રાખશે અને પાડોશમાં રહેલા શત્રુ દેશોની ગતિવિધિ વિશે આપણન  સતત માહિતગાર કરશે.



ગોગોઇ નિવૃત થતા બોબડે સુપ્રીમ કોર્ટના 47મા મુખ્ય ન્યાયાધીશ બન્યા

- રાષ્ટ્રપતિ ભવન ખાતે બોબડેએ શપથ ગ્રહણ કર્યા

- 63 વર્ષીય બોબડે રામ મંદિર, રાઇટ ટૂ પ્રાઇવસી, આધાર કાર્ડ ફરજીયાત નહીં જેવા ચુકાદામાં સામેલ રહ્યા

Image result for bobde-becomes-the-47th-chief-justice-of-the-supreme-court

અયોધ્યામાં રામ મંદિર અંગે ચુકાદો આપનારા રંજન ગોગોઇ 17મીએ નિવૃત થઇ ગયા હતા, જેને પગલે 18મીએ સોમવારે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે 63 વર્ષીય શરદ અરવિંદ બોબડેને શપથ લેવડાવ્યા હતા.
શરદ અરવિંદ બોબડે દેશના 47માં મુખ્ય ન્યાયાધીશ બન્યા છે.
બોબડે 17 મહિના સુધી દેશના મુખ્ય ન્યાયાધીશ પદે રહેશે અને આગામી 23મી એપ્રીલ, 2021ના રોજ તેમનો કાર્યકાળ પુરો થશે. બોબડેએ રાષ્ટ્રપતિ ભવન ખાતે શપથ ગ્રહણ કર્યા
મહારાષ્ટ્રના નાગપુરમાં 1956માં જન્મેલા બોબડે પણ અયોધ્યા કેસનો ચુકાદો આપનારી પાંચ જજોની બંધારણીય બેંચમાં સામેલ હતા.
તેઓ સુપ્રીમ કોર્ટના સિનિયર ન્યાયાધીશ હોવાથી અનેક મહત્વપૂર્ણ ચુકાદાઓમાં તેઓ સામેલ રહી ચુક્યા છે, જેમાં રાઇટ ટુ પ્રાઇવસી, આધારકાર્ડનો પણ સમાવેશ થાય છે. બોબડે 2012માં મધ્ય પ્રદેશ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ બન્યા હતા, જે બાદ તેમને 2013માં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ બનાવવામાં આવ્યા હતા.



પૂર્વ PM ઈન્દિરા ગાંધીની આજે 102મી જન્મજયંતિ: PM મોદી, સોનિયા ગાંધી, મનમોહન સિંહે શ્રદ્ધાંજલિ અર્પી

Image result for indira gandhi

પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીનો જન્મ 19 નવેમ્બર 1917ના અલ્હાબાદમાં થયો હતો. 

તેઓ બે અલગ-અલગ સમયકાળમાં 15 વર્ષથી વધારે દેશના પ્રધાનમંત્રી રહ્યાં. 

31 ઓક્ટોબર, 1984માં તેમની હત્યા કરી દેવામાં આવી હતી.