બુધવાર, 31 મે, 2017

વડાપ્રધાન મોદીએ જર્મની સાથે ૧૨ કરાર કર્યા


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જર્મનીના પ્રવાસ દરમિયાન બંને દેશો વચ્ચે ૧૨ સમજૂતીઓ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.  સાયબર નીતિ, વિકાસ કાર્યક્રમો, સ્થિર શહેરી વિકાસ, મેનેજર અને કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને તાલીમ, ડિજિટલાઇઝેશન, રેલવે સુરક્ષા અને વોકેશનલ ટ્રેનિંગનો પ્રસાર વધારવા જેવા ક્ષેત્રોમાં ૧૨ કરાર કરવામાં આવ્યા હતાં. 

નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ભારતમાં ૮૦ કરોડ યુવાનો છે અને ભારતની ૬૫ ટકા વસ્તીની ઉંમર ૩૫ વર્ષથી ઓછી હોવાથી જર્મનીના કૌશલ્ય વિકાસનો લાભ ભારતને મળી શકે છે. જર્મનીની મજબૂત ફૂટબોલ ટ્રેનિંગ સ્કીલનો લાભ પણ ભારતને મળી શકે છે. 

મોદીની સાથે અન્ય પ્રધાનો નો જર્મની પ્રવાસ:
વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રધાન હર્ષ વર્ધન,
વાણિજય પ્રધાન નિર્મલા સિતારમણ,
ઉર્જા પ્રધાન પિયુષ ગોયલ અને
વિદેશ મંત્રાલયના રાજ્ય કક્ષાના પ્રધાન એમ જે અકબર પણ જર્મની ગયા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો