પાકની 50 કિમી અંદર પખ્તૂન ખાં પ્રાંત સુધી ઘૂસ્યા હતા ભારતના વિમાનો

પુલવામા
હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાના 12 મિરાજ-200
વિમાનોએ પાકિસ્તાનમાં
ચાલતા આતંકવાદી કેમ્પો પર બોમ્બ વરસાવ્યા છે.
આ આખા ઓપરેશનની સૌથી મહત્વની વાત એ છે
કે ભારતીય ફાઈટર જેટ્સ પાકિસ્તાનની 50 કિમી અંદર ઘુસ્યા હતા.મળતી વિગતો
પ્રમાણે ભારતીય વિમાનોએ પાક કબ્જા હેઠળ કાશ્મીરના મુઝ્ફફરાબાદ, ચકોટી અને
બાલાકોટમાં કેમ્પ પર બોમ્બમારો કર્યો હતો.
આ પૈકી બાલાકોટ પાકિસ્તાનના ખૈબર
પખ્તૂનખાં પ્રાન્તમાં આવેલુ શહેર છે.જે એલઓસીથી લગભગ 50 કિમી અંદર
છે.આ શહેરમાં આતંકવાદી કેમ્પને ટાર્ગેટ કરવાનો મતલબ છે કે ભારતે પાકિસ્તાનમાં
ખરેખર અંદર ઘુસીને ફટકો માર્યો છે અને સાથે સાથે ભારતના કોઈ પણ હુમલાને પહોંચી
વળવા તૈયાર છે તેવા પાકિસ્તાનના દાવાની હવા કાઢી નાંખી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો