બ્રિટીશ ચિત્રકારે દોરેલા
ગાંધીજીના ઐતિહાસિક પેન્સિલ સ્કેચની લંડનમાં હરાજી…
બ્રિટનમાં ૧૧મી જુલાઈએ એક હરાજી યોજાશે. જેમાં ગાંધીજીનું પેન્સિલથી બનેલું ઐતિહાસિક ચિત્ર અને શરદ ચંદ્ર બોઝને ગાંધીજીએ લખેલા પત્રોનો સમાવેશ થાય છે. આ બંને બાબતો હરાજીમાં મુખ્ય આકર્ષણ રહેશે એમ મનાય છે.
બ્રિટનની આર્ટ ડિલર કંપની સોથેબીએ
એક હરાજીનું આયોજન કર્યું છે. લંડનમાં ૧૧મી જુલાઈએ યોજાનારી આ હરાજીમાં ગાંધીજીનું
પેન્સિલથી બનેલું ચિત્ર મુખ્ય આકર્ષણ બનશે. ૧૯૩૧માં મહાત્મા ગાંધીજી ગોળમેજી
પરિષદમાં ભાગ લેવા માટે લંડન ગયા હતા એ વખતે વિખ્યાત બ્રિટિશ આર્ટિસ્ટ જ્હોન હેનરી
એમ્શેવિટ્સે બાપુ લખતા હોય એવું એક પેન્સિલ ચિત્ર તૈયાર કર્યું હતું.
પેન્સિલથી બનેલું હોય એવું આ ચિત્ર
રેર પેન્સિલ પોટ્રેટ છે. એ પોટ્રેટમાં ગાંધીજીએ હસ્તાક્ષર કરી આપ્યા હતા અને
લખ્યું હતું : ટ્રુથ ઈઝ ગોડ.
સોથેબીએ અંદાજ લગાવ્યો છે કે આ
ચિત્રના ૧૦ લાખ રૃપિયા ઉપજશે. હરાજીમાં બીજી આકર્ષણની બાબત સુભાષબાબુના મોટાભાઈ
અને દેશના આઝાદીના લડવૈયા શરદ ચંદ્ર બોઝને ગાંધીજીએ બંગાળના ભાગલા બાબતે લખેલા
પત્રોનો સમાવેશ થાય છે. શરદ ચંદ્ર બોઝને બાપુએ ૧૯૪૦ના દશકામાં પત્રો લખ્યા હતા.
બંગાળની એકતા જાળવી રાખવા માટેના
તેમના સંઘર્ષની વાત એમાં ગાંધીજીએ કરી હતી. એ સિવાય ગાંધીજીએ બોઝ પરિવાર તરફ
સ્નેહાદર વ્યક્ત કર્યો હોય એવા પત્રોનો પણ આ હરાજીમાં સમાવેશ કરાયો છે. બધા પત્રો
અને ચિત્ર મળીને ૨૭ લાખ રૃપિયામાં હરાજી થશે એવો અંદાજ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો