શુક્રવાર, 8 માર્ચ, 2019


દેશનું સૌથી સ્વચ્છ શહેર ઈન્દૌર, ટોપ-10 સ્વચ્છ શહેરોમાં અમદાવાદ સામેલ


દિલ્હીના વિજ્ઞાનભવનમાં આજે સ્વચ્છ સર્વેક્ષણ -2019 માટે એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો.જેમાં દેશના વિજેતા શહેરોને રાષ્ટ્રપતિના હસ્તે સ્વચ્છતા પુરસ્કાર આપવામાં આવ્યા હતા.
આ સ્વચ્છતા પુરસ્કાર સમારંભમાં ઈન્દોર શહેરને સ્વચ્છતા માટે પ્રથમ ક્રમાંક મળ્યો હતો. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં અમદાવાદ શહેરનો. નંબર આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ગત ત્રણ વર્ષના સર્વેક્ષણમાં અમદાવાદ બે વખત 14માં ક્રમે અને એક વખત 12મા ક્રમે હતું. સર્વેક્ષણ માટે પશ્ચિમ બંગાળને છોડીને દેશના 4000 શહેરોમાં સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું. 
દર વર્ષે સ્વચ્છ સર્વેક્ષણનું પરિણામ એપ્રિલ કે મે મહિનામાં જાહેર થાય છે પરંતુ આ વર્ષે મે માસમાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખીને પરિણામ વહેલુ જાહેર કરવામાં આવ્યું હતું. 



પ્રધાનમંત્રી મોદીએ બહાર પાડ્યો ખાસ કરીને નેત્રહીનો માટે બન્યો સિક્કો

નાણામંત્રાયલ દ્વારા ભારતના રાજપત્રમાં પ્રકાશિત જાણકારી અનુસાર 20 રૂપિયાના નવા સિક્કાનો આકાર 20 મિમી અને તેનું વજન 8.54 ગ્રામ છે.
મોદી સરકારે પ્રથમવાર 20 રૂપિયાનો સિક્કો બહાર પાડ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે 20 રૂપિયાના આ નવા સિક્કા સિવાય 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા અને 10 રૂપિયાના નવા સિક્કા પણ બહાર પાડ્યા છે. આ સિક્કા દિવ્યાંગો માટે ખાસ છે. આ સિક્કાને તે સરળતાથી ઓળશી શકશે. નવા સિક્કાને પ્રધાનમંત્રીના 7, લોક કલ્યાણ માર્દ સ્થિત આવાસ પર બહાર પાડવામાં આવ્યાં જ્યાં વિશેષ રૂપથી દ્રષ્ટિ દિવ્યાંગ બાળકોને આમંત્રિત કરવામાં આવ્યા છે. 
નાણામંત્રાલયે જણાવી 20 રૂપિયાના નવા સિક્કાની ખાસિયત
નાણામંત્રાયલ દ્વારા ભારતના રાજપત્રમાં પ્રકાશિત જાણકારી અનુસાર 20 રૂપિયાના નવા સિક્કાનો આકાર 20 મિમી અને તેનું વજન 8.54 ગ્રામ છે. આ સિક્કાનો બહારનો ભાગ તાંબુ (65 ટકા), ઝિંક (15 ટકા) અને નિકલ (20 ટકા)થી બન્યો છે. તેના અંદરના ભાગમાં 75 ટકા તાંબુ, 20 ટકા ઝિંક અને પાંચ ટકા નિકલ છે. 20 રૂપિયાના નવા સિક્કામાં 12 કિનારા છે. 
                                                                             

અમદાવાદ મેટ્રોઃ ડ્રાઈવર પણ મહિલા, પ્રવાસીઓ મહિલા, પોલીસ પણ મહિલા

8મી માર્ચ મહિલા દિન તરીકે મનાવવામાં આવે છે. ત્યારે ખાસ મહિલાઓને સન્માન આપવા અમદાવાદ મેટ્રોનું સમગ્ર સંચાલન આજે મહિલાઓએ કર્યું હતું. આજના દિવસે સમગ્ર મહિલા કર્મચારીઓએ મેટ્રોમાં કામ કર્યું હતું. 
દ્રષ્ટિ વ્યાસ નામની મહિલાએ આજે મેટ્રોને વસ્ત્રાલ ગામથી એપરેલ પાર્ક વચ્ચે દોડાવી હતી. આ પ્રસંગે મહિલાઓને મેટ્રોમાં ખાસ સન્માન સાથે મુસાફરી કરાવવામાં આવી. મહિલાદિન નિમિતે મોટી સંખ્યામાં મહિલાઓએ મેટ્રોની મુસાફરી કરી હતી.
મેટ્રો સ્ટેશન પર મહિલા પોલીસ કર્મીઓએ ફરજ બજાવી હતી. મોટી સંખ્યામાં મહિલાઓએ પોતાના બાળકો સાથે મેટ્રોની મુસાફરીની મજા માણી હતી. 

રાષ્ટ્રીય મહિલા ગ્રામીણ આજીવિકા સંમેલન-2019ને PM મોદીનું સંબોધન


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં  પ્રધાનમંત્રી રાષ્ટ્રીય મહિલા ગ્રામીણ આજીવિકા સંમેલન-2019 કાર્યક્રમમાં  વિવિધ સ્ટોલનું નીરીક્ષણ કર્યું હતું.  કાર્યક્રમને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું  કે આજ દેશમાં  75 હજાર સ્થળોથી  આ કાર્યક્રમમાં  મહિલાઓ સીધી જોડાઇ છે.  
આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ  વિવિધ મહિલાઓને સન્માનીત કરી હતી.  આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે માતા, બહેનો, બેટીઓને શુભેચ્છા પાઠવતા તેમણે કહ્યું હતું  કે બહેનો મહિલા સશક્તિકરણ માટે અગત્યની ભૂમિકા ભજવે છે. 

સેલ્ફ , હેલ્પ , ગૃપ ઉપર ભાર મુકતા  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશમાં કાર્યરત વિવિધ જૂથોના દાખલાઓ આપી ઉપસ્થિત મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.  તેમણે કહ્યું  કે ગત વર્ષે 31 લાખ મહિલાઓને  કૌશલ્ય તાલીમ આપવામાં આવી હતી.  તેમણે સરકાર દ્વારા લાગુ કરેલી  વિવિધ યોજના  જેમ કે આરોગ્ય યોજના, મુદ્રા લોનની સવિસ્તાર સમજ આપીને  પ્રોત્સાહિત કર્યા હતા. 



આજે 8મી માર્ચે 'આંતરરાષ્ટ્રીય મહિલા દિન' નિમિત્તે થોડી જાણકારી


આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિન છે. 8મી માર્ચે ઉજવાતા મહિલા દિન નિમિત્તે થોડી જાણકારી મેળવી લઇએ.

સૌથી પહેલા આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવાની શરૂઆત ઇસ્વીસન 1900માં થઇ હતી. જોકે તેને ઓપચારિક માન્યતા 1975માં મળી. આ વર્ષે યૂ.એન.એ એક થીમ સાથે મહિલા દિન મનાવવાની શરૂઆત કરી. આંતરરાષ્ટ્રીય મહિલા દિનની સૌથી પહેલી થીમ 'સેલિબ્રેટિંગ ધ પાસ્ટ પ્લાનિંગ ફોર ધ ફ્યુચર' રાખવામાં આવી. એ પછી દર વર્ષે આંતરરાષ્ટ્રીય મહિલા દિન મનાવવા માટે એક ખાસ થીમ રાખવામાં આવે છે. 
આ વર્ષે મહિલા દિન માટે જે થીમ રાખવામાં આવી છે એનું નામ છે 'Balance for better'.

આંતરરાષ્ટ્રીય મહિલા દિન મહિલાઓને સન્માન આપવાની સાથે સાથે મહિલા સશક્તિકરણ અને જેન્ડર ગેપ દૂર કરવાના હેતુને ધ્યાનમાં રાખીને મનાવવામાં આવે છે. વર્ષ 2017માં થયેલા એક સર્વેક્ષણ અનુસાર સ્ત્રી-પુરુષ વચ્ચેની લૈંગિક અસમાનતા દૂર કરવામાં હજુ 100 વર્ષ લાગી શકે છે.