રવિવાર, 16 એપ્રિલ, 2017
ગોપીચંદની પુત્રી ગાયત્રીએ જકાર્તામાં જુનિયર ટાઈટલ જીત્યું
સિંગલ્સમાં
ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ ભારતના નામે
અંડર-૧૫ સિંગલ્સની ઓલ ઈન્ડિયન ફાઈનલમાં ગાયત્રી ગોપીચંદે ગોલ્ડ મેડલ જીત્યો હતો,ભારતની કવિપ્રીયા સેલ્વમને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.
અંડર-૧૫ ડબલ્સમાં ભારતની ગાયત્રી અને સમીયા ઈમાદ ફારુકીની જોડી
વિજેતા.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ભલામણ.ચાર સંઘ પ્રદેશોએ પણ NEXTની તરફેણ કરી: નવ રાજ્યોએ ના પાડી
ડોકટર બનવા માટે હવે
મેડિકલના વિદ્યાર્થીઓએ નેશનલ એકઝિટ ટેસ્ટ ( NEXT) પરીક્ષા પાસ કરવી પડશે અને આ પરીક્ષાની તરફેણ
કરનાર બાર રાજ્યો અને ચાર સંઘ પ્રદેશમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. NEXT
ની તરફેણ કરનાર
રાજ્યોમાં ગુજરાત ઉપરાંત ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ
પ્રદેશ, કેરળ, મધ્ય
પ્રદેશ, મેઘાલય, ઓડિશા
અને પંજાબનો સમાવેશ થતો હતો.
જ્યારે કેન્દ્ર
શાસિત પ્રદેશોમાં ચંડીગઢ, દિલ્હી, આન્દામાન-નિકોબાર
અને પોંડીચેરીનો સમાવેશ થતો હતો. આવી પરીક્ષાની તરફેણ નહીં કરનાર રાજ્યોમાં આસામ, ગોવા, કર્નાટક, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આંઘ્ર
પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનો સમાવેશ થયો હતો.
સુરત પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું અભૂતપુર્વ
સ્વાગત કરાયું
આજે (16th april 2017) સુરત પધારેલા દેશના વડાપ્રધાન નરેન્દ્ર
મોદીનું અભૂતપુર્વ સ્વાગત કરાયું હતું. ૧૨ કિલોમીટર સુધીના હજારોની સંખ્યામાં
સુરતીઓ ઉમટી પડયા હતા. ભારત માતાકી જય અને વંદે માતરમના નારા ગુંજતા રહયા હતા.
સુરત એરપોર્ટથી નરેન્દ્ર મોદીનો ખૂલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજાયો હતો.
વડાપ્રધાનનો અત્યારસુધીનો આ સૌથી લાંબો રોડ શો કહેવાય છે.
રિવરફ્રન્ટના નયનરમ્ય વાતાવરણમાં ૩૦મીએ પહેલીવાર નૌકા સ્પર્ધા યોજાશે
ગુજરાત ગૌરવ દિન નિમિતે યોજાનારો વિશિષ્ટ કાર્યક્રમ. ૫૧થી પણ વધુ સ્પર્ધકો ભાગ લેશે
રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા તા.૧ મેએ વિશિષ્ટ રીતે ગુજરાતના સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનાર છે. જેના ભાગરૃપે ૩૦ એપ્રિલના રોજ રિવરફ્રન્ટના નયનરમ્ય વાતાવરણમાં નૌકા સ્પર્ધા અને જુદીજુદી જાતની નૌકાઓનું નિર્દેશન પણ થનાર છે. જેને લઇને હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)