મુસ્લિમ મહિલાઓને તીન તલાકમાંથી
આઝાદી અપાવનાર ન્યાયધિશ વીશે પણ જાણવુ જોઈએ. આજે (22 August) ભારતના ઈતિહાસમાં એક અનોખો ચુકાદો
આવ્યો છે.
જસ્ટિસ ખેહરની અધ્યક્ષતાવાળી
બંધારણ પીઠે ત્રણ તલાકને 3-2થી નામંજૂર કર્યું છે. સુપ્રીમ કોર્ટના 3 જજો જસ્ટિસ કુરિયન, જસ્ટિસ જોસેફ, જસ્ટિસ નરીમન અને જસ્ટિસ લલિતે તલાકને ગેરબંધારણીય અને મનસ્વી કરાર આપીને
તેને નામંજૂર કરી દીધો છે. ત્રણ જજોએ ત્રણ તલાકને
બંધારણના આર્ટિકલ 14નું ઉલ્લંઘન કરાર કર્યો છે. ન્યાયધિશે
કહ્યું કે બંધારણના આર્ટિકલ 14 સમાનતાનો અધિકાર આપે છે. બીજી
તરફ, ચીફ જસ્ટિસ ખેહર અને જસ્ટિસ નજીરે લઘુમતીમાં આપેલા
ચુકાદામાં કહ્યું કે ત્રણ તલાક ધાર્મિક પ્રેક્ટિસ છે તેના કારણે કોર્ટ તેમાં દખલ
નહીં કરે.
જસ્ટિસ જગદિશ
સિંહ ખેહર
શીખ સમુદાયમાંથી આવતા દેશના પહેલા
ચીફ જસ્ટિસ છે. દેશના 44મા ચીફ જસ્ટિસ છે. 2011માં
સુપ્રીમ કોર્ટના જજ બન્યા હતા અને 27 ઓગસ્ટના રોજ નિવૃત્ત થઈ
રહ્યા છે.
જસ્ટિસ
કુરિયન જોસેફ
ખ્રિસ્તી ધર્મમાંથી આવતા જોસેફનું
કેરળ વતન છે. 1979માં કેરળ હાઈકોર્ટમાં વકીલાથ શરૂ કરી. 2000માં કેરળ હાઈકોર્ટના જજ બન્યા. આ હાઈકોર્ટમાં બે વાર કાર્યકારી ચીફ જસ્ટિસ
બન્યા. 2010-13 દરમિયાન હિમાચલ પ્રદેશના ચીફ જસ્ટિસ રહ્યા. 8
માર્ચ, 2013ના રોજ સુપ્રીમ કોર્ટના જજ બન્યા
અને આવતા વર્ષે 29 નવેમ્બરે નિવૃત્ત થશે.
રોહિંગ્ટન
ફલી નરીમન
1956માં જન્મેલા નરીમન માત્ર 37 વર્ષની ઉંમરે સુપ્રીમ કોર્ટના સીનિયર કાઉન્સિલ બન્યા. જોકે તે સમયે આ પદ
માટે ઓછામાં ઓછી ઉંમર 45 વર્ષની હોવાની જરૂરી હતી પરંતુ
વેંકટચેલૈયાએ ફરીમન માટે નિયમોમાં સંશોધન કર્યા. પશ્ચિમી શાસ્ત્રીય સંગીતમાં રસ
ધરાવતા અને તેના ગહન જાણકાર છે. પ્રકૃતિ પ્રેમી છે.
જસ્ટિસ ઉદય
ઉમેશ લલિત
1957માં જન્મેલા જસ્ટિસ લલિતે 1983માં બોમ્બે હાઈકોર્ટથી વકીલાત શરૂ કરી. એપ્રિલ 2004માં
સુપ્રીમ કોર્ટના સીનિયર એડવોકેટ બન્યા. 2G મામલામાં સીબીઆઈની
સ્પેશ્યલ પ્રોસીક્યુટર રહ્યા. 2014માં સુપ્રીમ કોર્ટના જજ
બન્યા. 2022માં નિવૃત્ત થશે.
જસ્ટિસ એસ
અબ્દુલ નજીર
1958માં જન્મેલા જસ્ટિસ નજીરે 1983માં કર્ણાટક હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. 2003માં
કર્ણાટક હાઈકોર્ટના એડિશનલ જજ બન્યા અને તેના બીજા જ વર્ષે સ્થાઈ જજ બન્યા.
ફેબ્રુઆરી 2017માં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો