Monday, 9 September 2019


PM નરેન્દ્ર મોદી આજે ગ્રેટર નોઈડામાં સંયુક્ત રાષ્ટ્રના 14માં વૈશ્વિક સંમેલનને સંબોધશે

ભારત વિશ્વ પટલ પર પર્યાવરણ બચાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવતું આવ્યું છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં ચાલી રહેલી સંયુક્ત રાષ્ટ્રના 14માં વૈશ્વિક સંમેલનમાં રણને આગળ વધતું અટકાવવાના વિષય પર સત્રને આજે સંબોધન કરશે. ભૂમિની ફળદ્રુપતાને વધારીને વધી રહેલા ક્ષારના પ્રમાણને રોકવાના વિષય પર કોપ-14નું આજે વિશેષ સત્ર મળી રહ્યું છે. ભારત વિશ્વ પટલ પર પર્યાવરણ બચાવવાનો મુદ્દો જોરશોરથી ઉઠાવતું આવ્યું છે. તે અનુસંધાનમાં પ્રધાનમંત્રી મોદી દ્વારા આ વિશ્વ સંમેલનને થનારૂં સંબોધન ખૂબ જ મહત્વનું છે. સંમેલનમાં 196 દેશના પ્રતિનિધિઓ હાજરી આપી રહ્યા છેરાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આઈસલેન્ડ, સ્વીત્ઝર્લેન્ડ અને સ્લોવેનિયાતી મુલાકાતે

રાષ્ટ્રપતિ આ દેશો સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને વધુ સુદૃઢ કરવા આ દેશના વડા સાથે વિચાર વિમર્શ કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ યુરોપના ત્રણ દેશોના પ્રવાસે જવા નવી દિલ્હીથી રવિવારે રાત્રે રવાના થયા હતા. રાષ્ટ્રપતિ નવ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન આઈસલેન્ડ, સ્વીત્ઝલેન્ડ અને સ્લોવેનિયાતી મુલાકાત લેશે. રાષ્ટ્રપતિ આ દેશો સાથેના આર્થિક અને રાજકીય સંબંધોને વધુ સુદૃઢ કરવા આ દેશના વડા સાથે વિચાર વિમર્શ કરશે. તથા સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ આઈસલેન્ડ પહોંચીને ત્યાંના પ્રમુખ અને પ્રધાનમંત્રી સાથે મંત્રણામાં ભાગ લેશે. 11થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાષ્ટ્રપતિ સ્વીત્ઝલેન્ડની મુલાકાત લેશે. યાત્રાના અંતિમ પડાવમાં રાષ્ટ્રપતિ બ્લોવાનિયા જશે. અહીં પણ તેઓ સ્લોવેતિયાના પ્રમુખ ખાતે વડાપ્રધાન સાથે મંત્રણા કરશેઆટલા વિશાળ ચંદ્ર પર લેન્ડિંગ માટે દક્ષિણ ધ્રુવનો વિસ્તાર જ કેમ પસંદ કરાયો?
 
ચંદ્રયાન-2 મિશનના ભાગરુપે ભારત ચંદ્ર પર ઉતરાણ કરનાર દુનિયાનો ચોથો દેશ બનવા જઈ રહ્યો છે. ચંદ્રયાન-2નુ લેન્ડર વિક્રમ ચંદ્ર પર ઉતરવાનુ છે.આમ તો ચંદ્ર ઘણો વિશાળ છે.ચંદ્રની સપાટી પર બહુ જગ્યાઓ છે તો ઈસરોએ લેન્ડિંગ માટે ચંદ્રનો દક્ષિણ ધ્રુવનો વિસ્તાર જ કેમ પસંદ કર્યો?

આ સવાલના એક કરતા વધારે જવાબ છે.નિષ્ણાતોના કહેવા પ્રમાણે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર શોધ કરવાથી ખબર પડશે કે ચંદ્રની ઉત્પત્તિ કેવી રીતે થઈ અને તેની રચના કેવી રીતે થઈ.આ વિસ્તારમાં બહુ મોટા અને વિશાળ ખાડા છે.જ્યાં ચંદ્રની ઉત્તર ધ્રુવની અપેક્ષાએ બહુ ઓછુ સંશોધન થયુ છે.

દક્ષિણી ધ્રુવના વિસ્તારમાં સોલર સિસ્ટમના પ્રારંભના દિવસોના જિવાષ્મ હોવાની પણ શક્યતા છે.માટે જ ચંદ્રની આ સપાટીનુ ઈસરો મેપિંગ કરવા માંગે છે.ચંદ્રના આ હિસ્સામાં પાણી હોવાની શક્યતા પણ નકારી શકાતી નથી. લેન્ડર વિક્રમ જ્યાં ઉતરવાનુ છે ત્યાં વિશાળકાય ખાડા છે.જેને ખીણ કહીએ તો પણ ખોટુ નથી.

જેમ કે ચંદ્રનો સૌથી મોટો ખાડો આઈતકેન બેસિન દક્ષિણ ધ્રુવ પર છે.જેની પહોળાઈ 2500 કીમી અને ઉંડાઈ 13 કિમી છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવના 18 ટકા હિસ્સાને જ પૃથ્વી પરથી જોઈ શકાય છે.બાકીના 82 ટકા હિસ્સાને પહેલી વખત રશિયાના યાને 1959માં ખેંચેલી તસવીરથી જોવા મળી શક્યો હતો.જાણો, ઈસરોએ લેન્ડરને 'વિક્રમ' અને રોવરને 'પ્રજ્ઞાન' નામ કેમ આપ્યુ?
 
ભારતના કરોડો લોકો ચંદ્રયાન-2ના લેન્ડર 'વિક્રમ' અને રોવર 'પ્રજ્ઞાન'ના નામથી પરિચિત થઈ ચુક્યા છે. ભારતના ચંદ્રયાન-2માંથી છુટા પડેલા લેન્ડર 'વિક્રમ'ની ચંદ્ર પર ઉતરાણ માટેની તૈયારીઓ પુરી થઈ ચુકી છે.લેન્ડરને 'વિક્રમ' નામ કેમ અપાયુ તેવો સવાલ થવો સ્વાભાવિક છે.જવાબ એ છે કે, ઈસરોએ આ લેન્ડરને ભારતના અવકાશ પ્રોગ્રામના જન્મદાતા ગણાતા વિક્રમ સારાભાઈના નામ પરથી 'વિક્રમ' નામ આપ્યુ છે.

લેન્ડરમાંથી ચંદ્રની સપાટી પર ફરનારા રોવરને 'પ્રજ્ઞાન' નામ આપવામાં આવ્યુ છે.'પ્રજ્ઞાન' એક સંસ્કૃત શબ્દ છે.જેનો અર્થ થાય છે 'બુધ્ધિમતા' 'પ્રજ્ઞાન'નુ જે કામ છે તેમાં સૌથી વધારે જરુર જ બુધ્ધિમત્તાની પડવાની છે.'પ્રજ્ઞાને' ચંદ્રની સપાટી પર રહેલી ઘણી વસ્તુઓની માહિતી મોકલવાની છે.


ચંદ્ર પર 'વિક્રમ'નાં સગડ મળ્યાં : સંપર્કની આશા


- ચંદ્રયાન-2ના ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી

- લેન્ડરનો સંપર્ક તૂટયો તે જ લોકેશન પરથી ઓર્બિટર આગામી બે દિવસમાં પસાર થશે


લેન્ડિંગ સોફ્ટ ન હતું એટલે મુશ્કેલી સર્જાયાનું ઇસરોનું અનુમાન લેન્ડરને નુકસાન થયાની સંભાવનાઓ નકારી શકાય નહીં : નિષ્ણાતો
સંપર્ક તૂટયાના 36 ક્લાક બાદ ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું ચોક્કસ લોકેશન મળ્યું

ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે. તે ચંદ્રની સપાટી પર ટકરાયું હશે, તેનું સોફ્ટ લેન્ડિંગ નહીં થયું હોય તેમ ઈસરોના વડા કે. સિવાને રવિવારે જણાવ્યું હતું. ચંદ્રયાન-૨ના ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી છે, પરંતુ વિક્રમ લેન્ડર સાથે હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી.
જોકે, ટૂંક સમયમાં તેની સાથે સંપર્ક સૃથાપિત થઈ શકશે તેમ કે. સિવાને ઉમેર્યું હતું. ચંદ્રયાન-૨ના ઓર્બિટરના ઓન-બોર્ડ કેમેરાએ લેન્ડર રોવર અને તેની અંદરના પ્રજ્ઞાાન રોવરની થર્મલ ઈમેજ ઝડપી છે ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકો આગળના વિકલ્પોની સંભાવનાઓ ચકાસી રહ્યા છે.
શું વિક્રમ લેન્ડર સાથે ફરી સંપર્ક થઈ શકશે? વિક્રમ કેવી સિૃથતિમાં છે? તેના પર લાગેલા ઉપકરણો બરાબર છે? તેને કોઈ નુકસાન થયું છે કે કેમ તે સવાલોના જવાબો આગામી ૧૨ દિવસમાં મળી શકશે તેમ ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે. 
ચંદ્રયાન-૨નું ઓર્બિટર સલામત છે અને તે ૧૦૦ કિ.મી.ની ઊંચાઈ પર તેની ભ્રમણ કક્ષામાં ચંદ્રની પરીક્રમા કરી રહ્યું છે. તે આગામી સાડા સાત વર્ષ સુધી એક્ટિવ રહેશે અને ચંદ્રની સપાટીની અનેક હાઈ રિઝોલ્યુશન તસવીરો મોકલશે. ઓર્બિટરના કેમેરા અત્યાર સુધીના કોઈપણ ચંદ્ર મિશનમાં સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવે છે. ઓર્બિટર આગામી બે દિવસમાં એ જ લોકેશન પરથી પસાર થશે, જ્યાં લેન્ડર સાથેનો સંપર્ક તૂટયો હતો. હવે લેન્ડરના લોકેશનની માહિતી પણ મળી ગઈ છે.
એવામાં ઓર્બિટર જ્યારે તે લોકેશન પરથી પસાર થશે ત્યારે તે લેન્ડરની હાઈ રિઝોલ્યુશન તસવીરો લઈ શકે છે. ઓર્બિટર દ્વારા મોકલાયેલા ડેટાના વિશ્લેષણથી કોઈ નિષ્કર્ષ પર  પહોંચી શકાશે. આગામી ૧૨ દિવસમાં લેન્ડરની સિૃથતિ અંગેના બધા સવાલોના જવાબ મળી જશે તેમ ઈસરોએ અગાઉ જણાવ્યું હતું.
ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમે શુક્રવારે મધ્ય રાત્રી બાદ ચંદ્રની સપાટી પર ઉતરાણ વખતે સપાટીથી ૨.૧ કિ.મી. દૂર ઈસરો સાથેનો સંપર્ક ગુમાવતાં ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગના ભારતના સાહસિક મિશનને ફટકો પહોંચ્યો હતો.
જોકે, લેન્ડરે ઉતરાણ સમયે તેમજ ઓર્બિટરે મોકલેલા ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. હાલ વિક્રમ લેન્ડર અંગે કંઈ પણ નક્કર કહેવું ઘણું જ વહેલું ગણાશે તેમ કે. સિવાને જણાવ્યું હતું.
ચંદ્રની સપાટી પર ટકરાતી વખતે લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાાન રોવરને નુકસાન થયું હશે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં કે. સિવાને કહ્યું કે આ અંગે અમારી પાસે હાલ કોઈ માહિતી નથી.
પરંતુ કેટલાક અવકાશ નિષ્ણાતોનું કહેવું છે કે વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ટકરાયા બાદ નુકસાન થયું હોવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. વિક્રમ લેન્ડરે ઈચ્છિત વેગ સાથેતેના ચાર પગ પર સપાટી પર ઉતરાણ કર્યું નહીં હોય અને તેનાથી લેન્ડરને નુકસાન થયું હોઈ શકે છે. આ અંગે કોઈ અસ્પષ્ટતા નથી તેમ એક વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું.
કે. સિવાને શનિવારે જણાવ્યું હતું કે ઈસરો ૧૪ દિવસ સુધી લેન્ડર સ ાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે. જોકે, ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચંદ્રની સપાટી પર લેન્ડરને શોધી કાઢ્યા બાદ સિવાને ભારપૂર્વક કહ્યું કે વિક્રમનો સંપર્ક કરવાના પ્રયાસો હજુ ચાલુ જ રહેશે. તેમણે કહ્યું કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી ૨.૧ કિ.મી. દૂર હતું ત્યાં સુધી તેનું સોફ્ટ લેન્ડિંગ આયોજન મુજબ અને સામાન્ય હતું, પરંતુ ત્યાર બાદ સિૃથતિ બગડી હતી અને વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ઈસરોના એક વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતું કે સમય પસાર થઈ રહ્યો છે અને વિક્રમનો સંપર્ક સૃથાપવાની સંભાવના ઓછી ને ઓછી થઈ રહી છે, પરંતુ તેમણે ઉમેર્યું કે લેન્ડરે જ્યાં હાર્ડ લેન્ડિંગ કર્યું છે તે લોકેશન પર સૂર્યના કિરણો પહોંચતા હશે તો લેન્ડર હજી પણ પાવર જનરેટ કરી શકે છે અને સૌર પેનલ્સ સાથે તેની બેટરીઓ રિચાર્જ થઈ શકશે. પરંતુ તે સંભાવનાઓ નહીવત્ જેવી જણાય છે તેમ ઈસરોના અિધકારીએ જણાવ્યું હતું.
ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન-૨ મિશન તેના ૯૫ ટકા આશયો પૂરા કરવામાં સફળ રહ્યું છે એન વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવવા છતાં આ મિશન ચંદ્રના વિજ્ઞાનમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
અવકાશ સંસૃથાએ જણાવ્યું કે ચંદ્રયાન-૨ના ચોક્કસાઈપૂર્વકના લોન્ચ અને મિશનના મેનેજમેન્ટને પગલે ઓર્બિટરની લાઈફ એક વર્ષના બદલે લગભગ સાત વર્ષ જેટલી થઈ છે.
દરમિયાન સિવાને જણાવ્યું કે વિક્રમ લેન્ડરના અસફળ ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈસરોના વૈજ્ઞાનિકોને ઉત્સાહપૂર્ણ સંબોધન અને સમગ્ર દેશમાંથી મળેલા નૈતિક ટેકા બાદ તેમના વૈજ્ઞાાનિકો અને એન્જિનિયરોનો ઉત્સાહ વધી ગયો છે.
ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરિરંગને પણ જણાવ્યું હતું કેવડાપ્રધાન મોદીના પ્રેરક, ઉત્સાહજનક સંબોધન તેમજ રાષ્ટ્રના સકારાત્મક પ્રતિસાદથી ઈસરોના વૈજ્ઞાાનિકો ખૂબ જ પ્રભાવિત થયા છે. તેનાથી સિવાન અને ઈસરોની ટીમનો ઉત્સાહ વધી ગયો છે.
અમે આથી વધુ કોઈ સારી બાબતની અપેક્ષા નહોતી કરી. ઈસરોના અન્ય એક ભૂતપૂર્વ વડા એ. એસ. કિરણકુમારે જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ મિશનની જટીલતાઓને ધ્યાનમાં લેતાં સોફ્ટ લેન્ડિંગ મિશનની હજારો સંભાવનાઓ હતી. દેશવાસીઓએ આ બાબતને ધ્યાનમાં લીધી અને ઈસરોને ટેકો આપ્યો તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.
થર્મલ ઈમેજ કેવી રીતે કામ કરે છે
શુક્રવારની મોડી રાત્રે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયા બાદ માત્ર ઈસરો જ નહીં દેશવાસીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ હતી. જોકે રવિવારે ઈસરોના વડા કે. સિવાને જણાવ્યું કે ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે અને તેની થર્મલ ઈમેજ મોકલી છે. ચંદ્રયાન-૨ ત્રણ ભાગ ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાાનમાં વિભાજિત છે.  ઓર્બિટર ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરતાં થર્મલ કેમેરાની મદદથી વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી છે.
દરેક વસ્તુનું પોતાનું તાપમાન હોય છે, તેનો ઉપયોગ કરીને થર્મલ કેમેરા તેની થર્મલ ઈમેજ બનાવે છે. કેમેરામાંથી નીકળતા કિરણો આ માહિતીને ઈલેક્ટ્રોનિક સિગ્નલમાં બદલે છે. કેમેરામાંથી મળેલી માહિતીને એક વીડિયો મોનિટર પર થર્મલ ઈમેજ બનાવવા અને તાપમાનની ગણતરી કરવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી એક તસવીર સામે આવે છે, જેને થર્મલ ઈમેજ કહેવાય છે.
વિક્રમનો સંપર્ક સાધવામાં લૂનર ડે મહત્વપૂર્ણ
ઈસરોને ચંદ્રયાન-૨ના ઓર્બિટરની મદદથી ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું લોકેશન મળી ગયું છે. જોકે, હજી સુધી તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી. ઈસરોના વૈજ્ઞાનિકો સતત વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે આગામી ૧૨ દિવસ ઘણા જ મહત્વના રહેશે. હકીકતમાં હાલ લૂનર ડે હોવાના કારણે આગામી ૧૨ દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. એક લૂનર ડે પૃથ્વીના ૧૪ દિવસ સમકક્ષ હોય છે, જેમાંથી બે દિવસ પસાર થઈ ગયા છે. આગામી ૧૨ દિવસ પછી ચંદ્ર પર રાત રહેશે. આથી આ સમયમાં વૈજ્ઞાનિકોને વિક્રમ સાથેનો સંપર્ક સાધવામાં મુશ્કેલી પડશે. પરીણામે ઈસરો માટે વિક્રમ લેન્ડરનો સંપર્ક સાધવા આગામી ૧૨ દિવસ ઘણા જ મહત્વપૂર્ણ રહેશે.
ઈસરોને મળ્યુ 'વિક્રમ'નુ લોકેશન, ઓર્બિટરે ખેંચી તસવીર

 
ચંદ્રયાનનુ લેન્ડર 'વિક્રમ' ચંદ્રની સપાટીથી બે કિમી દૂર હતુ અને તે જ વખતે તેણે ધરતી સાથેનો સંપર્ક ગુમાવી દીધો હતો.
એક ન્યૂઝ ચેનલના અહેવાલ પ્રમાણે ઈસરોને લેન્ડર 'વિક્રમ'નુ લોકેશન મળી ગયુ છે. ચંદ્રની ભ્રમણકક્ષામાં ફરી રહેલા ઓર્બિટરે હાઈ રિઝોલ્યુશન કેમેરા વડે તેની તસવીર પણ લીધી છે. જોકે, લેન્ડર સાથે કોઈ સંપર્ક સ્થાપી શકાયો નથી. હાલમાં 'વિક્રમ' લેન્ડર લેન્ડિગં માટે જે જગ્યા નક્કી થઈ હતી તેનાથી 500 મીટર દુર પડ્યુ છે.
ઈસરોના વૈજ્ઞાનિકો લેન્ડર 'વિક્રમ'ને સંદેશો મોકલવાની સતત કોશિશ કરી રહ્યા છે. વૈજ્ઞાનિકોને લાગે છે કે, કદાચ તેની કોમ્યુનિકેશન સિસ્ટમને ઓન કરી શકાય.
'વિક્રમ' અને તેની અંદર રહેલુ રોવર 'પ્રજ્ઞાન' ભવિષ્યમાં કામ કરી શકશે કે નહી તે તો ડેટા એનાલિસિસ બાદ જ ખબર પડી શકશે.

વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યુ
 
વરિષ્ઠ વકીલ રામ જેઠમલાણીનું 95 વર્ષની ઉંમરે નિધન થયુ છે. રામ જેઠમલાણી લાંબા સમયથી બીમાર હતા. રામ જેઠમલાણી લગભગ એક અઠવાડિયાથી વધારે બીમાર હતા અને પલંગ પરથી ઉભા થઈ શકે તેવી શારિરીક સ્થિતિ નહોતી. બીમારીના કારણે ઘણા કમજોર પણ થઈ ગયા હતા.
રામ જેઠમલાણીના પુત્ર મહેશે જણાવ્યુ કે તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે લોધી રોડ સ્મશાનમાં કરવામાં આવશે. મશહૂર વકીલ અને પૂર્વ કાનૂન મંત્રી રામ જેઠમલાણીના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુખ વ્યક્ત કર્યુ છે. 
નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી કે, રામ જેઠમલાણીજીના નિધનથી ભારતે એક અસાધારણ વકીલ અને પ્રતિષ્ઠિત સાર્વજનિક વ્યક્તિને ખોઈ છે. રામ જેઠમલાણીએ ન્યાયાલય અને સાંસદ બંનેમાં સમૃદ્ધ યોગદાન આપ્યુ છે. જે રમૂજી, સાહસી અને ક્યારેય પણ કોઈ પણ વિષય પર સાહસપૂર્વક બોલવાથી ક્યારેય પીછેહઠ કરતા નહીં.


Sunday, 8 September 2019


PM નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં ઓરિક સિટીનું ઉદ્ધાટન કર્યુમુંબઈમાં ત્રણ મેટ્રો લાઈનની આધારશિલા પણ મૂકી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , મહારાષ્ટ્ર ના ઔરંગાબાદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૌપ્રથમ સ્વયં સહાયતા સમૂહની એક પ્રદર્શની નિહાળી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ ગ્રામીણ મહારાષ્ટ્રના બદલાવ પર લખવામાં આવેલ એક પુસ્તકનું, વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ ઔદ્યોગિક શહેરનાં હોલ બિલ્ડીંગ અને કમાંડ સેંટરનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ ઔદ્યોગિક શહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડનું એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ પણ કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ અહીં મહિલાઓ માટે આયોજીત કરવામાં આવેલ સ્વયં સહાયતા સંમ્મેલનને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઔરંગાબાદ નવું સ્માર્ટ સીટી બની રહ્યું છે અને ઔદ્યોગિક ગતિવિધિનું કેન્દ્ર પણ બનશે. તે માટે ઔદ્યોગિક કંપનીઓએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય 7 મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેમાંથી 44 લાખ ગેસ કનેક્શન માત્ર મહારાષ્ટ્રમાં જ આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ, મુંબઇ બાંગડોગરી સ્ટેશન ખાતે , ત્રણ મેટ્રોલાઇનનું ભૂમિપુજન કર્યું હતું. સમગ્ર મુંબઇમાં 320 કિલોમીટર મેટ્રોનેટવર્ક, 2024 સુધીમાં પૂર્ણ થશે ત્યારે લગભગ 1 કરોડ લોકો મુસાફરી કરી શકશે. જેમાં આધુનિક સીગ્નલ સીસ્ટમથી સમગ્ર નેટવર્ક તૈયાર થશે. આ યોજનામાં 50 હજાર લોકોને સીધી રોજગારી મળશે. પ્રધાનમંત્રી દ્વારા રીમોટ કંટ્રોલથી "મેટ્રો-માર્ગની" 3 આધારશીલા મુક્યા બાદ મેટ્રોભવનનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બેંગલુરૂમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ જે જુસ્સો બતાવ્યો છે, તેમાંથી આપણે સૌ શીખી શકીએ છીએ. તેમણે કહ્યું કે લક્ષ પ્રાપ્ત કરનારા 3 પ્રકારના લોકો હોય છે. પરંતુ સૌથી ઉચા સ્તરે તે લોકો પહોચે છે જે લગાતાર પડકાર સામે નિરંતર પ્રયાસ કરી લક્ષ પ્રાપ્ત કરીને જ રહે છે. ઇસરોના સ્ટાફ સભ્યો, લક્ષ પ્રાપ્ત કરનારા સુધી લગાતાર પ્રયત્નશીલ રહે છે. તેમણે કહ્યું કે ચંદ્ર ઉપર પહોંચવાનું સ્વપ્ન જરૂર પૂર્ણ થશે. આજે મુંબઇમાં MMRDA ની 20 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ થઇ છે. તે માટે લોકોને શુભેચ્છા પાઠવું છું. આ યોજનાથી લોકોનું જીવન સરળ કરવામાં મદદ મળશે. આવી અનેક યોજનાથી મુંબઇમાં બદલાવની શરૂઆત થઇ છે.


Wednesday, 4 September 2019

રિયો શૂટિંગ વર્લ્ડ કપ: ભારત પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે નંબર વન


- મનુ-સૌરભ અને અપૂર્વી-દીપક મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા

- ભારતના અભિષેક અને યશશ્વિનીને સિલ્વર મેડલ

======મનુ ભાકેર અને સૌરભ ચોધરી તેમજ અપૂર્વી ચંદેલા અને દીપક કુમારની જોડીએ મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવતા ભારતે રિયો શૂટિંગ વર્લ્ડ કપમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ ૯ મેડલ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ.
ભારતની મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ મિક્સ એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. તેમણે ૧૭-૧૫થી ભારતના જ અભિષેક વર્મા અને અંજુમ મુદગીલને હરાવી હતી. આ સાથે મનુ ભાકેર અને સૌરભ ચૌધરીએ સતત ચોથા શૂટિંગ વર્લ્ડ કપમાં મિક્સ એર પિસ્તોલ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
જ્યારે દીપક કુમાર અને અપૂર્વી ચંદેલાની જોડીએ મિક્સ રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે ભારતની અંજુમ મુદગીલ અને દિવ્યાંશ સિંઘ પનવરને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
રિયો શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના મેડલ વિજેતા
ગોલ્ડ મેડલ : ઈલાવેનિલ વાલારિવન (૧૦ મી. એર રાઈફલ), અભિષેક વર્મા (૧૦ મી. એર પિસ્તોલ), યશશ્વિની સિંઘ દેશવાલ (૧૦ મી. એર પિસ્તોલ), મનુ ભાકેર અને સૌરભ ચૌધરી (મિક્સ એર પિસ્તોલ ટીમ), અપૂર્વી ચંદેલા અને દીપક કુમાર (મિક્સ એર રાઈફલ ટીમ)
સિલ્વર મેડલ : સંજીવ રાજપુત (૫૦ મી. રાઈફલ થ્રી પોઝિશન), અભિષેક વર્મા અને યશશ્વિની સિંઘ દેશવાલ (મિક્સ એર પિસ્તોલ ટીમ)
બ્રોન્ઝ મેડલ : સૌરભ ચૌધરી (૧૦ મી. એર પિસ્તોલ), અંજુમ મુદગીલ અને દિવ્યાંશ સિંઘ પનવર (મિક્સ એર રાઈફલ ટીમ)