બુધવાર, 31 મે, 2017

વડાપ્રધાનનો સ્પેન પ્રવાસે - ત્રીસ વર્ષમાં પહેલા વડાપ્રધાન...

વડાપ્રધાન આજે પોતાની વિદેશયાત્રામાં સ્પેન પહોંચ્યા છે. છેલ્લા 30 વર્ષમાં નરેન્દ્ર મોદી પહેલા વડાપ્રધાન છે જે સ્પેનના પ્રવાસે જઈ રહ્યા છે.નરેન્દ્ર મોદી ચાર દેશની પોતાના છ દિવસના પ્રવાસના બીજા તબક્કામાં આજે સ્પેનની રાજધાની પહોંચ્યા.  

આ બંને દેશો વચ્ચે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને એનર્જી સેક્ટર વિશે કરાર થઈ શકે છે. હાલમાં ભારતમાં 200 સ્પેનિશ કંપનીઓ સક્રિય છે. એપ્રિલ 2000થી 2016 સુધીમાં સ્પેનમાંથી ભારતમાં 2.32 અબજનું રોકાણ થયું છે.
Ban on Plastic bags…

Chief Minister Manohar Parrikar said on Tuesday , from July, who found buying or selling plastic bags in Goa will be fined. He announced stringent measures to make the coastal state free of plastic bags.

“The fine won’t be a meagre amount. It will be hefty. It might be up to 5,000. We might give some relaxation in the beginning in terms of the amount of fine, but we are going to implement the ban strictly,” he said.

“We have provided work stations to collect garbage on the highways. People should hand over their garbage at these work stations,” he said.

Big B to lead Modi govt’s ‘Darwaza Band’...

 
Bollywood star Amitabh Bachchan will launch "Darwaza Band" campaign from Mumbai on 30th may to promote use of toilets. Bachchan is one of the brand ambassadors of Narendra Modi government’s ‘Swachch Bharat’ campaign.

“Darwaja Band stands for shutting the door on open defecation,” a senior government officer involved with the programme told HT.


Actress Anuskha Sharma is also part of the campaign and will be seen encouraging women to stand up for this issue in their villages and assume a leadership role.

RBI to introduce new Re 1 currency note...



On 30th may, the Reserve Bank of India will soon circulate one rupee notes while the existing notes and coins will also continue.

The new notes, which have been printed by the government, will be pink-green in colour with the representation of the one rupee coin on the reverse of the note.

“These currency notes are legal tender as provided in The Coinage Act 2011,” RBI said in a release.

The new notes will bear the bilingual signature of economic affairs secretary Shaktikanta Das.

IMPORTANT NOTE: 

The one-rupee note and all coin has always been issued by the central government means Government of India not by RBI .  


India Mobile Congress (IMC 2017) to be held in September


India is set to have its first global event to attract investments from global players in the telecom and mobile phone manufacturing sectors, with Indian Mobile Congress (IMC), a three-day event in September on the lines of the yearly global mega event World Mobile Congress held in Barcelona. 

It was announced by the Union Minister for Communications Manoj Sinha. This is the first time India is all set to host its own mobile mega show. The Indian telecom market is the second-largest in the world after China. India has a total subscriber base of over 1.18 billion subscribers.

World No Tobacco Day (WNTD)



WNTD is observed around the world every year on May 31.

It is intended to encourage a 24-hour period of abstinence from all forms of tobacco consumption around the world. 

The day is further intended to draw attention to the widespread prevalence of tobacco use and to negative health effects, which currently lead to nearly 6 million deaths each year worldwide, including 600,000 of which are the result of non-smokers being exposed to second-hand smoke. 

The member states of the World Health Organization (WHO) created World No Tobacco Day in 1987. 
Amul Signs MoU with ISRO

Gujarat Cooperative Milk Marketing Federation (GCMMF) today said it has signed an agreement with ISRO for fodder acreage assessment using satellite observation and space technology.

GCMMF markets its products under the brand name of 'Amul'
Under the Memorandum of Understanding (MoU), ISRO will help in identification between food crops and fodder crops at village level and also locate suitable areas of current fallows and cultivable wastelands at village level for green fodder cultivation, GCMMF said in a release.


વડાપ્રધાન મોદીએ જર્મની સાથે ૧૨ કરાર કર્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જર્મનીના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ૧૨ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  સાયબર નીતિ, વિકાસ કાર્યક્રમો, સ્થિર શહેરી વિકાસ, મેનેજર અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને તાલીમ, ડિજિટલાઇઝેશન, રેલવે સુરક્ષા અને વોકેશનલ ટ્રેનિંગનો પ્રસાર વધારવા જેવા ક્ષેત્રોમાં ૧૨ કરાર કરવામાં આવ્યા હતાં. 

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં ૮૦ કરોડ યુવાનો છે અને ભારતની ૬૫ ટકા વસ્તીની ઉંમર ૩૫ વર્ષથી ઓછી હોવાથી જર્મનીના કૌશલ્ય વિકાસનો લાભ ભારતને મળી શકે છે. જર્મનીની મજબૂત ફૂટબોલ ટ્રેનિંગ સ્કીલનો લાભ પણ ભારતને મળી શકે છે. 

મોદીની સાથે અન્ય પ્રધાનો નો જર્મની પ્રવાસ:
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન હર્ષ વર્ધન,
વાણિજય પ્રધાન નિર્મલા સિતારમણ,
ઉર્જા પ્રધાન પિયુષ ગોયલ અને
વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન એમ જે અકબર પણ જર્મની ગયા છે.
વન ડે રેન્કિંગમાં ભારતનો એક માત્ર કોહલીને ટોપ-ટેનમાં સ્થાન


બેટ્સમેનો અને બોલરોના રેન્કિંગમાં ભારતના એકમાત્ર ક્રિકેટર વિરાટ કોહલીને ટોપ-૧૦માં સ્થાન મળ્યુ છે. કોહલીને બેટ્સમેનોની યાદીમાં ત્રીજો ક્રમ આપવામાં આવ્યો છે. જ્યારે બોલરોની યાદીમાં એકપણ ભારતીય ટોપ-ટેનમાં નથી.

વન ડેમાં ભારતનો ટોપ રેન્ક બોલર ગુજરાતનો લેફર્ટ આર્મ સ્પિનર અક્ષર પટેલ છે, જે ન્યૂઝીલેન્ડના મેટ હેનરી સાથે સંયુક્ત રીતે ૧૧માં ક્રમે છે.

રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનું સ્થાન

કોહલીએ વન ડે બેટ્સમેનોમાં ત્રીજો ક્રમ મળ્યો છે. 
ટોપ-૨૦માં ભારતના અન્ય ત્રણ બેટ્સમેનો - રોહિત શર્માને ૧૨મો, મહેન્દ્ર સિંહ ધોનીને ૧૩મો અને શિખર ધવનને ૧૫મો ક્રમ આપવામાં આવ્યો છે. 
બોલરોની યાદીમાં ટોપ-૨૦માં અક્ષર પટેલ,અમિત મિશ્રા ૧૩માં ક્રમે છે. જ્યારે આર.અશ્વિન ૧૮મા સ્થાને છે. 


મંગળવાર, 30 મે, 2017

દુનિયાભરમાં કરોડ સ્માર્ટફોન્સ એક નવા માલવેર જૂડીની લપેટમાં આવે તેવી શકયતા...


ચેકપૉઈન્ટ નામની સિક્યોરીટી વર્ક કરતી એક કંપનીએ પોતાના રિપોર્ટમાં ખુલાસો કર્યો છે કે, જૂડીના સપાટામાં આવનારા આ સ્માર્ટફોન એન્ડ્રોઈડ આધારિત છે. દુનિયાભરમાં 85 લાખથી લઈને 3.65 કરોડ જેટલા સ્માર્ટફોન્સ તેની લપેટમાં આવી શકે છે.


આ માલવેર પોતાના સપાટામાં આવેલા સ્માર્ટફોન્સ દ્વારા એડવર્ટાઈઝ પર મોટી સંખ્યામાં ક્લિક કરે છે જેથી તેને બનાવનારાઓને ફાયદો થઈ શકે છે. 
Sangeet Natak Akademi Puraskar is awarded to Satyabrata Rout…


Sangeet Natak Akademi Puraskar for the year 2016 goes to Satyabrata Rout

He is a professor from the Department of Theatre Arts, S N School of Arts and Communication, University of Hyderabad. He has been awarded for developing a unique method of teaching and practicing direction and design achieved from his experience. Satyabrata Rout is pioneers of ‘visual theatre’ in India. He has a very good experience of directing a number of plays, participating in national and international theatre festivals and conducting so many theatre workshops across the world.

The “Akademi Award” is an award given by the Sangeet Natak Akademi. This award is the highest Indian recognition given to practicing artists. 

The awards are being presented in the categories of music, dance, theatre, other traditional arts and puppetry.





Anti-Ragging Mobile App...


On Monday ,Human Resources Development minister, Prakash Javadekar  launched an Anti-Ragging Mobile App. This app is introduced by the University Grants Commission (UGC) here.

Javadekar said this mobile app will help students register complaints to counter the menace of ragging.

NATIONAL WATER A FLOWER DAY



Each year on 30th May is National Water a Flower Day.


Flowers of gardens should be in full bloom this time of year.  So be sure to keep them hydrated..

On National Water a Flower Day, it is also an opportunity to care for the gardens of those who may be homebound or in the hospital..

સોમવાર, 29 મે, 2017

ઉત્તરાખંડના  પદ્મશ્રી લવરાજ સિંહ વિશ્વના સૌથી ઉંચા શિખર માઉન્ટ એવરેસ્ટને છ વખત સર કરનાર પ્રથમ ભારતીય બન્યા...

BSFના અધિકારી લવરાજ સિંહ વિશ્વના સૌથી ઉંચા શિખર માઇન્ટ એવરેસ્ટને છ વખત સર કરનાર પ્રથમ ભારતીય બન્યા છે. તેમણે શનિવારે(27th may) આ સિધ્ધી મેળવી હતી.  'જીપીએસના આંકડાઓ અનુસાર તેમણે ૬-૧૦ મિનિટે સર્વોચ્ચ શિખર પર પગ મૂક્યો હતો' એમ તેમના પત્ની અને ઉત્તરાખંડ સરકારની મુનસિારી ખાતે આવેલી પર્વતારોહણ સંસ્થાના વડા તેમજ દક્ષિણ ધ્રુવમાં સ્કી કરી ત્રીરંગાને ફરકાવનાર પ્રથમ મહિલા બનનાર રીના કૌશલે કહ્યું હતું.

ઉત્તરાખંડના  પદ્મશ્રી લવરાજ સિંહે
પહેલી વખત ૧૯૯૮માં માઉન્ટ એવરેસ્ટ ચઢ્યા હતા.
૨૦૦૮માં બીજી વખત,
૨૦૦૯માં ત્રીજી વખત,
૨૦૧૨માં ચોથી અને
૨૦૧૩માં પાંચમી વખત એવરેસ્ટ ચઢેલા.

દેહરાદૂનમાં સહાયક કમાન્ડન્ટ તરીકે સેવા આપતા લવરાજ સિંહ ઓએનજીસીની ત્રણ સભ્યોની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેમની પહેલાં અરૃણાચલના અંશિ જામસેનપા બે બાળકોની માતા હોવા છતાં પાંચ દિવસમાં બે વાર એવરેસ્ટને સર કરી શક્યા હતા.
આંદામાન નિકોબાર ટાપુ વિશે 10 જાણી અજાણી વાતો 


- આંદામાન અને નિકોબાર શબ્દ મલિયાલી ભાષામાંથી લેવામાં આવ્યો છે. જેમાં આંદાનો અર્થ હિન્દુઓના દેવતા હનુમાન અને નિકોબારનો અર્થ નગ્ન માણસોની ભૂમિ થાય છે.

- આ ટાપુઓ પર બોલાતી ભાષા આંદામાન કે નિકોબાર નહીં પણ બંગાળી છે. અહીં મોટાભાગના લોકો બંગાળી ભાષા જાણે છે સાથે અહીં હિન્દી, તામિળ, તેલુગુ અને મલયાલમ પણ બોલાય છે.




- અહીના આદિવાસીઓ બહારના લોકો સાથે વાતચીત નથી કરતા અહીંના આદિવાસીઓમાં સૌથી વધુ જારવાઆદિવાસીઓ જોવા મળે છે. જારવા આદિવાસીઓની સંખ્યા 500થી પણ ઓછી છે.

- આ ટાપુઓની આસપાસ મોટા પ્રમાણમાં વિવિધ પ્રજાતિની દરિયાઈ પ્રજાતિઓ વસે છે જેમાં સૌથી જાણીતી પ્રજાતિ છે દરિયાઈ કાચબો. દર વર્ષે મોટી સંખ્યામાં આ દરિયાઈ કાચબા આંદામાન અને નિકોબારના દરિયા કિનારા પર આવીને ઈંડા મૂકે છે.


- આ ટાપુઓ પર કમર્સિયલ ફિશિંગ પર પ્રતિબંધ છે. દુનિયામાં ઘણી ઓછી જગ્યાઓ છે જ્યાં માછલીઓ ઘરડી થાય ત્યારે મૃત્યુ પામે છે તેમાંની એક જગ્યા આંદામાન નિકોબારના ટાપુઓ.

- તમે ક્યારેય 20 રૂપિયાની નોટ ધ્યાનથી જોઈ છે? જો તમે 20 રૂપિયાની નોટ ધ્યાનથી જોઈ હશે તો તેમે નોટની પાછળના ભાગમાં કુદરતી દ્રશ્ય જોયું હશે. આ સુંદર દ્રશ્ય આંદામન અને નિકોબારના ટાપુઓ છે.


- અંગ્રેજોએ સ્થાપેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીના બે ઓફિસર્સ અહીં આવ્યા હતા અને તેમણે આ ટાપુઓને હેવેલોક અને નેઈલી આઈલેન્ડ તેવું નામ આપ્યું હતું.

- બીજા વિશ્વયુદ્ધ પછી જાપાને આ ટાપુઓને પોતાના કબજામાં લઈ લીધા હતા. અને ત્રણ વર્ષ સુધી આ ટાપુઓ જાપાનના ગણાયા.

- ડ્યુગોંગ નામનું દરિયાઈ જીવ આંદામાન અને નિકોબાર ટાપુઓનું રાજ્ય પ્રાણી છે. આ પ્રાણી નાના આંદામાનમાં વધુ જોવા મળે છે.
 
નાગપૂરમાં ૨૦૦ જેટલો ઈલેક્ટ્રિક વાહનોના કાફલાને લોન્ચ કરવાની દેશમાં પ્રથમ ઘટના


સામૂહિક પરિવહનના માધ્યમ તરીકે ૨૦૦ જેટલો ઈલેક્ટ્રિક વાહનોના કાફલાને રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને નાગપૂરમાં શુક્રવારે(26th may) લોન્ચ કર્યો હતો. ઈંધણ તરીકે પેટ્રોલ-ડીઝલના સ્થાને ઈલેક્ટ્રિક બેટરીઓનો ઉપયોગ કરતા કાફલાને લોન્ચ કરવાની દેશમાં આ પ્રથમ ઘટના છે.

નાગપૂરમાં રાજ્ય સરકારે ફાસ્ટ અને સ્લો એમ કુલ મળીને ૨૦૦ ચાર્જીંગ સ્ટેશન ઉભા કર્યા છે. ૨૦૩૦ સુધીમાં રસ્તા પર માત્ર ઈલેસ્ટ્રિક કારને પરવાનગી આપવાનો ઈરાદો સરકારનો છે.



પ્રિયંકા ચોપરા અને તેની માતાને દાદાસાહેબ ફાળકે એવોર્ડ...


અભિનેત્રી પ્રિયંકા ચોપરાને ભારતમાં દાદાસાહેબ ફાળકે એકેડેમી એવોર્ડથી નવાજવામાં આવવાની છે. હકીકતમાં 'ઈન્ટરનેશનલી એક્લેઈમ્ડ એક્ટ્રેસ એવોર્ડ ' નામની નવી કેટેગેરી તેના માટે શરૂ કરવામાં આવી છે. 


પ્રિયંકા ચોપરા સાથે તેની માતા ડો. મધુ ચોપરા પણ 'વેન્ટિલેટર' માટે  શ્રેષ્ઠ ફિલ્મની શ્રેણીમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ પહેલી જૂને સ્વીકારશે. મધુ ચોપરાએ આ મરાઠી હિટ ફિલ્મનું નિર્માણ કર્યું છે.
ભારતની ભવાની દેવીએ તલવારબાજીમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો...

ભારતની ભવાની દેવીએ આઇસલેન્ડના રેયકજાવિક ખાતે યોજાયેલી ટર્નોઈ સેટેલાઈટ ફેન્સીંગ (તલવારબાજી) ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો હતો. આ સાથે તે તલવારબાજીની આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતનારી સૌપ્રથમ ખેલાડી બની ગઈ છે.

ભારતની મહિલા તલવારબાજ ભવાનીએ સાબ્રે ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. તલવારબાજીમાં ઉપયોગમાં લેવાતા ત્રણ આધુનિક શસ્ત્રોમાંના એકને સાબ્રે કહેવામાં આવે છે.


ISRO વધુ એક ૬૫૦ ટનનું  સ્વદેશી રોકેટ તૈયાર કર્યું...


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશને એક એવું સ્વદેશી રોકેટ તૈયાર કરવાની તૈયારી કરી છે.

  • રોકેટનું વજન ૨૦૦ મહાકાય હાથી જેટલું છે.
  • લંબાઈ ૪૩ મીટર છે

ભારત પાસેના ત્રણ રોકેટમાં તેની લંબાઈ સૌથી ઓછી છે. જોકે, ભારતના સૌથી મોટા રોકેટ જીએસએલવી માર્ક થ્રી કરતા તેનું વજન દોઢ ગણું અને પીએસએલવીથી બે ગણું છે.  

આ રોકેટની મદદથી ઈસરો ભવિષ્યમાં ભારતવાસીઓને અવકાશમાં મોકલવા માગે છે. આ માટે ઈસરોએ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં રોકેટ પ્રક્ષેપણ કેન્દ્રમાં કામ શરૃ કર્યું છે. આ રોકેટ ટેકનિકલ ભાષામાં જિયોસિન્ક્રોનોસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ માર્ક થ્રી એટલે કે જીએસએલવી માર્ક થ્રી તરીકે ઓળખાય છે. આ રોકેટ દુનિયાના ચાર ટન જેટલા અતિ ભારે ઉપગ્રહને અવકાશમાં તરતા મૂકવા સક્ષમ હશે. આ રોકેટના ક્રાયોજેનિક એન્જિનનું વજન જ ૩૦ ટન જેટલું છે.


હાલમાં ઈસરોના ચેરમેન એ. એસ. કિરણકુમારે છે.

શનિવાર, 27 મે, 2017

PM lays foundation of AIIMS to be set up at Changsari, Assam 


Prime Minister Narendra Modi today laid the foundation stone of All India Institute of Medical Sciences (AIIMS), Guwahati to be set up at Changsari in Assam's Kamrup district. Guwahati AIIMS will be constructed under the Pradhan Mantri Swasthya Suraksha Yojana at an estimated cost of Rs 1,123 crore. 

Inaugurating the nation's longest river bridge - the Dhola-Sadiya bridge over Lohit river and laying the foundation of the Indian Agricultural Research Institute at Gogamukh in Dhemaji district.

અજબ ગજબ...

* પૃથ્વી પર દેખાતા અર્ધચંદ્ર કરતા પૂનમના ચંદ્રનો પ્રકાશ નવ ગણો હોય છે એટલે પૂનમની રાત અજવાળી હોય છે.

* જન્મથી જ અંધ હોય તેવા લોકોને સ્વપ્ન આવે ખરું પણ માત્ર અવાજ સંભળાય છે દૃશ્ય દેખાતું નથી.

* વિશ્વમાં કેમિકલ ઉદ્યોગમાં વપરાતી ચાંદીનો અર્ધોભાગ ફોટોગ્રાફી અને અરીસા બનાવવામાં વપરાય છે.

* રશિયા બે મહાદ્વીપો વચ્ચે ફેલાયેલો દેશ છે. પૃથ્વીનો છઠ્ઠો ભાગ તે રોકે છે.

* વિશ્વની સૌપ્રથમ ઓલિમ્પિક ઇથોપિયામાં ઇ.સ. ૧૮૯૬માં યોજાયેલી એમાં નવ દેશોએ ભાગ લીધેલો.

* વિશ્વનું પ્રથમ ઝૂ રોમન સમ્રાટ પહેલાએ ઈ.સ. ૧૭૫૨માં વિયેનામાં બનાવેલું.

* પેરિસનો પ્રસિદ્ધ એફિલ ટાવર લોખંડનો બનેલો છે. ઉનાળામાં ગરમીને કારણે તેનું કદ વધે છે અને ઊંચાઇમાં નવ સેન્ટીમીટરનો વધારો થાય છે.

ગ્રીનવિચ રેખા નક્કી કરનાર વિજ્ઞાની જ્યોર્જ બિડેલ એરી...

પૃથ્વી પરના વિવિધ દેશોમાં એક જ સમયે ઘડિયાળ જુદો જુદો સમય બતાવે છે. પૃથ્વી ગોળાકાર અને ધરી પર ફરતી હોવાથી દરેક દેશો વારાફરતી સૂર્ય તરફ આવે છે. એટલે સમય જુદા જુદા હોય છે. ભારતમાં દિવસ હોય ત્યારે અમેરિકામાં રાત્રિ હોય છે. વિમાને એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે સમયની ગરબડ સર્જાય છે.

આ ગરબડને દૂર કરવા વિમાન કે જહાજ પૃથ્વી પર કાલ્પનિક ગ્રીનવીચ રેખા પસાર કરે અને બીજા ગોળાર્ધમાં જાય ત્યારે તેનો સમય બદલાવવાનો હોય છે. આ રેખાને દિનાંતર રેખા પણ કહે છે. 

ગ્રીનવિચ રેખા નક્કી કરનાર વિજ્ઞાની જ્યોર્જ બિડેલ એરી યુરોપનો મહાન ગણિતશાસ્ત્રીને ખગોળશાસ્ત્રી હતો. જ્યોર્જ બિડેલનો જન્મ ઇ.સ.૧૮૦૧ના જુલાઈની ૨૭ તારીખે બ્રિટનના વેસ્ટમોલેન્ડના આલ્વીક ગામે થયો હતો.

તેમણે બ્રિટનના રોયલ એસ્ટ્રોનોમર તરીકે નોંધપાત્ર સેવાઓ આપેલી. ગ્રહોની ભ્રમણકક્ષા, પૃથ્વીની ઘનતા અને નેપ્ચ્યૂન અંગે મહત્વપૂર્ણ સંશોધનો કરીને તેઓ જાણીતા થયેલા.
આંધ્રપ્રદેશની બેલુમની ગુફાઓ અનોખી છે...
 

તે પહાડના ખડકમાં નહીં પણ જમીનના પેટાળમાં આવેલી છે. આંધ્રપ્રદેશમાં આવેલી આ ગુફા દેશની સૌથી લાંબી ગુફા છે તે પેટાળમાં વહેતા પાણીથી ખડક કોતરાઈને બનેલી ૩૨૨૯ ફૂટ લાંબી ગુફા છે. ગુફામાં સાંકડા રસ્તા અને પાણીના કૂંડ છે. ગુફાની સૌથી વધુ ઉંડાઈ ૧૫૦ ફુટ છે. આ સ્થળને પાતાળગંગા કહે છે.

પાતાળગંગા

બેલુમ ગુફામાં ઘણી જોવા લાયક રચનાઓ છે, સાંકડુ સિંહનામુખ આકારનું પ્રવેશદ્વાર, શિવલિંગ આકારના સ્થંભ, જમીનમાં અદૃશ્ય થઈ જતું ઝરણું, એક ગુફામાં તો લાકડી પછાડીએ તો સાત સૂરના પડઘા સંભળાય છે. આંધ્રમાં બેંગાલુરૃથી ૩૦૦ કિલોમીટરના અંતરે આ ગુફાઓ આવેલી છે.


 

શેરબજારમાં નવો ઇતિહાસ રચાયો


સ્મોલ કેપ તથા મિડકેપ શેરોમાં પુન: તેજીનો માહોલ : ૨૩૪ શેરોમાં તેજીની સર્કિટ

આજે ભારતીય શેરબજારના બે મહત્વના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટીએ નવા ઊંચા મથાળે હાંસલ કરી વિક્રમ રચ્યો હતો. સેન્સેક્સે ૩૧૦૦૦ અને નિફ્ટીએ ૯૬૦૦ની સપાટી કૂદાવી વિક્રમ રચ્યો હતો.
કતલના હેતુ માટે બજારમાં પશુના વેચાણ પર પ્રતિબંધ મૂકાયો...


પર્યાવરણ મંત્રાલયે બહાર પાડેલા હુકમ અનુસાર આખલા, બળદ, ગાયો, ભેંસો, વાછરડાઓ કે વાછરડીઓ અને ઊંટને પણ આ જોગવાઈમાં સામેલ કરી દેવાયા છે.આ નિયમથી માંસની વિદેશમાં નિકાસ ઉપરાંત ગાય અને ભેંસના માંસના સ્થાનિક વેચાણ પર પણ ભારે અસર પડશે. 

પશુના ખરીદનારાઓએ હવે બજારમાં રચાનારી સમિતિને ખાતરી કરાવવી પડશે કે તેઓ પશુની ખરીદી કતલ માટે નથી કરતા, સમિતિએ ગ્રાહકે આપેલી વિગત ચકાસીને તેનો છ માસ સુધી પુરાવો (રેકોર્ડ) જાળવવો પડશે. આ જોગવાઈ અનુસાર ખરીદનાર વ્યક્તિ પણ તે પશુને રાજ્ય બહાર વેચી શકશે નહીં.

જો કે દેશના બંગાળ, કેરળ અને ઈશાન ભારતના રાજયોમાં ગૌમાંસનું વેચાણ-વપરાશ થાય છે. જેમાં અરૃણાચલ, મિઝોરમ, મેઘાલય, નાગાલેન્ડ, ત્રિપુરા અને સિક્કિમમાં પણ ગૌહત્યા પરપ્રતિબંધ નથી. મણીપુરમાં ૧૯૩૯ સુધી રાજાશાહી હતી ત્યાં સુધી ગૌહત્યા બંધી હતી. હવે  આ બધા રાજ્યોમાં ગૌમાંસ છુટથી ખવાય છે.

સરકારે પ્રિવેન્શન ઓફ ક્રુઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટની કેટલીક જોગવાઈઓમાં ફેરફાર સાથે રેગ્યુલેશન ઓફ લાઇવ સ્ટોક માર્કેટસ રૂલ- ૨૦૧૭ અમલી બનાવ્યો છે. .

આ નિયમ અનુસાર આંતરરાષ્ટ્રીય સરહદના ૫૦ કિ.મી. વિસ્તારમાં જ્યારે રાજ્યની હદથી ૨૫ કિ.મી. બહારના વિસ્તારમાં જ્યારે રાજ્યની હદથી ૨૫ કિ.મી. સુધીના વિસ્તારમાં આવી ઢોરબજાર સ્થાપી શકાશે . વળી બજારમાં દુધાળા કે યુવાન પશુઓને વેચવા લાવી શકાશે નહીં. આ નિયમ હેઠળ પશુના કાન વીંધવા, શિંગડા રંગવા, પ્રતિકૂળ વાતાવરણમાં વસાવવા ઉપરાંત પશુને કષ્ટ પહોંચે તેવી કોઈ પણ કાર્યવાહી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.