વિશ્વને ભારતે શૂન્ય સાથે ઘણી અમૂલ્ય ભેટો આપી
ભારતે દુનિયાને ઘણી બઘી ભેટ આપી
છે. જેમ કે બૌદ્ધ ધર્મ, યોગ, તાજમહેલ, સંગીત અને આદ્યાત્મ. પરંતુ અહીં અમે એવી 10
ચીજોની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જેના વિષે ખાસ ચર્ચા નથી થઈ પરંતુ
તેની અસરથી દુનિયા બદલાઈ ગઈ છે. તેમાંથી પહેલી છે ભાષા. સંસ્કૃત અને યુરોપની ભાષા
લેટિન એક જ માતૃભાષા ઈન્ડો-યુરોપિયન લેંગ્વેજ ફેમિલીમાંથી નીકળી છે. વિચારો,
ભાષા ન હોત તો દુનિયા કેવી હોત? એવું માનવામાં
આવે છે કે માતૃભાષા યુરોપથી ભારત આવી હશે પરંતુ નવા સંશોધન મુજબ આ ભાષા ભારતથી
યુરોપ પહોંચી હોવાનું જણાય છે. અર્થાત્ ભારતે દુનિયાને બોલતા-લખતા શીખવ્યું.
કપાસ
સિંધુ ઘાટના લોકો કપાસમાંથી
કાપડ બનાવવામાં નિષ્ણાંત હતા. તે સમયે સૌથી વધુ નિકાસ કપાસની જ થતી હતી. ભારતે
સુતરાઉ કપડાની શોધ કરીને લોકોને કપડા પહેરતા શીખવ્યું અને સભ્યતા આપી. લગભગ 4000 વર્ષ પહેલા ભારતમાં કપાસનો બહોળો ઉપયોગ થતો હતો
અને આખી દુનિયા ભારત પાસેથી કોટન કપડા બનાવતા શીખી. આજે પણ આખી દુનિયામાં બનતા
કપડામાંથી 50 ટકા કોટન કપડા હોય છે.
અનેકતામાં એકતા
જૈન ધર્મના અનેકાંતવાદ મુજબ
સત્યનું સ્વરૂપ તેને જોનારના દૃષ્ટિકોણ મુજબ જુદુ જુદુ હોઈ શકે છે. ભારતે પણ આ જ
રીતે ધર્મોની વિભિન્નતા અંગે દુનિયાને શીખવ્યું. પાશ્ચાત્ય સંસ્કૃતિના ફિલોસોફરો
પણ આપણી સંસ્કૃતિથી પ્રભાવિત થયા હતા અને તેમણે આ અનેકતામાં એકતાના સિદ્ધાંતને
ક્રાંતિકારી ગણાવ્યો હતો. આપણા વિચારોમાં એટલી તાકાત હતી કે આખી દુનિયાએ તેને
માન્ય રાખવા પડ્યા.
પશુ ચિકિત્સા
માત્ર માણસો પર જ નહિ પણ
જીવમાત્ર પ્રત્યે દયા એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. લગભગ 2200 વર્ષ પહેલા સમ્રાટ અશોકે ભારતમાં પહેલા પશુ
ચિકિત્સાલયની સ્થાપના કરી હતી. ભારતમાં પશુઓનો ઉપચાર મફતમાં થતો હતો. એ યુગમાં પણ
અલગ અલગ પ્રકારના પશુ-પક્ષીઓ માટે જુદા-જુદા પ્રકારના ઉપચારની વ્યવસ્થા કરવામાં
આવી હતી.
પંચતંત્ર
ઈસવિસન 300 પૂર્વે ભારતમાં પંડિત વિષ્ણુ શર્માએ પંચતંત્રની
રચના કરી હતી. તેમણે પશુ પક્ષીઓના માધ્યમથી બોધપાઠ આપ્યા હતા. 1439માં ગુટનબર્ગમાં પહેલી પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત થઈ હતી. એ સમયે
પંચતંત્રની લોકપ્રિયતા એટલી બધી હતી કે પ્રેસમાં છપાયેલા શરૂઆતના પુસ્તકોમાં
પંચતંત્રનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. 15મી સદીમાં
દુનિયાની લગભગ બધી જ ભાષામાં પંચતંત્રનું અનુવાદ થઈ ચૂક્યું હતું. બ્રિટન અને
ફ્રાન્સની કેટલીય નીતિ કથાઓ પંચતંત્રથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે.
શૂન્ય
પાંચમી-છઠ્ઠી સદીમાં આર્યભટ્ટ
અને બ્રહ્મગુપ્ત નામના વિદ્વાનોએ શૂન્ય અને બીજા અંકોની શોધ કરી હતી. જો શૂન્ય જ ન
શોધાયો હોત તો આપણે ગણતરી કેવી રીતે કરત? આ જાણકારી પહેલા અરબ દેશમાં પહોંચી અને પછી અહીંથી કેટલીક સદીઓ પછી યુરોપ
પહોંચી જેણે ગણિતની આખી સિસ્ટમ જ બદલી નાંખી. ત્યાં સુધી હિસાબ કિતાબ કે ગણિતના
મામલામાં દુનિયા અંધકારમાં જીવી રહી હતી. આધુનિક ગતિ અને કમ્પ્યુટરની કલ્પના પણ
ભારતીય નંબર સિસ્ટમ વિના શક્ય નથી.
દમિશ્ક તલવાર
યુરોપના ક્રૂસેડર ધર્મ યુદ્ધ
માટે આરબ દેશમાં પહોંચ્યા તો ત્યાં મુસ્લિમ યોદ્ધાઓની દમિશ્ક તલવારો યુરોપના
યોદ્ધાઓ પર ભારે પડી હતી. જે દમિશ્ક તલવારને દુનિયાની સૌથી સારી તલવાર માનવામાં
આવે છે તેના માટે સ્ટીલ ભારતથી જ મંગાવાતુ હતુ. પ્રાચીન ભારતમાં કઈ ટેકનિકથી
વિશ્વની સૌથી મજબૂત અને ધારદાર તલવાર બનતી હતી તેના રહસ્યો પરથી હજુસુધી પરદો
ઊઠ્યો નથી. સંશોધકોના મતે ભારતીયો નેનો-ટેક્નોલોજીને મળતી ટેક્નિકથી આ તલવાર તૈયાર
કરતા હતા જેને કારણે તે વધુ ધારદાર અને લચક વાળી બનતી હતી.
પીરિયોડિક ટેબલ
1869માં મેંડલીફે
કેમેસ્ટ્રીના પીરિયોડિક ટેબલની શોધ કરી હતી. આ ટેબલમાં બધા જ રસાયણોને તેમના ગુણના
આધાર પર ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. આ કામમાં મેંડલીફ જ્યારે ગૂંચવાતા હતા ત્યારે
સંસ્કૃત વર્ણમાળાએ તેમને માર્ગ ચીંધ્યો હતો. એકા સિલિકોન, દ્વિ
કૈસ્મિયમ. ત્રી મેંગેનિઝ જેવા આઠ તત્વો માટે સંસ્કૃત શબ્દોનો ઉપયોગ કરીને તેમણે આ
વિકટ કામ પાર પાડ્યું હતુ.
ORS
દુનિયા
આખી એક એવી ફોર્મ્યુલા શોધી રહી હતી જેનાથી ઝાડા-ઉલ્ટી વગેરેમાં ડિહાઈડ્રેશનથી
લોકોને બચાવી શકાય. એ સમયે વર્ષે લાખો લોકો આ બીમારીને કારણે મોતના મુખમાં હોમાઈ
જતા હતા. આખાને આખા ગામ ખાલી થઈ જતા હતા. 1957માં હેમેન્દ્ર નાથ ચેટર્જી નામની વ્યક્તિએ એક એવો ફોર્મ્યુલા શોધ્યો જેને
આજે ORS તરીકે ઓળખવામાં આવે છે. કમનસીબે આનો શ્રેય તેમને ન
મળી શક્યો. એક ચપટી નમક અને ખાંડના આ મિશ્રણે કરોડો લોકોનો જીવ બચાવ્યો છે.
સંપત્તિ
યુરોપ
આખા વિશ્વમાં સૌથી વધારે સમૃદ્ધ રહ્યું છે. પરંતુ તેના વૈભવનો મદાર ભારતીય સંપત્તિ
પર જ બંધાયો છે. તેમણે સદીઓ સુધી ભારતને લૂંટવાનું ચાલુ રાખ્યુ હતુ. એવો પણ સમય
હતો જ્યારે આપણને સોનાની ચકલી કહેવામાં આવતુ હતુ. જો આજે પણ આપણ ધારી લઈએ તો આપણે
જૂના દિવસો ફરી પાછા લાવી શકીએ છીએ.