બુધવાર, 31 ઑક્ટોબર, 2018

નરેન્દ્ર મોદીએ દેશને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટી સમર્પિત કરી


 


વડાપ્રધાન મોદી રાતના જ અમદાવાદ પહોંચી ગયા છે. આજે વડાપ્રધાન મોદીએ નર્મદાના કેવડિયા જઈને દુનિયાની સૌથી ઉંચી સરદાર પટેલની પ્રતિમા દેશને સમર્પિત કરી.


દેશને એક સૂત્રમાં બાંધનાર આઝાદ ભારતના પહેલા ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે 143મી જન્મ જ્યંતી છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ટેન્ટ સિટીનું ઉદ્ધાટન કર્યું. સ્ટેચ્યુ ઑફ યુનિટી પાસેના વેલી ઑફ ફ્લોવર્સનું ઉદ્ધાટન કર્યુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના કિનારા કેવડિયા પહોંચ્યા. 

આજે ૩૧મી ઓક્ટોબરે ભારતના લોખંડી પુરૃષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કર્યુ. ૩૦૦૦ કરોડ રૃપિયાના ખર્ચે બનેલી આ ભવ્ય પ્રતિમા વિશ્વની એક અજાયબી બની જશે.

સરદાર પટેલની પ્રતિમાને રાષ્ટ્રને સમર્પિત કરવાના આ જાજરમાન પ્રસંગે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ગુજરાતના રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબહેન પટેલ, મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિતનું આખુ મંત્રીમંડળ ઉપસ્થિત રહ્યા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઑફ યુનિટીના અનાવરણના કાર્યક્રમમાં પહોંચ્યા.

 

સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ 10 વાતો જાણી દરેક ભારતીયને થશે ગર્વ

 

Image result for statue of unity inauguration
વડાપ્રધાન મોદી આજે સરદાર પટેલની જન્મજયંતિ પર ગુજરાતના કેવડિયામાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરશે.

ગુજરાતના નર્મદા જિલ્લામાં કેવડિયામાં પ્રતિમાના લોકાર્પણ બાદ વડાપ્રધાન જનસભા પણ સંબોધશે. ત્યારબાદ  તેઓ વોલ ઓફ યુનિટી ખાતે જશે અને તેનું ઉદ્ઘાટન કરશે.

આ પ્રતિમાની 10 ખાસિયતો વિશે જે દરેક ભારતીય માટે ગર્વની વાત છે. 

1. લાર્સન એન્ડ ટુર્બો કંપનીનો દાવો છે કે સરદાર વલ્લભભાઈ પટેલના સન્માનમાં બનેલી સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે. 

2. આ પ્રતિમા 182 મીટર ઊંચી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ચીનમાં આવેલી બુદ્ધિની પ્રતિમા કરતાં પણ ઊંચી છે અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં તેની ઊંચાઈ બમણી છે. 

3. સ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર 33 મહિનામાં બનીને તૈયાર થઈ ગઈ છે, જે પણ એક રેકોર્ડ છે. કંપનીના જણાવ્યાનુસાર ચીનના સ્પ્રિંગ ટેમ્પલમાં બુદ્ધની પ્રતિમા બનતા 11 વર્ષ લાગ્યા હતા. 

4.એલએન્ડટીએ તેના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ મૂર્તિનું નિર્માણ 2,989 કરોડના ખર્ચે તૈયાર થઈ છે. 

5. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કાંસાની પરત ચઢાવવા સિવાયનું દરેક કામ ભારતમાં જ થયું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી સ્વદેશી છે. 

6. આ પ્રતિમા નર્મદા નદી પર સરદાર સરોવર ડેમથી 3.5 કિલોમીટરની દૂરી પર છે.

7. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કુલ વજન 1700 ટન છે. તેની ઊંચાઈ 522 ફૂટ અને 182 મીટર છે. જેમાં પગની લંબાઈ 80 ફૂટ, હાથ 70 ફૂટ ખભા 140 ફૂટ અને ચહેરાની ઊંચાઈ 70 ફૂટ છે. 

8. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પદ્મવિભૂષણ સન્માનિત રાવ વી. સુતારની દેખરેખમાં થયું છે. 

9. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી સરદાર સરોવર ડેમ, સતપુડા તેમજ વિંધ્ય પર્વત પણ જોઈ શકાય છે. અહીંની ગેલેરીમાંથી એક સમયે 40 લોકો આ દ્રશ્ય જોઈ શકે છે. 

10.સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોવા માટે રોજ 15000 પર્યટકો આવશે તેવું અનુમાન છે.