બુધવાર, 10 એપ્રિલ, 2019

ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની શ્રેણી જીતી

 

- ચોથી મેચમાં ભારતનો ૧-૦થી વિજય

- આજે સાંજે 5.30થી આખરી મુકાબલો


ભારતની મહિલા હોકી ટીમે મલેશિયા સામેની હોકી સિરીઝ જીતી લીધી હતી. આજે રમાયેલી ચોથી મેચમાં ભારતે જોરદાર સંઘર્ષ કરતાં ૧-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. આ સાથે પાંચ મેચની શ્રેણીમાં ભારતે ૩-૦થી અજેય સરસાઈ હાંસલ કરી લીધી હતી.
અગાઉ રમાયેલી પ્રથમ હોકી મેચમાં ભારતે ૩-૦થી અને ત્યાર બાદની બીજી મેચમા ભારતે ૫-૦થી મલેશિયાને હરાવ્યું હતુ. જોકે ત્રીજી મેચમાં તેમણે જોરદાર કમબેક કરતાં ભારત પર એક તબક્કે હારનું દબાણ સર્જ્યું હતુ. જોકે આખરી ક્વાર્ટરમાં ભારતના શાનદાર દેખાવને પરીણામે મેચ ૪-૪થી ડ્રો થઈ હતી. 
આજે રમાયેલી શ્રેણી ચોથી મેચમાં ભારત તરફથી એકમાત્ર ગોલ લાલ્રેમ્સિમિએ ફટકાર્યો હતો. આ સિરીઝની ચારય મેચમાં તેણે ગોલ ફટકારવાની અનોખી સિદ્ધિ પણ હાસંલ કરી હતી. હવે સિરીઝની પાંચમી અને આખરી મેચ આવતીકાલે ગુરુવારે સાંજે ૫.૩૦ વાગ્યાથી શરૃ થશે. 
હવે ૨૦૨૦માં ટોકિયો ઓલિમ્પિક યોજાવાના છે, ત્યારે ભારતીય મહિલા હોકી ટીમને આ અનુભવ આગળ જતાં કામમાં આવશે. ભારત હવે ઓલિમ્પિકમા ક્વોલિફાય થવા તરફ મીટ માંડી રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો