બુધવાર, 10 એપ્રિલ, 2019

કોહલીને સતત ત્રીજા વર્ષે 'વિઝડન'નું સન્માન : વિશ્વનો ટોચનો ક્રિકેટર જાહેર


- કોહલીના ૨૦૧૮માં ૬૮.૩૭ની સરેરાશ સાથે ૨,૭૩૫ આંતરરાષ્ટ્રીય રન અને ૧૧ સદી

- ભારતની સ્મ્રિતિ મંધાના પણ મર્યાદિત ઓવરોમાં ટોચ મહિલા ક્રિકેટર જાહેર : રાશિદ સતત બીજા વર્ષે લિડિંગ ટી-૨૦ ક્રિકેટર


ક્રિકેટના બાઈબલ તરીકે ઓળખાતા વિઝડન ક્રિકેટર્સ અલમાનક - સામયિકે ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીની બેટ્સમેન તરીકેની વિશિષ્ટ પ્રતિભાને બિરદાવતા સતત ત્રીજા વર્ષે તેને 'લિડિંગ ક્રિકેટર ઈન ધ વર્લ્ડ ' જાહેર કર્યો હતો. વિઝડનના ફાઈવ ક્રિકેટર ઓફ ધ યરમાં પણ કોહલીને સ્થાન આપવામાં આવ્યું હતુ. વર્ષ ૨૦૧૮ના ઈંગ્લિશ સમરના (ઈંગ્લેન્ડમાં ઉનાળા દરમિયાન રમાયેલા ક્રિકેટ) દેખાવને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવેલા વર્ષના શ્રેષ્ઠ પાંચ ક્રિકેટરોમાં કોહલીની સાથે ઈંગ્લેન્ડના જોશ બટલર, સેમ કરન અને રોરી બર્ન્સને સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટર ટેમી બેઉમોન્ટનો પણ વિઝડનની યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત માટે ગૌરવની બાબત એ છે કે, કોહલીની સાથે સાથે મહિલા ક્રિકેટર સ્મ્રિતિ મંધાનાને મહિલા ક્રિકેટના મર્યાદિત ઓવરના ફોર્મેટમાં  ટોચની ખેલાડી જાહેર કરવામાં આવી છે. જ્યારે અફઘાનિસ્તાનના રાશિદ ખાને સતત બીજા વર્ષે ટ્વેન્ટી-૨૦ના ફોર્મેટના શ્રેષ્ઠ ખેલાડી તરીકેનો દબદબો જારી રાખ્યો છે. સ્મ્રિતિ મંધાનાએ મર્યાદિત ઓવરોના ક્રિકેટમાં ૧,૨૯૧ રન ફટકાર્યા હતા. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો