મંગળવાર, 12 માર્ચ, 2019

આરબીઆઇ વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવનારાઓની યાદીમાં 

 

-     મધ્યસ્થ બેંકો ડોલર મજબૂત થવાના કારણે સોનાનું હોલ્ડિંગ વધારી રહી છે

-     હાલમાં આરબીઆઇ ૬૦૭ ટન સોનાની સાથે વિશ્વમાં અગિયારમા ક્રમે જ્યારે ૬૧૨.૫ ટન સાથે નેધરલેન્ડ દસમાં ક્રમે


રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જાન્યુઆરીમાં પોતાના અનામતમાં ૬.૫ ટન સોનાનો વધારો કરતા  તેની પાસે સોનાનો કુલ અનામત જથ્થો વધીને ૬૦૭ ટન થઇ ગયું છે. આ સાથે જ આરબીઆઇ વિશ્વમાં સૌથી વધુ સોનું ધરાવનારાઓની યાદીમાં નેધરલેન્ડને પાછળ છોડી દસમાં ક્રમે આવવાની તૈયારીમાં છે. 
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર ભારત પાસે વૈશ્વિક સોનાના કુલ જથ્થા પૈકી ૬.૨ ટકા હિસ્સો છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો