શનિવાર, 9 ઑક્ટોબર, 2021

     નોબેલ પુરસ્કાર 2021

8 ઓક્ટોબર, 2021 ના ​​રોજ નોર્વેજીયન નોબેલ સમિતિ દ્વારા ઓસ્લોમાં 2021 નો નોબેલ શાંતિ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવને "અભિવ્યક્તિની સ્વતંત્રતાના રક્ષણ માટેના તેમના પ્રયત્નો માટે પુરસ્કાર મળ્યો, જે લોકશાહી અને સ્થાયી શાંતિની પૂર્વશરત છે."


મારિયા રેસા અને દિમિત્રી મુરાટોવ






નોબેલ પુરસ્કાર







Ø  સર આલ્ફ્રેડ નોબેલની 1895 ની વિલ મુજબ, પાંચ અલગ અલગ ક્ષેત્રોમાં પુરસ્કાર અપાય છે:

·         ભૌતિકશાસ્ત્ર - Physics

·         રસાયણશાસ્ત્ર - Chemistry

·         શરીરવિજ્ઞાન - Physiology / ચિકિત્સા - Medicine

·         સાહિત્ય – Literature

·         શાંતિના- Peace ક્ષેત્રોમાં ઇનામો

અર્થશાસ્ત્ર – Economics 1968માં, Sveriges Riksbank (સ્વીડનની કેન્દ્રીય બેંક) નોબેલ પુરસ્કારના સ્થાપક સર આલ્ફ્રેડ નોબેલની યાદમાં અર્થશાસ્ત્રમાં પુરસ્કારની સ્થાપના કરી. નોબેલ પુરસ્કારને તેમના સંબંધિત ક્ષેત્રોમાં ઉપલબ્ધ સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ તરીકે ગણવામાં આવે છે

આ પુરસ્કાર અગાઉના વર્ષ દરમિયાન, માનવજાતને સૌથી મોટો લાભ આપનારા યોગદાન માટે આપવામાં આવે છે.

કયા દેશ તરફથી આ પુરસ્કાર આપવામાં આવે છે?

1.સ્વીડન -શાંતિ પુરસ્કાર સિવાય તમામ ઇનામો

2.નોર્વે - માત્ર શાંતિ પુરસ્કાર

કોના દ્વારા પ્રસ્તુત કરાય છે? 

·         રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સ (ભૌતિકશાસ્ત્ર-physics, રસાયણશાસ્ત્ર-chemistry અને આર્થિકવિજ્ઞાન - Economics Science)

·         કેરોલિન્સ્કા ઇન્સ્ટિટ્યુટ ખાતે નોબેલ એસેમ્બલી (ફિઝિયોલોજી અથવા મેડિસિન)

·         સ્વીડિશ એકેડેમી (સાહિત્ય)

·         નોર્વેજીયન નોબેલ કમિટી (શાંતિ)

પુરસ્કાર તરીકે શું આપવામાં આવે છે?

સુવર્ણ ચંદ્રક, ડિપ્લોમા અને 10 મિલિયન SEK નું નાણાકીય પુરસ્કાર, આશરે. US $ 1,145,000 (2020)

પ્રથમ પુરસ્કાર

સૌપ્રથમ 1901 આપવામાં આવ્યું હતું. 120 વર્ષ પહેલા.

વિજેતાઓની સંખ્યા

 963 વિજેતાઓને 603 ઇનામો આપવામાં આવ્યા હતા.(2020 મુજબ)

Ø  સર આલ્ફ્રેડ નોબેલ - સ્વીડિશ રસાયણશાસ્ત્રી, ઇજનેર અને ઉદ્યોગપતિ હતા.



જે ડાયનામાઇટની શોધ માટે જાણીતા હતા. 1896 માં તેમનું અવસાન થયું. તેમની ઇચ્છા મુજબ, તેમની તમામ "બાકી રહેલી સંપત્તિ" ને પાંચ ઇનામોની સ્થાપના માટે વાપર્યા જે "નોબેલ પુરસ્કારો" તરીકે જાણીતા બન્યા.

નોબેલ પુરસ્કાર સૌપ્રથમ 1901 માં આપવામાં આવ્યા હતા.

ઇનામ સમારંભો વાર્ષિક ધોરણે યોજાય છે.

દરેક વિજેતાને("laureate" લોરિએટ એટલે કે "વિજેતા" તરીકે ઓળખાય છે) ગોલ્ડ મેડલ, ડિપ્લોમા અને નાણાકીય પુરસ્કાર આપવામાં આવે છે.

2021 માં, નોબેલ પ્રાઇઝ મોનેટરી એવોર્ડ માટે 10,000,000 SEK આપવામા આવ્યા.

ઇનામ ત્રણ થી વધુ વ્યક્તિઓમાં વહેંચી શકાય નહીં. જોકે નોબેલ શાંતિ પુરસ્કાર સંસ્થાના ત્રણથી વધુ લોકોની આપી શકાય છે.

જોકે નોબેલ પુરસ્કારો મરણોપરાંત આપવામાં આવતા નથી, જો કોઈ વ્યક્તિને ઇનામ આપવામાં આવે અને તે પ્રાપ્ત કરતા પહેલા મૃત્યુ પામે તો ઇનામ રજૂ કરવામાં આવે છે.

1901 માં શરૂ થયેલો નોબેલ પુરસ્કાર અને 1969 માં શરૂ થયેલો આર્થિક વિજ્ઞાનનો નોબેલ મેમોરિયલ પુરસ્કાર 962 લોકો અને 25 સંસ્થાઓને, 603 વખત એનાયત કરવામાં આવ્યો છે. ચાર વ્યક્તિઓને એકથી વધુ નોબેલ પુરસ્કાર મળ્યા છે

 

 

 

વર્લ્ડ પોસ્ટ ઓફિસ ડે - 9 ઓક્ટોબર

Ø  








   1874 માં બર્ન, સ્વિટ્ઝર્લન્ડમાં યુનિવર્સલ પોસ્ટલ યુનિયન (UPU) ની સ્થાપનાની યાદમાં વિશ્વ પોસ્ટ દિવસ ઉજવવામાં આવે છે. 151 દેશોમાં ઉજવવામાં આવે છે. તેને સૌપ્રથમ 1969 માં જાપાનના ટોક્યોમાં યોજાયેલી UPU કોંગ્રેસ દ્વારા વિશ્વ પોસ્ટ દિવસ તરીકે જાહેર કરાયો હતો. ભારતમાં પણ, દિવસ 9 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી ઉજવાયેલા રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની ઉજ્વણી થાય છે.

Ø  2021 ની થિમ - “Innovate to Recover” છે.

Ø  આજના આધુનિક યુગમાં પણ ઇ-કોમર્સની દુનિયામાં પીનકોડ નો ઉપયોગ થાય છે.

Ø  પીનકોડનો ઉપયોગ પાર્સલ, રજિસ્ટર્ડ એડી, સ્પીડ પોસ્ટ, સ્ટેટમેન્ટ, નોટીસ, બલ્ક રિમાઇન્ડર માટે મોકલાવાના થતા પત્રો,ઇન્સ્યોરન્સ કંપનીઓ દ્વારા થતું માર્કેટિંગ, બેંક વગેરેમાં થાય છે.

Ø  ઇ-કોમર્સ વ્યહારોનો મુખ્ય પાયો પીનકોડ છે.

 

ભારતીય પોસ્ટ ઓફિસ ડે- ૧૦ ઓક્ટોબર

Ø  ભારતમાં આ દિવસ ૧૦ ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. ભારતમાં પોસ્ટ સેવા ૧૬૭ વર્ષ જુની છે,જેની સ્થાપના ૧૮૫૪માં લોર્ડ ડેલહાઉસી એ કરેલ હતી.

Ø  શું આપ જાણો છો કે આપ ઘર બેઠા ગંગા જળ મંગાવી શકો છો?

ભારતીય પોસ્ટ આપને ગંગોત્રિ અને હ્રિષીકેશ નું પવિત્ર ગંગા જળ ઘર બેઠા ઓનલાઇન પહોંચાડે છે.

 

પિનકોડ શું છે?

કેન્દ્રીય સંચાર મંત્રાલયના અધિક સચિવ શ્રીરામ ભીખાજી વેલણકર દ્વારા 15 ઓગસ્ટ 1972 ના રોજ પિન સિસ્ટમ દાખલ કરવામાં આવી હતી.

ભારતમાં પિનકોડ ૬ આંકડાનો હોય છે.

પિનનો પ્રથમ અંક ઝોન સૂચવે છે, બીજો અંક પેટા-ઝોન સૂચવે છે, અને ત્રીજો, પ્રથમ બે સાથે મળીને  તે ઝોનમાં સોર્ટિંગ જિલ્લો સૂચવે છે. અંતિમ ત્રણ અંકો સોર્ટિંગ જિલ્લામાં વ્યક્તિગત પોસ્ટ ઓફિસોને સોંપવામાં આવે છે.

ભારતમાં નવ પોસ્ટલ ઝોન છે, જેમાં આઠ પ્રાદેશિક ઝોન અને એક કાર્યકારી ઝોન (ભારતીય સેના માટે) નો સમાવેશ થાય છે.

1st digit of PIN

Zone

States or Union Territories

1

North

Delhi, Haryana, Punjab, Himachal Pradesh, Jammu and Kashmir, Ladakh, Chandigarh

2

North

Uttar Pradesh, Uttarakhand

3

West

Rajasthan, Gujarat, Daman and Diu, Dadra and Nagar Haveli

4

West

Maharashtra, Goa, Madhya Pradesh, Chhattisgarh

5

South

Telangana, Andhra Pradesh, Karnataka

6

South

Tamil Nadu, Kerala, Puducherry, Lakshadweep

7

East

WestBengal, Odisha, ArunachalPradesh, Nagaland, Manipur, Mizoram, Tripura, Meghalaya, Andaman and Nicobar Islands, Assam, Sikkim

8

East

Bihar, Jharkhand

9

APS

Army Postal Service (APS), Field Post Office (FPO)

 

 

 

 તાતા સન્સ એર ઇન્ડિયાના ફરી “મહારાજ’”







સોલ્ટ ટુ સોફ્ટવેર ટુ એર

૧૯૩૨માં JRD એ સ્થાપેલી એર ઇન્ડિયા ૧૯૫માં રાષ્ટ્રીયકરણના ૬૮ વર્ષ બાદ તાતા સન્સની ઝોળીમાં.

સરકારની રિઝર્વ પ્રાઇસ ૧૨,૯૦૬ કરોડ હતી, જ્યારે તાતાની રૂ.૧૮,૦૦૦ કરોડની બીડ મંજૂર થઈ હતી.

તાતા એર ઇન્ડિયા રૂ.૧૫,૩૦૦ કરોડનું ભારતનું દેવું ચૂકવશે.

ડિસેમ્બર મહિના સુધિમાં તાતા સન્સને એર ઇન્ડિયાનો સંપુર્ણ કબજો સોંપી દેવામાં આવશે.કેંદ્રીય ગૃહમંત્રી અમિતશાહ, નાણમંત્રી નિર્મલા સીતારમન, વાણિજ્યમંત્રી પીયૂષ ગોયલ અને નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાની બનેલી મંત્રીઓની સમિતિએ તાતા સન્સને મંજૂરી આપી હતી.

Ø  તાતા એરલાઇન્સની સ્થાપના:-

તાતા એરલાઇન્સની સ્થાપના જેઆરડી તાતાએ કરી હતી.૧૯૪૬માં એર ઇન્ડિયા તરીકે તેનું લિસ્ટિંગ થયું.૧૯૫૩માં એર ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કરાયુ હતું. તેમણે કંપનીના વડાપદે ચાલુ રહ્યા હતા.૧૯૭૭માં જનતા સરકાર આવી ત્યારે મોરાર્જી દેસાઇ ની સરકાર બની ત્યારે જેઆરડી તાતાને આ પદેથી હટાવી દેવામાં આવ્યા.