Wednesday, 6 December 2017

AROGYA 2017: આયુષ અને વેલનેસ સેક્ટર પર પ્રથમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન અને કોન્ફરન્સ


આયુષ અને વેલનેસ સેક્ટર- AROGYA 2017 પરનું પ્રથમ ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કોન્ફરન્સ નવી દિલ્હીમાં યોજાયું હતું. આનું ઉદઘાટન આયુષ પ્રધાન શ્રીપદ નાઇક દ્વારા કરવામાં આવ્યું હતું. તે ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (Federation of Indian Chambers of Commerce and Industry - FICCI) દ્વારા યુનિયન મંત્રાલયના આયુષ તેમજ  વાણિજ્ય અને ઉદ્યોગ અને ફાર્માસ્યુટિકલ્સ નિકાસ પ્રમોશન કાઉન્સિલ (ફાર્માક્સિલ) દ્વારા યોજવામાં આવ્યો હતો. તેની થીમ 'આવી હતી આયુષ વૈશ્વિક સંભવિત વધારી' .

AROGYA 2017 ના હેતુઓ ગ્લોબલ સંદર્ભમાં ઔષધીય પદ્ધતિની વૈજ્ઞાનિક માન્યતા દર્શાવવી. આયુષ (આયુર્વેદ, યોગ, નેચરોપથી, ઉનાની, સિદ્ધ, સોવા-રીગપા અને હોમીઓપેથી) વિશેની જાગૃતિ અને રસને પ્રોત્સાહન અને મજબૂત બનાવવું. આયુષના આંતરરાષ્ટ્રીય પ્રમોશન, વિકાસ અને માન્યતાની સગવડ. આંતરરાષ્ટ્રીય સ્તરે શેરધારકો અને આયુષના બજાર વિકાસના ફોસ્ટરની ક્રિયાપ્રતિક્રિયા. આંતરરાષ્ટ્રીય બજારોમાં આયુષ પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપો. આયુષ સેક્ટરમાં સંશોધન અને નવીનતમ પ્રગતિ દર્શાવો અને તેની સંભવિતતાને સંવાદ કરો.

આયુષ


ભારતનો લાંબા સમયનો ઇતિહાસ અને સંસ્કૃતિ 5000 વર્ષથી ચાલી રહી છે, જે સ્વાસ્થ્ય સંભાળ માટે પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે અને આધુનિક વૈજ્ઞાનિક દેખાવ સાથે વિકાસ કરે છે. આયુષ એ પરંપરાગત તબીબી પ્રણાલીઓનું ટૂંકું નામ છે જે ભારતમાં આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, ઉનાની, સિદ્ધ અને હોમીઓપેથી જેવી પ્રેક્ટિસ કરવામાં આવે છે. 


સામાન્ય જ્ઞાન

1.            ભીમદેવની કઈ રાણીએ પાટણ ખાતે રાણકી વાવ બંધાવી હતી?
(A) મીનળદેવી  (B) ચૌલાદેવી  (C) ઉદયમતી  (D) દેવળદેવી

2.             હાલમાં ભારતમાં મુખ્ય ચૂંટણીકમિશનર કોણ છે?
(A) વી.એસ.સંપત               (B) અચલકુમાર જ્યોતિ      
(C) હરીશંકર એસ.બ્રહ્મા         (D) નસીમ જૈદી

3.             તાજેતરમાં ગુજરાત રાજ્યની વિદ્યાનસભાની કેટલી બેઠકો માટેની ચૂંટણી યોજાઈ રહી છે?
(A) 180       (B) 182            (C) 181            (D) 184  

4.             સાપુતારા હિલ સ્ટેશન કઈ પર્વતમાળા પર સ્થિત છે?
(A) સહ્યાદ્રિ       (B) શેત્રુંજય    (C) અરવલ્લી  (D) ગિરનાર

5.             વિસ્તારની દ્રષ્ટિએ ભારતનું નાનામાં નાનું રાજ્ય કયું છે?
(A) ગોવા                (B) નાગાલેન્ડ  (C) ત્રિપુરા     (D) સિક્કિમ

6.            31મી ઓક્ટોબરના રોજ  જેમની જન્મ જયંતિ  હતી , તે શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કયાં થયેલો?
(A) બોરસદ      (B) પેટલાદ    (C) કરમસદ    (D) નડિયાદ

7.             વેળું શબ્દનો સમાનાર્થી શબ્દ જણાવો.
(A) ચેહ          (B) અંક                (C) રેતી                (D) વ્રણ  

8.             ગુજરાતના મુક સેવકતરીકે કયા ગાંધીવાદી સમાજસેવક જાણીતા છે?
(A) નારાયણ દેસાઈ             (B) ઠક્કરબાપા        
(C) મોરારજી દેસાઈ             (D) રવિશંકર મહારાજ

9.     હાઈકોર્ટના ચુકાદાઓ લોકો સમજી શકે તે ભાષામાં આપવા જોઈએ તેવું ન્યાયતંત્રને સૂચન તાજેતરમાં કયા મહાનુભા કર્યું?
(A) રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ      
(B) મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી દિપક મિશ્રા
(C) ભૂતપૂર્વ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી જગદીશસિંઘ ખેહર   
(D) વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી

10.          કયા જિલ્લાની સરહદ પોરબંદર જિલ્લાને સ્પર્શતી નથી?
(A) જૂનાગઢ     (B) ગિર સોમનાથ      (C) રાજકોટ    (D) દેવભૂમિ દ્વારકા  

11.         હાલમા વિયેતનામમાં યોજાયેલ એશિયન બોક્સિંગ ચેમ્પિયનશીપમાં કોણે ગોલ્ડ મેડલ જીતેલ છે?
(A) સીમા પુનિયા                (B) પ્રિયંકા ચૌધરી     (C) સરિતા દેવી        (D) મેરીકોમ

12.         નીચેના માંથી તનુજાનો વિરોધી શબ્દ જણાવો.
(A) સૂતા         (B) તનયા     (C) દીકરો      (D) દીકરી

13.         ઉત્તર અને પશ્ર્વિમ વચ્ચેનો ખૂણો એટલે ‌‌..................
(A) ઈશાન       (B) વાયવ્ય    (C) અગ્નિ      (D) નૈઋત્ય

14.         ઔરંગઝેબનો જન્મ ગુજરાતમાં કયાં સ્થળે થયો હતો ?
(A) અમદાવાદ  (B) દાહોદ      (C) ખંભાત     (D) ગોધરા  

15.         કયું સ્થળ ગુજરાતનું ચેરાપુંજી કહેવાય છે?
(A) વાંસદા       (B) કપરાડા    (C) ધરમપુર   (D) વઘઈ

16.         વિશ્વયોગ દિવસ કઈ તારીખે ઊજવવામાં આવે છે?
(A) 1 મે       (B) 21 એપ્રિલ       (C) 5 સપ્ટેમ્બર      (D)  21 જૂન

17.  નર્મદા ડેમ નજીક .......... બેટ ઉપર સરદાર વલ્લભભાઈ પટેલની સૌથી ઊંચી પ્રતિમા નિર્માણાધીન છે?
(A) નડા બેટ     (B) સાધુ બેટ           (C) પીરમ બેટ         (D) શિયાળ બેટ

18.         ગુજરાતમાં સૌપ્રથમ ટેલિવિઝન કેન્દ્ર ક્યાં શરૂ થયું હતું?
(A) ડીસા         (B) વસો        (C) મોગરી     (D) પીજ

19.         નીચેનામાંથી કઈ કહેવત નથી.
(A) અધૂરો ઘડો છલકાઈ         (B) ઉતાવળે આંબા ના પાકે
(C) વાડ ચીભડાં ગળે            (D) જીવ હેઠો બેઠો

20.         મહાત્મા ગાંધીજીની જન્મ તારીખ ........ છે.
(A) 2 ઓક્ટોબર 1848           (B) 2 ઓક્ટબર 1879 
(C) 2 ઓક્ટબર 1859           (D) 2 ઓક્ટબર 1869  

21.         નીચેના માંથી સાચી જોડણી કઈ છે?
(A)ભૂલભુલામણી        (B) ભુલભુલામણી     (C) ભુલભૂલામણિ      (D) ભૂલભૂલામણી

22.         હાલમાં સુપ્રિમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ શ્રી કોણ છે?
(A) માનનીય ન્યાયધીશ શ્રી ટી. એસ ઠાકુર    
(B) માનનીય ન્યાયાધીશ શ્રી દીપક મિશ્રા
(C) માનનીય ન્યાયધીશ શ્રી જગદીશસિંઘ ખેહર
(D) માનનીય ન્યાયાધીશ શ્રી એચ.એલ.દત્તુ

23.          GDPનું પૂરું નામ શું છે?
(A) ગ્રેમી ડોમેસ્ટિક પ્રોડક્ટ       (B) જનરલ ડોમેસ્ટિક પ્રોડક્ટ
(C) ગવર્નમેન્ટ ડોમેસ્ટિક પ્રોડક્ટ (D) ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ

24.         “ મોટું ગામતરું કરવું” એટલે?
(A) મરણ પામવું         (B) જલસો કરવો      
(C) બહારગામ જવું      (D) મોટો મેળાવડો કરવો

25.         પારસીઓ સૌપ્રથમ કયા બંદરે ઉતર્યા હતા?
(A) ઉદવાડા     (B) સંજાણ     (C) સુરત       (D) ગોવા

26.         ગુજરાત રાજ્યના મહેસૂલ મંત્રી તરીકે  હાલમાં કોણ કાર્યરત છે?
(A) શ્રી જયેશ રાદડિયા          (B) શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં  
(C) શ્રી આત્મારામ પરમાર      (D) શ્રી ચીમનભાઈ સાપરીયા

27.      આવનારી સામાન્ય ચૂંટણીમાં ઉપયોગમાં લેવનાર વીવીપેટ (VVPAT) મશીનનું પૂરું નામ જણાવો.
(A) Voter Varifiable paper’s Audit Trail
(B) Voter’s Varification paper Audit Trail
(C) Voter verifiable paper Audit Trail
(D) Voter Varification paper Audit Trail

28.         સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાં હમારા” ના રચયિતા કોણ છે?
(A) મોહમંદ ઈકબાલ    (B) બંકિમચંદ્ર ચેટરજી         
(C) કવિ પ્રદીપ          (D) રવીન્દ્રનાથ ટાગોર

29.         ગાંધીજીએ અમદાવાદમાં સૌપ્રથમ કયા આશ્રમની સ્થાપના કરી હતી?
(A) રંગાસ્વામી આશ્રમ          (B) ગાંધી આશ્રમ
(C) કોચરબ આશ્રમ              (D) સાબરમતી આશ્રમ

30.         નરસિંહ મહેતાનો જન્મ કયાં થયો હતો?
(A) જૂનાગઢ     (B) વંથલી     (C) મહુવા      (D) તળાજા

31.         માઉન્ટ એવરેસ્ટ સર કરનાર ભારતના પ્રથમ મહિલા પર્વતારોહક કોણ હતા?
(A) બચેન્દ્રી પાલ                (B) સંતોષ યાદવ      (C) તાશી મલીક       (D) અંશુ      જામસેનપા

32.         શીતળાની રસીના શોધક કોણ  હતા?
(A) જેમ્સ પુક    (B) એડવર્ડ જેનર      (C) રોબર્ટ કોચ         (D)લૂઈ પાશ્ચર

33.         નીચેના માંથી સાચી જોડણી કઈ છે?
(A) પરીશીષ્ટ    (B) પરિશિષ્ટ   (C) પરિશીષ્ટ   (D) પરિસિષ્ટ

34.         ગુજરાતનાં ક્યાં કવિ “કવિ કાન્ત”તરીકે ઓળખાય છે?
(A) મણીશંકર રત્નજી ભટ્ટ        (B) સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
(C) નટવરલાલ પંડયા          (D) ઉમાશંકર જોષી

35.          એક રૂપિયાની નોટ પર કોની સહી હોય છે?
(A) નાણાસચિવની       (B) રિઝર્વ બેંકના ગવર્નરની
(C) નાણાપ્રધાનની      (D) વડાપ્રધાનની

36.         નીચેના પૈકી કઈ કહેવતો વિરોધી અર્થ આપતી નથી?
(A) ઝાઝા હાથ રળિયામણા , બે હાથ વગર તાળી ન પડે.
(B) બળિયાના બે ભાગ , બુદ્ધિ આગળ બળ પાણી ભરે.
(C) નમ્યું તે ભગવાનને ગમ્યું , નીચી બોરડી સૌ કોઈ ઝૂડે.
(D) આપ ભલા તો જગ ભલા, ભલાઈ કરતા ભૂત વળગે.

37.       ગીર અભ્યારણ્યની મધ્યમાં કઈ જગ્યાએ એક જ મતદાર માટે મતદાન મથક ઊભું કરવામાં આવે છે?
(A) બાણેજ       (B) તાલાલા   (C) મેંદરડા     (D) આંબલીયાળા નેસ  

38.         “અડી-કડીનીવાવ” ગુજરાતના કયાં શહેરમાં આવેલી છે?
(A) જૂનાગઢ     (B) પોરબંદર   (C) રાજકોટ    (D) વેરાવળ

39.         ભારતના હાલના લશ્કરી વડા કોણ છે?
(A) વી.કે.સિંહ    (B) બીપિનરાવત      (C) દલબીરસિંહ સુહાગ        (D)વિક્રમ સિંઘ  

40.         શ્રી મોરારજી દેસાઈની સમાધિ કઈ છે?
(A) વીરભૂમિ    (B) શક્તિ-સ્થળ       (C) અભય ઘાટ       (D) વિજય ઘાટ

41.         મશહૂર હીરાભાગોળકયાં આવેલી છે?
(A) ડભોઈ      (B) કપડવંજ          (C) આણંદ            (D) નડિયાદ

42.         સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઈન્સ્ટિટયૂટ ગુજરાતના કયા શહેરમાં છે?
(A) ભાવનગર  (B) ધ્રાંગધ્રા   (C) કંડલા     (D) અમદાવાદ

43.         રાજ્યના બંધારણીય વડા કોણ છે?
(A) ઉચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ         (B) રાષ્ટ્રપતિ 
(C) મુખ્યમંત્રી                                  (D) રાજ્યપાલ

44.         વેલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે?
(A) જૂનાગઢ    (B) સુરત      (C) જામનગર         (D) ભરૂચ

45.         વિકલ્પૌ પૈકી ક્યો શબ્દ નીચેના વાક્યમાંનું “વિશેષણ” સ્વરૂપ છે.” પાણીનો ભરેલો પ્યાલો લઈને જ્યારે ઉષા પાછી આવી ત્યારે તે હસતી હતી.”
(A) તે   (B) પ્યાલો    (C) હસતી     (D) ભરેલો

46.          જો B કહે કે તેની Aની માતાની એક માત્ર દીકરી છે. તો A નો B સાથેનો સંબંધ શું છે?
(A) દાદા        (B) મામા     (C) પિતા      (D) પુત્ર

47.         સીપુ ડેમ ક્યાં રાજ્યમાં આવેલો છે?
(A) મધ્યપ્રદેશ          (B) ગુજરાત           (C) મહારાષ્ટ્ર          (D) રાજસ્થાન 

48.         બૌદ્ધ ધર્મનો મૂળ ધાર્મિક ગ્રંથ કયો છે?
(A) કલ્પસૂત્ર            (B) ગીતા             (C) ત્રિપિટક           (D) અવેસ્તા  

49.         ગુજરાત રાજ્યનાં અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી?
(A) મહીસાગર          (B) ખેડા               (C) દાહોદ             (D) સાબરકાંઠા

50.         ગુજરાત રાજ્યના હાલના લોકાયુક્તકોણ છે?
(A) જસ્ટીસ એમ.ડી.શાહ        (B) જસ્ટીસ સી.કે.બુચ        
(C) જસ્ટીસ બી.જે.શેઠના       (D) જસ્ટીસ ડી.પી.બુચ  

51.         ભારતમાં એક માત્ર સૌરાષ્ટ્રનું કયું એવું એલ્વે-સ્ટેશન છે,જ્યાં મહિલાઓ કુલી તરીકે કામ કરે છે?
(A) જામનગરા          (B) રાજુલા            (C) ભાવનગર                (D) બોટાદ

52.         નીતિ આયોગ્યના અધ્યક્ષ કોણ હોય છે?
(A) વડા પ્રધાન         (B) રાષ્ટ્રપતિ         
(C) નાણામંત્રી          (D) આયોજન પ્રધાન

53.         ભરત નાટયમ્ કયાંરાજ્યનું પ્રચલિત નૃત્ય છે?
(A) આંધ્ર પ્રદેશ         (B) કેરળ      (C) કર્ણાટક   (D) તામિલનાડુ

54.         ઉમરગામ કયાં જિલ્લામાં આવેલું છે?
(A) ભરૂચ       (B) નવસારી          (C) વલસાડ          (D) સુરત  

55.         જ્ઞાનપીઠ પુરસ્કાર કયાં ક્ષેત્રમાં આપવામાં આવે છે?
(A) ઈતિહાસ    (B) સાહિત્ય           (C) નૃત્ય      (D) નાટક

56.         “એક સાથે પાણી પીતા નવ સિંહો” ની ખૂબ જ લોકપ્રિય બનેલ તસવીર કોણે પાડેલ?
(A) નાનાભાઈ ભટ્ટ      (B) બચુભાઈ રાવત 
(C) કરસનદાસ મુળજી (D) સુલેમાન પટેલ  

57.         “નોકરી માં દર વર્ષે પગારમાં થતો નિશ્ચિત વધારો” શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.
(A) ઈજાફો       (B) ઉત્તેજન     (C) બોનસ     (D) પ્રમોશન

58.         કચ્છમાં જોવાં મળતાં વિશિક્ષ્ટ પ્રકારનાં ઝૂંપડા આકારના ઘરને શું કહેવાય છે?
(A) ભૂંગા         (B) કૂબા        (C) ઢુંવા        (D) ટુવા

59.         ન્યાયમૂર્તિશ્રી આર. સુભાષરેડ્ડી કયા રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ છે?
(A) મહારાષ્ટ્ર     (B) કર્ણાટક     (C) ગુજરાત    (D) આંધ્રપ્રદેશ  

60.         પચ્છમ બેટ ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલો છે?
(A) સુરત        (B) જૂનાગઢ    (C) કચ્છ       (D) જામનગર

61.         નીચેના માંથી કયું જોડકું ખોટું છે?
(A) કર્ટની વોલ્શ – ક્રિકેટ         (B) વિશ્વનાથ આંનદ – ચેસ
(C) પીટ સામ્પ્રસ – ટેનિસ       (D) માઈકલ ટાયસન – બાસ્કેટ બોલ  

62.         નાયકા અને ધોળીધજાબંધ એ ગુજરાતની કઈ નદી ઉપર આવેલ છે?
(A) ઘેલો         (B) ભોગવો     (C) મચ્છુ       (D) સૂકભાદર

63.         “ખાંડાનીધારે ચાલવું” એટલે ?
(A) યુદ્ધમાં કૂદીપડવું           (B) કેસરીયા કરવા
(C) ધર્મસંકટમાં મુકાઈ જવું    (D) ખૂબ મુશ્કેલ રસ્તે ચાલવું  

64.         મનુષ્યના શરીરમાં પાચનક્રિયાની શરૂઆત ક્યાંથી થાય છે?
(A) નાનું આંતરડું        (B) જઠર       (C) મોં          (D) મોટું આંતરડું

65.         રાંચીકયા રાજ્યની રાજધાની છે?
(A) સિક્કિમ      (B) ઉત્તરાંચલ  (C) ઝારખંડ    (D) છત્તીસગઢ