સોમવાર, 10 એપ્રિલ, 2017

રાજસ્થાનનો પ્રાચીન મેહરાનગઢ કિલ્લો

Date :- 9th April 2017



રાજસ્થાનના જોધપુરમાં ઇ.સ.૧૪૬૦માં રાવ જોધએ બંધાવેલી મહેરાનગઢ કિલ્લો ભારતના સૌથી મોટા કિલ્લાઓમાંનો એક છે. ૪૧૦ ફૂટ્ની ઊંચાઇએ ટેકરી પર બંધાયેલ આ કિલ્લો તે સમયે 'ભોરચિડિયા' ના નામે જાણીતો હતો.

કિલ્લામાં પ્રવેશવા માટે સાત દરવાજા છે તેમાં જય પટેલ, ફ્તેપોળ,લોહાપોળ વિગેરે જાણીતા છે.કિલ્લામાં મોતી મહેલ, ફૂલ મહેલ, શિશ મહેલ, સિલખાના, દોલતખાના અને મ્યુઝિયમમાં ક્ળાકારીગરીની અનેક ચીજો જોવા મળે છે. કિલ્લાની કિલકિલા તોપ પણ જોવા જેવી છે. મ્યુઝિયમમાં જોધા અને અકબરની તલવારો ઉપરાંત તૈમૂરની તલવાર પણ સચવાયેલી છે. મ્યુઝિયમમાં પાઘડીનો સંગ્રહ જોવા જેવો છે.

કૃષ્ણ ભગવાનની પ્રિય વાંસળી જાણીતું વાદ્ય છે.

Date :- 9th April 2017



વાંસળી આદિકાળનું વાદ્ય છે.સ્લોવેનિયામાં ૪૩૦૦૦ વર્ષ જૂની વાંસળી મળી આવેલી. 

દક્ષિણ ભારતના નાગરકોઇલમાં થતા વાંસનની ઉત્તમ વાંસળી બને છે. ભારતીય શાસ્ત્રીય સંગીતમાં ભરતનાટ્યમાં ઉપયોગી દસ ઘાટની વાંસળીના સૂર પ્રમાણભૂત ગણાય છે.

ટીયુ-૧૪૨એમ

Date :- 9th April 2017



રશિયા પાસેથી ખરીદાયેલા ટીયુ-૧૪૨એમ વિમાનો દરિયાઇ પેટ્રોલિંગ માટે વપરતા હતા.

૨૯ વર્ષની સેવા પછી ભારતના તુપલોવ વિમાને છેલ્લી વાર ઉતરાણ કર્યું, હવે મ્યુઝિયમ બનશે.
ભારતે ૨૯ માર્ચે સેવા નિવૃત્ત કરી દીધેલા ટીયુ- ૧૪૨એમ વિમાને આજે છેલ્લી વખત વિશાખપટ્ટ્નમ ખાતે ઉતરાણ કર્યું હતું. આ વિમાનને હવે મ્યુઝિયમમાં ફેરવી દેવાશે. રશિયાન બનાવટના આ તુપલોવ વિમાનોનું મુખ્ય કામ આકાશ્માં ઊંચે ઉડતા રહી દરિયાના તળિયે સરકતી દુશ્મન સબમરિનો શોધી કાઢવાનું હતુ. ભારતે ૧૯૮૮માં રશિયા પાસેથી ટીયુ-૧૪૨ ખરીદવાની શરૂઆત કરી હતી.

Facts About India

Date :- 9th April 2017

1.   Astronaut Rakesh Sharma said India looks ‘saare jahaan se achcha from space”
Image result for Rakesh Sharma
Former Prime Minister Indira Gandhi asked the first Indian in space,Rakesh Sharma, about how india looked from space. His response was our famous patriotic song, “Saare Jahaan Se Achcha.”
2.    Diamonds were first mined in India
Image result for Diamonds were first mined in Guntur and Krishna
Initially, diamonds were only found in the alluvial deposits in Guntur and Krishna District of the Krishna River Delta.
3.    A special polling station is set up for a lone voter in the middle of Gir Forest.

Mahant Bharatdas Darshandas has been voting since 2004 and during every election since then, a special polling booth is set up exclusively for him as he is the only voter from Banej in Gir forest.
4.    Snakes and Ladders originated in India.


Earlier known as Moksha Patamu, the game was initially invented as a moral lesson about karma to be taught to children. It was later commercialized and has become one of the most popular board games in the world.

દુનિયાની સૌથી પહેલી, સૌથી જુની યુનિવર્સિટી : નાલંદા

9th April 2017



નાલંદાનો અર્થ જ્ઞાન આપનાર એમ થાય છે. પ્રાચીન કાળમાં નાલંદા વિદ્યાનું મહત્વપૂર્ણ અને મુખ્ય કેંદ્ર હતું. બિહારમાં આવેલી આ યુનિવર્સિટીના ખંડેર અભ્યાસુઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. બિહારમા જ્યારે નાલંદાની શોધ થઈ ત્યારે જાણવા મળ્યું હતું કે નાલંદા વિષ્વની પ્રથમ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટી કહેવાય છે.પાંચમી સદીમાં મૌય વંશના શાસન દરમિયાન તેની સ્થાપના થયેલી, ૧૨મી સદી સુધી આ વિધ્યાપીઠ ચાલુ હતી. તેમાં શ્રીલંકા, ચીન, કોરિયા વગેરે દેશોના વિધાર્થી ભણવા આવતા. નાલંદામાં તે સમયે ૧૦૦૦૦ વિધાર્થીઓ અભ્યાસ કરતા.૨૦૦૦ શિક્ષકો તેમને જુદી જુદી વિધાઓ ભણાવતા હતા.અહી સ્નાતક થયેલા વિધાર્થીઓ ભણીને બહાર જઈને બૌધ્ધ ધર્મનો પ્રચાર કરતા હતા, આ યુનિવર્સિટીને નવમી અને બારમી સદી સુધી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઇ હતી.

નાલંદામાં બૌદ્ધ ધર્મગ્રંથો ઉપરાંત અધ્યાત્મ, જ્યોતિષ, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, ગણિત અને તબીબી વિધાઓનું જ્ઞાન અપાતું. નાલંદા વિધાપીઠમાં નવ માળની લાયબ્રેરી હતી.ચીનથી આવેલા પ્રવાસી હ્યુ એન સાંગ અને ફા હ્યાન વિશ્વપ્રસિદ્ધ થયેલ.

વિશ્વનાં પાંચ હાઇસ્પીડ વિમાન

9th April 2017


૧.) ફાલ્કન એચટીવી-૨ : કલાક્ના ૨૦૦૦ કિલોમીટર કરતાં ય વધુ ઝડપથી ઊડતાં હાયપરસોનિક ટેકનોલોજી વ્હિકલ ૨૦૧૦માં બન્યાં હતા. વિશ્વના સૌથી ઉત્તમ મનાતાં આ વિમાન આતંકવાદના હુમલા ખાળવા ઉપયોગી થાય તે માટે બનાવ્યા છે. જો કે હજી સુધી આ વિમાને સમાનવ ઉડાન ભરી નથી.

૨.) એક્સ-૪૩ એ સ્ક્રેમજેટ : અમેરિકાની અવકાશ સંસ્થા નાસાએ બનાવેલા સ્ક્રેમજેટ્ક ૯૦૦૦ કિલોમીટર કરતાં વધુ ઝડપી ઊડે છે. આ વિમાન ઊડાની ૧૦ સેંકડમાં જ આ ઝડપ મેળવી લે છે. વજનમાં હળવા આ સુપરસોનિક કોમ્બુશન રેમજેટે હજી સમાનવ ઉડાન ભરી નથી.

૩.) એક્સ- ૧૫ : દક્ષિણ અમેરિકાનું એક્સ- ૧૫ વિમાન જુનું છે.નિલ આર્મસ્ટ્રોંગે ચંદ્ર પર જતાં આગાઉ આ વિમાનનું પરીકક્ષણ કર્યું હતું. આ વિમાનનું ૭૨૭૪ કિલોમીટર પ્રતિકલાક્ની ઝડપે ઊડે છે. અને પાયલટને અંતરિક્ષયાત્રી બનાવે છે.

૪.) એસ આર-૭૧ બ્લેડબર્ડ : અમેરિકની લોકહીડ કંપનીએ એકલા ટાઇટેનિયમમાંથી બનાવેલું આ વિમાન તેના જમાનામાં સૌથી ઝડપી હતું.જો કે આજે તે રિટાયર થઇ ગયું છે.


૫.) મિગ-૨૫ ફોકસ્બેટ : સૌથી વધુ ઝડપ માટે જાણીતા જેટ મિગ-૨૫ ફોક્સબેટ ૧૯૬૦માં બનેલાં. અમેરિકાની સેના માટેનાં આ વિમાન ૧૦ મિસાઇલ સાથે ઉડાન ભરવા સક્ષમ હતા.

તેજસ્વિની ચેસમાં ‘વુમન ઇન્ટરનેશનલ માસ્ટર’ : ગુજરાતની બીજી જ ખેલાડી.


9th April 2017

Image result for tejaswini sagar

ગુજરાતની મહિલા ચેસ ખેલાડી તેજસ્વિની સાગરને વલ્ડૅ ચેસ ફેડરેશન દ્વારા તેના લગાતાર જોરદાર 

પરફોર્મન્સના આધારે વુમન ઇન્ટરનેશનલ માસ્ટર નોર્મ આપવામાં આવ્યો છે.ધ્યાના દવે પછી આવી 

સિધ્ધી મેળવનાર તે બીજી ગુજરાતી મહિલા ચેસ ખેલાડી છે. વલ્ડૅ અંડર – ૧૫ ચેમ્પિયન ૧૭ વર્ષીય 

તેજસ્વિની વિશ્વમાં ૭૦મો, એશિયામાં ૧૪મો અને ભારતમાં અંડર – ૧૮માં ચોથો રેંક ધરાવે છે.