ઇઝરાયેલના સૌથી મોટા
વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની CMએ મુલાકાત લીધી
- ગુજરાતમાં 2050 સુધી જળ સમસ્યા ન રહે તેવું આયોજન કરાશે :
મુખ્યમંત્રી
મુખ્યમંત્રી
વિજય રૃપાણીના વડપણ હેઠળના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિ મંડળે ઇઝરાયેલના છ દિવસના
પ્રવાસના પ્રથમ દિવસે સૌથી મોટા શે ફડેનના ડેન રીજિયન વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ
પ્લાન્ટની મુલાકાત લીધી હતી. આ પ્લાન્ટ ઇઝરાયેલનો સૌથી મોટો વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ
પ્લાન્ટ છે તેની ક્ષમતા રોજના ૩ લાખ ૭૦ હજાર ઘન મીટર (૩૭૦ MLD ) શહેરી વેસ્ટ વોટર ટ્રીટ કરવાની છે.