બુધવાર, 6 ડિસેમ્બર, 2017

દુનિયામાં વર્ષે ,૦૦૦ અબજથી વધુ SMSની આપ-લે થાય છે!


- શોર્ટ મેસેજ સર્વિસ એટલે કે એસએમએસના ૨૫ વર્ષ

 - શરૃઆતમાં એસએમએસ થઈ શકે એવા મોબાઈલ હતા!

નીલ પાપવર્ર્થે પહેલા એસએમએસમાં માત્ર બે શબ્દો  લખ્યાં હતા

અત્યારે આપણે એસએમએસ (શોર્ટ મેસેજ સર્વિસ)નો વપરાશ ઓછો કરીએ છીએ. વોટ્સએપ, હાઈક, એલો, ટેલિગ્રામ સહિતની અનેક ઈન્ટરનેટ આધારીત ચેટિંગ એપને કારણે એસએમએસનો વપરાશ ઘણો ઓછો થયો છે. મેસેજની શરૃઆત જોકે ૨૫ વર્ષ પહેલા ૧૯૯૨ની ૩જી ડિસેમ્બરે થઈ હતી. ૧૯૯૨ની ૩થી ડિસમ્બરે નીલ પાપવર્થે કરેલા પહેલા મેસેજમાં માત્ર બે શબ્દો હતાં, 'મેરી ક્રિસમસ!' વખતે ૨૨ વર્ષના નીલને ખબર હતી કે બે શબ્દો દ્વારા નીલ કમ્યુનિકેશન ક્રાંતિ કરી રહ્યો છે. પરિણામે આજે વર્ષે હજાર અબજથી વધુ મેસેજ થાય છે. ૨૦૧૫માં આખી દુનિયામાં કુલ ૮૩૦૦ અબજ એસએમએસ થયા હતા.

કમ્યુટરથી કમ્પયુટરમાં સંદેશો મોકવાની -મેઈલ નામની પદ્ધતિ ૧૯૭૧માં રે ટેમિલ્સન નામના ઈજનેરે શોધી કાઢી હતી. પછી સંશોધકો કમ્યુટરથી મોબાઈલમાં મેસેજ મોકલી શકાય એવી ટેકનોલોજી પર કામ કરી રહ્યા હતા. ફિનલેન્ડની જાયન્ટ મોબાઈલ કંપની નોકિયામાં કામ કરતા ઈજનેર માત્તિ માકોનના મનમાં પદ્ધતિ વિકસાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું.

૧૯૮૪માં એક ટેલિકોમ્યુનિકેશ કોન્ફરન્સમાં ભોજન લેતી વખતે વાત વાતમાં માત્તિએ કહ્યું કે હવે કમ્ય્ટુરમાંથી મોબાઈલ ફોનમાં શાબ્દિક સંદેશો મોકલવાનું અશક્ય નથી. જોકે માત્તિની વાતને હકીકતનું સ્વરૃપ મળતાં બીજા આઠ વર્ષ નીકળી ગયાં. ૧૯૯૨મા નીલે પહેલો મેસેજ કર્યો ત્યારે છેક ટેક્સટ (શાબ્દિક) મેસેજની આપલેનો યુગ આરંભાયો. એસએમએસ અને મેસેજ બન્ને ચીજો આપણે સમાન ગણીએ છીએ. પણ હકીકતે મેસેજ મોકલવાની એક રીત એસએમએસ છે. ૧૯૯૨ના ક્રિસમસ વખતે વોડાફોનમાં કામ કરતો એન્જિનિયર નીલ મેસેજીસ પદ્ધતિ વિકસાવી રહ્યો હતો. તેમાં તેને સફળતા મળી તારીખ ૩જી ડિસેમ્બર હતી. નીલના સિનિયર અધિકારી ઘરે ક્રિસમસની પાર્ટી કરી રહ્યાં હતા. તેમની પાસે 'ઓરબિટલ ૯૦૧' નામનો મોબાઈલ હતો. મોબાઈલમાં નીલે મેસેજ કર્યો અને પ્રસંગને અનુરૃપ બે શબ્દો લખ્યા : મેરી ક્રિસમસ! વખતે જોકે એસએમએસ કરી શકાય એવા મોબાઈલ ફોન પણ બનતા હતા. યુરોપિયન દેશ સ્વીડને એસએમએસના બીજા વર્ષે મેસેજ સેવા શરૃ કરી દીધી હતી. પરંતુ સરકારી સુવિધા હતા.

લોકો સરળતાથી એસએમએસ કરી શકે, મેળવી શકે એવો પહેલો ફોન નોકિયાએ ૧૯૯૪માં માર્કેટમાં મુક્યો હતોતો પણ ૧૯૯૯ સુધી મેસેજીસની આપ-લે મુશ્કેલ હતી. ફ્રાંસ અને જર્મનીની એક કંપનીએ એક નેટવર્કમાંથી બીજા નેટવર્કમાં મેસેજ થઈ શકે એવી પદ્ધતિ વિકસાવી પછી બહોળા પ્રમાણમાં મેસેજીસ વપરાતા થયા.


હવે લોકો સંદેશાવ્યવહાર માટે મેસેજ બહુ ઓછા કરે છે. પરંતુ સરકારી સુવિધા, કંપનીઓ દ્વારા માર્કેટિંગ, સામુહીક જાણકારી આપવા, બેન્કો દ્વારા ગ્રાહકોને વાકેફ રાખવા વગેરે માટે મેસેજનો ભારે વપરાશ થાય છે. એટલે એસએમએસની લોકપ્રિયતા યથાવત રહી છે. અત્યારે તો લોકો વાત પણ ભુલી ગયા હશે કે એક એસએમએસમાં ૧૬૦ શબ્દોનો સમાવેશ થાય છે.  

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો