રવિવાર, 16 એપ્રિલ, 2017

મેડિકલ કોલેજમાં પ્રવેશ માટે ગુજરાત સહિત ૧૨ રાજ્ય 'NEXT'ની તરફેણમાં


કેન્દ્રના આરોગ્ય મંત્રાલયની ભલામણ.ચાર સંઘ પ્રદેશોએ પણ NEXTની તરફેણ કરી: નવ રાજ્યોએ ના પાડી

ડોકટર બનવા માટે હવે મેડિકલના વિદ્યાર્થીઓએ  નેશનલ એકઝિટ ટેસ્ટ ( NEXT) પરીક્ષા પાસ કરવી પડશે અને આ પરીક્ષાની તરફેણ કરનાર  બાર રાજ્યો અને ચાર સંઘ પ્રદેશમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. NEXT  ની તરફેણ કરનાર રાજ્યોમાં  ગુજરાત ઉપરાંત ઝારખંડ, મહારાષ્ટ્ર, બિહાર, છત્તીસગઢ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, કેરળ, મધ્ય પ્રદેશ, મેઘાલય, ઓડિશા અને પંજાબનો સમાવેશ થતો હતો.

જ્યારે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ચંડીગઢ, દિલ્હી, આન્દામાન-નિકોબાર અને પોંડીચેરીનો સમાવેશ થતો હતો. આવી પરીક્ષાની તરફેણ નહીં કરનાર રાજ્યોમાં આસામ, ગોવા, કર્નાટક, રાજસ્થાન, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, આંઘ્ર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડનો સમાવેશ થયો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો