ભારતે જમીનથી
હવામાં મલ્ટિપલ ટાર્ગેટ પર હુમલો કરવા સક્ષમ મિસાઇલનું પરીક્ષણ કર્યું
- રડાર સાથેની મિસાઇલને ખૂબ જ સફળતાપૂર્વક છોડી
હોવાનો અધિકારીઓનો દાવો
ભારતે આજે
સ્વદેશી બનાવટની ઝડપી પ્રતિસાદ આપતી જમીનથી હવામાં એક સાથે અનેક નિશાન પર
પ્રહાર કરનાર બે મિસાઇલને સફળતાપૂર્વક લોંચ કરી હતી, એમ અધિકારીઓએ
આજે કહ્યું હતું. રડાર સાથેની મિસાઇલોને ચાંદીપુર પાસે આવેલા ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ
રેન્જમાંથી છોડવામાં આવી હતી. પરીક્ષણને સફળ ગણાવી ડીઆરડીઓના એક અધિકારીએ કહ્યું
હતું કે ટ્રાયલ દરમિયાન મિશનના તમામ હેતુઓ પુરા થયા હતા.
બંને મિસાઇલો અલગ અલગ આલ્ટીટયુટ અને
વાતાવરણમાં ટેસ્ટ કરવામાં આવી હતી.'રાડર,ઇલેકટ્રો ઓપ્ટીકલ સીસ્ટમ, ટેલીમેટ્રી
અને અન્ય સ્ટેશનોએ બંને મિસાઇલની આખી ફલાઇટ પર નજર રાખી હતી. મિશનના તમામ હેતુઓ
પુરા થયા હતા'એમ સંરક્ષણ વિભાગના એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.
સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે આ સિધ્ધી મેળવવા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ
ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું હતું કે વર્ષ ૨૦૧૪માં આ
પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી હતી.સ્વદેશી બનાવટની બે મિસાઇલને સફળતાપૂર્વક લોંચ
કરવા બદલ ભારતના ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન
આપ્યા હતા.ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકે પણ આ સફળતા બદલ ડીફેન્સ રિસર્ચ એન્ડ
ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન(ડીઆરડીઓ)ને અભિનંદન આપ્યા હતા.
૩૦ કિમીની મારની ક્ષમતા ધરાવતી
સ્વદેશી બનાવટની મિસાઇલ ેક સાથે અનેક ટાર્ગેટ પર હુમલા કરી શકે છે. આનાથી ભારતની
સેનાને હુમલો કરવાની ક્ષમતામાં વધારો થશે. મિસાઇલમાં ચોક્કસ નિશાનને શોધી
તેના પર પ્રહાર કરવાની ક્ષમતા છે. ડીફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન
(ડીઆરડીઓ)એ ભારતીય સેના માટે આનું નિર્માણ કર્યું હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો