ભારતના સોનમ વાંગચૂક અને ભારત વાટનાણીને રેમન મેગ્સેસ ઓવોર્ડ
- આ એવોર્ડ 31 ઓગસ્ટે મનિલામાં આપવામાં આવશે
ભારતના સોનમ વાંગચુક અને ભારત વાટનાણીને આ વખતે રેમન મેગ્સેસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે.
વાંગચુકને શિક્ષણ, સંસ્કૃતિ અને પર્યાવરણમાં સામુહિક પ્રગતિ માટે સારૂ કામ કરવા માટે રોમન મેગ્સેસ એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, બોલીવુડ અભિનેતા આમિર ખાને પોતાની ફિલ્મ 3 ઇડિયટ્સમાં વાંગચૂકની ભૂમિકા ભજવી હતી.
જ્યારે વાટનાણીને હજારો માનસિકપણે બિમાર અને ગરીબ લોકોને તેના પરીવાર સાથે મેળવવાના કામ માટે આ એવોર્ડ આપવામાં આવશે. આ સિવાય કાંબોડિયામાં થયેલા નરસંહારમાં કોઇપણ રીતે પોતાને બચાવવાનું કામ કરતા શખસનું નામ પણ આ યાદીમાં સામેલ છે.
નોંધનિય છે કે, મેગ્સેસ એવોર્ડની શરૂઆત 1957માં ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિના પ્લેનક્રેશમાં મોત થયા બાદ શરૂ કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ 31 ઓગસ્ટે મનિલામાં આપવામાં આવશે.