સૈન્યને સ્વદેશી
તોપ 'ધનુષ' મળી 38 કિ.મી. સુધી નિશાન સાધવા સક્ષમ
-
સંપૂર્ણ ઓટોમેટિક તોપ ધનુષ એક મિનિટમાં છ ફાયરિંગ કરશે
- 18 કરોડની કિંમતે તૈયાર થયેલી તોપ ધનુષ
હાડ ગાળતી ઠંડીમાં અને આકરા તાપમાં એક સરખું કામ આપશે
સ્વદેશી બનાવટની પ્રથમ તોપનું સન્માન મેળવી રહેલી ધનુષ સત્તાવાર રીતે સૈન્ય સાથે જોડાઈ ગઈ છે. એક મિનિટમાં છ ફાયરિંગ કરવાની ક્ષમતા ધરાવતી ધનુષ ગન ૩૮ કિલોમીટર સુધી નિશાન સાધી શકશે. લગભગ ૧૧૫ તોપોનો ઓર્ડર કરાયો હતો, તેમાંથી પ્રથમ જથ્થો આર્મીને સોંપવામાં આવ્યો હતો.
સંપૂર્ણ સ્વદેશી બનાવટની તોપ ધનુષનો
પ્રથમ જથ્થો સૈન્યને આપવામાં આવ્યો હતો. હાડ ગાળતી ઠંડી અને આગ ઝરતા ઉનાળામાં પણ આ
તોપ એકસરખી ક્ષમતાથી કામ કરશે. દેશી બોફોર્સ ગણાતી આ તોપ ૩૮ કિલોમીટરની મારણ
ક્ષમતા ધરાવે છે. સંપૂર્ણ રીતે ઓટોમેટિક આ તોપ એક મિનિટમાં છ ફાઈરિંગ કરવા સક્ષમ
છે.
આર્મીના સહકારથી બનેલી ધનુષનો ૧૧૫
ગનનો ઓર્ડર આપવામાં આવ્યો હતો, તેમાંથી પ્રથમ છ ગન તૈયાર થઈ જતાં
પ્રથમ જથ્થો આર્મીને સોંપવામાં આવ્યો હતો.
કોલકાત્તામાં યોજાયેલા એક
કાર્યક્રમમાં સિનિયર લશ્કરી અધિકારીઓને આ જથ્થો સોંપાયો હતો. ડીઆરડીઓમાં તોપની ક્ષમતા
અંગે સંશોધન થયું હતું. ભારતમાં આબોહવાને ધ્યાનમાં રાખીને ગરમી, ઠંડી એમ
બંનેમાં સરખું કામ આપે તે માટે સંશોધકોએ ભારે મહેનત કરી હતી.
આ તોપનું વજન ૧૩ ટન જેટલું છે અને
તેની કિંમત ૧૮ કરોડ હોવાનું મનાય છે. ભારતીય લશ્કરના પ્રોજેક્ટ શક્તિ અંતર્ગત આ
તોપનું પ્રોડક્શન થયું હતું. સ્વેદેશી બનાવટની આ તોપથી સૈન્ય સજ્જ થતાં સૈન્યની
શક્તિમાં વધારો થયો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો