મંગળવાર, 4 જુલાઈ, 2017


SC અને ST સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો દંડનીય ગુનો : High Court…




દિલ્હી હાઈ કોર્ટે સોમવારે(3rd july) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે SC અને ST સમાજની કોઈ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ગ્રુપ ચેટમાં પણ અપમાનજનક વાત થશે તો તે દંડનીય ગુનો છે.

સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ(SC) અથવા અનુસૂચિત જનજાતિ(ST) સમાજની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરનાર વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

હાઈકોર્ટે કહ્યું કે Sc અને ST એક્ટ, 1989 આ સમાજના લોકો પર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી રેસિસ્ટ કમેન્ટ પર પણ લાગુ થશે. કોર્ટે આ વાત એક ફેસબુક પોસ્ટ પર દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કહી. કોર્ટે કહ્યું કે આ અધિનિયમ વૉટ્સએપ ચેટ પર પણ લાગુ પડી શકે છે.

જસ્ટિન વિપિન સાંઘીએ કહ્યું કે, ફેસબુક યુઝર પોતાની સેટિંગને પ્રાઈવેટથી પબ્લિક કરે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેની વૉલ પર લખેલી પોસ્ટ માત્ર તેના ફ્રેન્ડ્સ જ નહીં, અન્ય યુઝર્સ પણ જોઈ શકે છે. પણ જો આવી અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કર્યા પછી પ્રાઈવસી સેટિંગને પ્રાઈવેટ કરવામાં આવે તો પણ તેને એસસી/એસટી એક્ટની ધારા 3(1)(X) અંતર્ગત દંડનીય માનવામાં આવશે.


કોર્ટમાં આ સુનાવણી એક SC મહિલાની અરજી પર થઈ રહી હતી, જેણે પોતાની દેરાણી પર આરોપ મુક્યો હતો કે તેણે સોશિયલ નેટવર્ક પર ધોબી માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેની દેરાણી જે રાજપૂત સમાજથી છે, તેણે બચાવમાં કહ્યું કે, તે તેની પ્રાઈવેટ સ્પેસ છે. જો કે કોર્ટે આ વાત ફગાવી હતી.


વડાપ્રધાન એ ટેક્સટાઇલ્સ ઇન્ડિયા 2017 ઉદઘાટન કર્યું હતું...






વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની ગાંધીનગર ખાતે ટેક્સટાઈલ્સ ઇન્ડિયા 2017 નું ઉદઘાટન કર્યું હતું.

ત્રણ દિવસીનો આ મેળો વિશ્વવ્યાપક ઉત્પાદકો માટે વૈશ્વિક સોર્સિંગ હબ અને રોકાણ માટેનું સ્થળ, તરીકે રાષ્ટ્રનું પ્રદર્શન કરશે.

ભારતનુ કાપડ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં સૌથી જૂના ઉદ્યોગો પૈકીનું એક છે. આજે પણ, ભારતની નિકાસમાં  સૌથી મોટો ફાળો છે, જે કુલ નિકાસના આશરે 11% (નાણાકીય વર્ષ 2015-16 દરમિયાન નિકાસ 40 અબજ યુએસ ડોલર હતી) સાથે છે. તે ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) માટે આશરે 5 ટકા અને ઔદ્યોગિક ઉત્પાદનના કુલ ઈન્ડેક્સમાં 14 ટકા ફાળો આપે છે. કૃષિ પછી તે બીજું સૌથી મોટું રોજગારદાતા છે. સરકારે ઓટોમેટિક રૂટ હેઠળ ભારતીય કાપડ ક્ષેત્રમાં 100% એફડીઆઇ મંજૂરી આપી છે.
બ્રિટીશ ચિત્રકારે દોરેલા ગાંધીજીના ઐતિહાસિક પેન્સિલ સ્કેચની લંડનમાં હરાજી



બ્રિટનમાં ૧૧મી જુલાઈએ એક હરાજી યોજાશે. જેમાં ગાંધીજીનું પેન્સિલથી બનેલું ઐતિહાસિક ચિત્ર અને શરદ ચંદ્ર બોઝને ગાંધીજીએ લખેલા પત્રોનો સમાવેશ થાય છે. આ બંને બાબતો હરાજીમાં મુખ્ય આકર્ષણ રહેશે એમ મનાય છે.

બ્રિટનની આર્ટ ડિલર કંપની સોથેબીએ એક હરાજીનું આયોજન કર્યું છે. લંડનમાં ૧૧મી જુલાઈએ યોજાનારી આ હરાજીમાં ગાંધીજીનું પેન્સિલથી બનેલું ચિત્ર મુખ્ય આકર્ષણ બનશે. ૧૯૩૧માં મહાત્મા ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા હતા એ વખતે વિખ્યાત બ્રિટિશ આર્ટિસ્ટ જ્હોન હેનરી એમ્શેવિટ્સે બાપુ લખતા હોય એવું એક પેન્સિલ ચિત્ર તૈયાર કર્યું હતું.

પેન્સિલથી બનેલું હોય એવું આ ચિત્ર રેર પેન્સિલ પોટ્રેટ છે. એ પોટ્રેટમાં ગાંધીજીએ હસ્તાક્ષર કરી આપ્યા હતા અને લખ્યું હતું : ટ્રુથ ઈઝ ગોડ.

સોથેબીએ અંદાજ લગાવ્યો છે કે આ ચિત્રના ૧૦ લાખ રૃપિયા ઉપજશે. હરાજીમાં બીજી આકર્ષણની બાબત સુભાષબાબુના મોટાભાઈ અને દેશના આઝાદીના લડવૈયા શરદ ચંદ્ર બોઝને ગાંધીજીએ બંગાળના ભાગલા બાબતે લખેલા પત્રોનો સમાવેશ થાય છે. શરદ ચંદ્ર બોઝને બાપુએ ૧૯૪૦ના દશકામાં પત્રો લખ્યા હતા.


બંગાળની એકતા જાળવી રાખવા માટેના તેમના સંઘર્ષની વાત એમાં ગાંધીજીએ કરી હતી. એ સિવાય ગાંધીજીએ બોઝ પરિવાર તરફ સ્નેહાદર વ્યક્ત કર્યો હોય એવા પત્રોનો પણ આ હરાજીમાં સમાવેશ કરાયો છે. બધા પત્રો અને ચિત્ર મળીને ૨૭ લાખ રૃપિયામાં હરાજી થશે એવો અંદાજ છે.