48 વર્ષ બાદ ફરી એક વખત પાકિસ્તાન પર ત્રાટક્યા ભારતના વિમાનો
પુલવામા હુમલા
બાદ મોદી સરકારે બદલો લેવા માટે આપેલી છૂટનો ઉપયોગ કરીને ભારતીય વાયુસેનાએ જબરદસ્ત
કાર્યવાહી કરી છે.1971 બાદ પહેલી વખત એટલે કે 48 વર્ષ બાદ
ભારતીય વાયુસેનાના વિમાનો પાકિસ્તાન પર ત્રાટક્યા છે.
1971ના યુધ્ધમાં
ભારતની વાયુસેનાએ પાકિસ્તાનને ઘૂંટણીયે પડવા માટે મજબૂર કરવામાં મહત્વનો રોલ અદા
કર્યો હતો.71માં ભારત અને પાકિસ્તાન વચ્ચેનુ યુધ્ધ 14 દિવસ સુધી
ચાલ્યુ હતુ.
આ દરમિયાન ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન
અને તે સમયના પૂર્વ પાકિસ્તાન(હાલના બાંગ્લાદેશ)માં ઘૂસીને સંખ્યાબંધ વખત હવાઈ
હુમલા કર્યા હતા.પાકિસ્તાની વાયુસેનાએ પોતાના સેંકડો વિમાનો પણ આ હુમલાઓમાં
ગુમાવ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો