જીબી બોક્સિંગ : હુસામુદ્દીનને હરાવી
કવિંદરસિંહ બિષ્ટે ગોલ્ડ મેડલ જીત્યો
૩૮મી જીબી બોક્સિંગ ટૂર્નામેન્ટમાં કવિંદરસિંહ બિષ્ટે ૫૬
કિગ્રા વજન વર્ગમાં ભારતના જ હુસામુદ્દીનને પરાજય આપી ગોલ્ડ મેડલ જીત્યો હતો
જ્યારે શિવા થાપા સહિત અન્ય ત્રણ ભારતીય બોક્સર્સે સિલ્વર મેડલ જીત્યા હતા.
ભારતીયો
વચ્ચે ૫૬ કિગ્રા વજન વર્ગની ફાઇનલમાં બિષ્ટ અને હુસામુદ્દીન ટકરાયા હતા. બંને
બોક્સર આર્મી સ્પોર્ટ્સ કંટ્રોલ બોર્ડ (ASCB)ના છે અને બંને એક બીજાની ટેક્નિકથી
વાકેફ હતા પરંતુ બિષ્ટે આંખ પર કટ લાગવા છતાં જીત મેળવવામાં સફળ રહ્યો હતો.
ફ્લાઇવેટ વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયનશિપની ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર બિષ્ટનું
આ બેંથમવેટમાં આવ્યા બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડલ હતો. હુસામુદ્દીનનો પરાજય
થતાં તેને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો.
૬૦ કિગ્રા વજન
વર્ગમાં શિવા થાપાને સ્થાનિક દાવેદાર અર્સલાન ખાતેવે ૪-૧થી હાર આપી હતી. ગોવિંદ
સાહનીએ થાઇલેન્ડના થિતિસાન પનમોદ સામે મજબૂત શરૂઆત કરતાં પ્રથમ રાઉન્ડ જીત્યો હતો
પરંતુ તે પછીના બે રાઉન્ડમાં પનમોદને જજ તરફથી પોઇન્ટ મળતાં તેણે આ મુકાબલો ૩-૨થી
જીતી લીધો હતો.
૬૯ કિગ્રા વજન
વર્ગમાં દિનેશ ડાગરને સેમિફાઇનલમાં આંખમાં ઈજા થઈ હતી જેને કારણે તેની આંખ પર સોજો
હતો. ડાગર સામે ફાઇનલમાં ઇંગ્લેન્ડના પેટમેકોરમેકે આક્રમક રમત દર્શાવી હતી જેને
કારણે ત્રીજા રાઉન્ડમાં રેફરીએ કાઉન્ટ કરતાં કેટલીક સેકન્ડ પહેલાં જ તેના પક્ષમાં
પરિણામ આપી દીધું હતું.
૯૧ કિગ્રામાં
સુમિત સાંગવાન, ૫૨ કિગ્રામાં સચિન સિવાચ અને ૯૧+ કિગ્રા વજન વર્ગમાં
નવીનકુમારનો સેમિફાઇનલમાં પરાજય થયો હોવાથી બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો