5000 કિમી દૂર પ્રહાર કરી શકતી અગ્નિ-5 મિસાઈલનું સફળ પરીક્ષણ
- અગ્નિ-5 ભારતની પહેલી
ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલ છે
નવી દિલ્હી, તા. 3 જૂન 2018 રવિવાર
ભારતે આજે ફરી
એક વખત બેલેસ્ટિક મિસાઈલ અગ્નિ-5નું સફળતાપૂર્વક
પરીક્ષણ કર્યુ છે. ઓરિસ્સાના અબ્દુલ કલામ આઈલેન્ડની ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ પરથી
સવારે 9 વાગ્યેને 48 મિનિટે મિસાઈલને
સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવી હતી.
આ પરીક્ષણ સફળ હોવાનો દાવો સુરક્ષા એજન્સીઓએ
કર્યો છે. ભારતના ભાગમાં અગ્નિ-1 મિસાઈલ પહેલેથી જ છે. જેનું
સંચાલન સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ દ્વારા કરવામાં આવે છે. જ્યારે અગ્નિ-2ની પ્રહાર ક્ષમતા 2000 કિલોમટીર જેટલી છે. અગ્નિ 3
મિસાઈલની મારક ક્ષમતા 3500 કિલોમીટરની છે અને
તે ન્યુક્લિયર બોમ્બનું વહન કરવા માટે સક્ષમ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો