ભારતની ખાસિયત
- અંક
પદ્ધતિની શોધ ભારતમાં થઇ હતી. શૂન્યની શોધ ભારતના પ્રાચીન વિજ્ઞાની આર્યભટ્ટે
કરેલી.
- બીજ
ગણિત અને ત્રિકોણમિતિના અભ્યાસની શરૃઆત ભારતમાં થઇ હતી.
-
વિશ્વનું પ્રથમ ગ્રેનાઇટ મંદિર ભારતના તમિલનાડુના તંજુવરમ્માં બંધાયેલું. ઈ.સ.
૧૦૦૪થી ૧૦૦૯ના સમયગાળામાં બંધાયેલા આ મંદિરનો ઘુમ્મટ ૮૦ ટન વજનનો છે.
- સાપસીડીની
રમત ભારતના સંત જ્ઞાનેશ્વરે ૧૩મી સદીમાં કરેલી. તે રમતને મોક્ષપથ કહેતાં.
-
વિશ્વનું સૌથી વધું ઉંચાઇએ આવેલું ક્રિકેટ ગ્રાઉન્ડ ભારતનાં હિમાલય પ્રદેશમાં છે.
તેની પીચ દરિયાની સપાટીથી ૨૪૪૪ મીટરની ઉંચાઇએ છે.
-
વહાણવટાની શોધ સિંધુ નદીમાં ૬૦૦૦ વર્ષ પહેલા ભારતમાં થઇ હતી. અંગ્રેજી નેવી શબ્દ
સંસ્કૃત શબ્દ નૌ પરથી બન્યો છે અને સંસ્કૃત 'નવગતિ' પરથી નેવીગેશન શબ્દ બન્યો હતો.
-
ભારતમાં ૨૬૦૦ વર્ષ પહેલા આચાર્ય સુશ્રુતે શસ્ત્રક્રિયાની શોધ કરેલી. તે જમાનામાં
મોતિયા, પથરી, ફ્રેકચર અને કૃત્રિમ
અંગો બેસાડવાના ઓપરેશન થતા.
- વિશ્વમાં
સૌથી વધુ હીરો ભારતમાં પોલીશ થાય છે. વિશ્વમાં વેચાતા દર ૧૦ હીરામાંથી ૯ હીરા
ભારતમાં તૈયાર થયેલા હોય છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો