Tuesday, 26 February 2019

ભારતે જમીનથી હવામાં મલ્ટિપલ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું

 

- રડાર સાથેની મિસાઇલને ખૂબ જ સફળતાપૂર્વક છોડી હોવાનો અધિકારીઓનો દાવો

 
ભારતે આજે સ્વદેશી બનાવટની ઝડપી પ્રતિસાદ આપતી જમીનથી હવામાં એક સાથે અનેક  નિશાન પર પ્રહાર કરનાર બે મિસાઇલને સફળતાપૂર્વક  લોંચ કરી હતી, એમ અધિકારીઓએ આજે કહ્યું હતું. રડાર સાથેની મિસાઇલોને ચાંદીપુર પાસે આવેલા ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી છોડવામાં આવી હતી. પરીક્ષણને સફળ ગણાવી ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા.
બંને મિસાઇલો અલગ અલગ આલ્ટીટયુટ અને વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવી હતી.'રાડર,ઇલેકટ્રો ઓપ્ટીકલ સીસ્ટમ, ટેલીમેટ્રી અને અન્ય સ્ટેશનોએ બંને મિસાઇલની આખી ફલાઇટ પર નજર રાખી હતી. મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા'એમ સંરક્ષણ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે આ સિધ્ધી મેળવવા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં આ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.સ્વદેશી બનાવટની બે મિસાઇલને સફળતાપૂર્વક લોંચ કરવા બદલ ભારતના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ આ સફળતા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.
૩૦ કિમીની મારની ક્ષમતા ધરાવતી સ્વદેશી બનાવટની મિસાઇલ ેક સાથે અનેક ટાર્ગેટ પર હુમલા કરી શકે છે. આનાથી ભારતની સેનાને હુમલો કરવાની ક્ષમતામાં વધારો થશે. મિસાઇલમાં ચોક્કસ  નિશાનને શોધી તેના પર પ્રહાર કરવાની ક્ષમતા છે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)એ ભારતીય સેના માટે આનું નિર્માણ કર્યું હતું.

રાષ્ટ્રપતિ કોવિંદે પાંચ સંસ્થાઓને ગાંધી શાંતિ પુરસ્કાર એનાયત કર્યા


- માનવીય સ્તંત્રતાને હાંસલ કરવાના વિચારો માટે ચાર વર્ષના પુરસ્કાર અપાય

હાલના સમયમાં પણ ગાંધીની સિસંગતતાને ઉજાગર કરતાં રાષ્ટ્રપતિએ આજે કહ્યું હતું કે ગાંધીજીના વિચારો થકી માનવીય સ્વતંત્રતા મેળવવાની ફિલોસોફીએ અનેક લોકોને પ્રભાવિત કર્યા હતા.
વડા પ્રધાન મોદીની હાજરીમાં વર્ષ ૨૦૧૫.૨૦૧૬,૨૦૧૭ અને ૨૦૧૮ માટે ગાંધી શાંતિ પુરસ્કાર આપતા તેમણે કહ્યું હતું કે  ગાંધીજી એક મહાન વિઝનરી હતા. 
વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારી સાથે સંયુક્ત રીતે આક્ષયપાત્ર  ફાઉન્ડેશન અને સુલભ ઇન્ટરનેશનલ તેમજ એકલ અભિયાન ટ્રસ્ટ તેમજ યોહેઇ સાસાકાવાને ગાંધી શાંતિ પુરસ્કાર અપાયો હતા. સંઘર્ષ માટે ગાંધી મોડેલ્સ અને ગાંધી વિચારોએ અનેક લોકોના જીવનમાં સિધ્ધીઓ અપાઇ હતી. આપણા સમયના અનેક લોકોને સિધ્ધીઓ મેળવવામાં મદદ કરી હતી.'
અમેરિકામાં માર્ટિન લ્યુથર કિંગ જૂનિ.થી દક્ષિણ આફ્રિકા નેલસન મંડેલા અને પોલેન્ડના લેચ વાલેચા સુધી અનેક મહાન લોકોએ ગાંધીજીના જીવનમાંથી પ્રેરણા મેળવી હતી અને તેમના વિચારોને અપનાવ્યા હતા. સમકાલીન માનવીય જીવનને સમજવામાં તેમના વિચારો ખૂબ જ ઉપયોગી બને છેએમ રાષ્ટ્રપતિ એ કહ્યું હતું.

Big Breaking News-

વાયુસેનાની એર સ્ટ્રાઇકઃ PoKમાં આતંકવાદી ઠેકાણાનો સફાયો કર્યો

 Image result for IAF air strikes across LoC LIVE

પુલવામા ખાતે આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વ્યાપી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાને ભારતીય વાયુ સેના પર Pok ખાતે લાઇન ઓફ કંટ્રોલનું ઉલ્લંઘન કર્યાનો આરોપ મૂક્યો છે. જોકે ભારત તરફથી પાકિસ્તાનના આરોપનો અધિકૃત જવાબ આપ્યો નથી.

બીજી બાજુ ઇન્ડિયન એરફોર્સના સૂત્રો દ્વારા મળતી જાણકારી મુજબર ભારતના 12 મિરાજ-2000 વિમાનોએ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓ પર એરસ્ટ્રાઇકને અંજામ આપ્યો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સવારે 3:30 વાગ્યે 1000 કિલો વિસ્ફોટકને ટારગેટ પર દાગવામાં આવ્યા છે. આ કાર્યવાહી બાદ સરહદ પણ તણાવ વધી ગયો છે અને વાયુસેનાને એલર્ટ પર રાખવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ ભારત સરહદપાર જઇને આતંકવાદી ઠેકાણા પર સર્જિકલ સ્ટ્રાઇક કરી ચૂક્યું છે. પુલવામા હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરુદ્ધ જોરદાર પગલાં લેવાની ચેતવણી પણ આપી છે.


48 વર્ષ બાદ ફરી એક વખત પાકિસ્તાન પર ત્રાટક્યા ભારતના વિમાનો


 
પુલવામા હુમલા બાદ મોદી સરકારે બદલો લેવા માટે આપેલી છૂટનો ઉપયોગ કરીને ભારતીય વાયુસેનાએ જબરદસ્ત કાર્યવાહી કરી છે.1971 બાદ પહેલી વખત એટલે કે 48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાન પર ત્રાટક્યા છે.
1971ના યુધ્ધમાં ભારતની વાયુસેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે પડવા માટે મજબૂર કરવામાં મહત્વનો રોલ અદા કર્યો હતો.71માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનુ યુધ્ધ 14 દિવસ સુધી ચાલ્યુ હતુ.
આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અને તે સમયના પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ)માં ઘૂસીને સંખ્યાબંધ વખત હવાઈ હુમલા કર્યા હતા.પાકિસ્તાની વાયુસેનાએ પોતાના સેંકડો વિમાનો પણ આ હુમલાઓમાં ગુમાવ્યા હતા.પાકની 50 કિમી અંદર પખ્તૂન ખાં પ્રાંત સુધી ઘૂસ્યા હતા ભારતના વિમાનો

પુલવામા હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાના 12 મિરાજ-200 વિમાનોએ પાકિસ્તાનમાં ચાલતા આતંકવાદી કેમ્પો પર બોમ્બ વરસાવ્યા છે.
આ આખા ઓપરેશનની સૌથી મહત્વની વાત એ છે કે ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનની 50 કિમી અંદર ઘુસ્યા હતા.મળતી વિગતો પ્રમાણે ભારતીય વિમાનોએ પાક કબ્જા હેઠળ કાશ્મીરના મુઝ્ફફરાબાદ, ચકોટી અને બાલાકોટમાં કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો.
આ પૈકી બાલાકોટ પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખાં પ્રાન્તમાં આવેલુ શહેર છે.જે એલઓસીથી લગભગ 50 કિમી અંદર છે.આ શહેરમાં આતંકવાદી કેમ્પને ટાર્ગેટ કરવાનો મતલબ છે કે ભારતે પાકિસ્તાનમાં ખરેખર અંદર ઘુસીને ફટકો માર્યો છે અને સાથે સાથે ભારતના કોઈ પણ હુમલાને પહોંચી વળવા તૈયાર છે તેવા પાકિસ્તાનના દાવાની હવા કાઢી નાંખી છે.