મંગળવાર, 4 જુલાઈ, 2017


SC અને ST સમાજ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી તો દંડનીય ગુનો : High Court…




દિલ્હી હાઈ કોર્ટે સોમવારે(3rd july) એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે SC અને ST સમાજની કોઈ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયા અને ગ્રુપ ચેટમાં પણ અપમાનજનક વાત થશે તો તે દંડનીય ગુનો છે.

સોશિયલ મીડિયા પર અનુસૂચિત જાતિ(SC) અથવા અનુસૂચિત જનજાતિ(ST) સમાજની કોઈ પણ વ્યક્તિ વિરુદ્ધ અપમાનજનક પોસ્ટ કરનાર વ્યક્તિ મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

હાઈકોર્ટે કહ્યું કે Sc અને ST એક્ટ, 1989 આ સમાજના લોકો પર સોશિયલ મીડિયા પર કરવામાં આવેલી રેસિસ્ટ કમેન્ટ પર પણ લાગુ થશે. કોર્ટે આ વાત એક ફેસબુક પોસ્ટ પર દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન કહી. કોર્ટે કહ્યું કે આ અધિનિયમ વૉટ્સએપ ચેટ પર પણ લાગુ પડી શકે છે.

જસ્ટિન વિપિન સાંઘીએ કહ્યું કે, ફેસબુક યુઝર પોતાની સેટિંગને પ્રાઈવેટથી પબ્લિક કરે છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે તેની વૉલ પર લખેલી પોસ્ટ માત્ર તેના ફ્રેન્ડ્સ જ નહીં, અન્ય યુઝર્સ પણ જોઈ શકે છે. પણ જો આવી અપમાનજનક ટિપ્પણી પોસ્ટ કર્યા પછી પ્રાઈવસી સેટિંગને પ્રાઈવેટ કરવામાં આવે તો પણ તેને એસસી/એસટી એક્ટની ધારા 3(1)(X) અંતર્ગત દંડનીય માનવામાં આવશે.


કોર્ટમાં આ સુનાવણી એક SC મહિલાની અરજી પર થઈ રહી હતી, જેણે પોતાની દેરાણી પર આરોપ મુક્યો હતો કે તેણે સોશિયલ નેટવર્ક પર ધોબી માટે ખોટા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેની દેરાણી જે રાજપૂત સમાજથી છે, તેણે બચાવમાં કહ્યું કે, તે તેની પ્રાઈવેટ સ્પેસ છે. જો કે કોર્ટે આ વાત ફગાવી હતી.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો